જગતની સૌથી મોટી સમુદ્રજહાજ કંપની અને ડ્રગ્સ કાર્ટેલોની જુગલબંધી?
ABHIYAAN|January 07, 2023
૨૦૧૬માં યુરોપ-અમેરિકાની સરકારી એજન્સીઓએ એમએસ કંપનીને સખત ચેતવણી આપી છતાં ત્યાર બાદનાં વરસોમાં દક્ષિણ અમેરિકામાંથી યુરોપ આવતાં ડ્રગ્સમાં રેકોર્ડબ્રેક વધારો થયો
વિનોદ પંડ્યા
જગતની સૌથી મોટી સમુદ્રજહાજ કંપની અને ડ્રગ્સ કાર્ટેલોની જુગલબંધી?

વરસ ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં અદાણી જૂથની માલિકીના મુન્દ્રા(કચ્છ) બંદર ખાતે શિપનાં કન્ટેનરોમાં ભરેલું રૂ.૨૧ હજાર કરોડની કિંમતનું ૨૯૮૮ કિલોગ્રામ નશાકારક ડ્રગ્સ પકડાયું હતું. રાજકીય સંબંધોને કારણે અદાણી જૂથ પર બિનજરૂરી આક્ષેપો થયા, પરંતુ દુનિયામાં ડ્રગ્સની હેરફેરનો કારોબાર જે રીતે થાય છે તેની વિગતો જાણીએ તો સમજી શકાય કે આમાં અદાણી ગ્રૂપ શું કરે?

જગતભરમાં ડ્રગ્સની હેરફેર સ્ટીમરો અને તેનાં કન્ટેનરો મારફતે થાય છે. માનવીની તસ્કરી અથવા ઘૂસણખોરી કન્ટેનરો દ્વારા થાય છે, ત્યારે ડ્રગ્સ તો નિર્જીવ ચીજ. તેની તસ્કરી તો ભારવહન કરતાં વાહનો દ્વારા જ થઈ શકે. વિશાળ દરિયાકાંઠા ધરાવતા અમેરિકાને પણ આ સમસ્યા પજવે છે. મોટી માત્રામાં કાર્ગોનો અનુભવ તો ભારતને હમણાં પ્રથમ વખત થયો. ત્યાર બાદ એનઆઈએ એક્શનમાં આવી. છેલ્લા સવા વરસમાં ભારતમાં અનેક જગ્યાએ રેડ પાડી ત્રીસેક જણની ધરપકડ કરી છે. તેમાં કોલકાતાના એક બિઝનેસમેન, બે અફઘાન, એક ઉઝબેક નાગરિક તેમ જ દિલ્હીના કેટલાક એજન્ટોનો સમાવેશ થાય છે. ભારતમાં કાશ્મીર, ખાલીસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રવૃત્તિ બાબતમાં ભારતે સદૈવ સજાગ રહેવું પડશે, કારણ કે ભારત પાસે પણ સાડા સાત હજાર કિલોમીટરનો સમુદ્ર કિનારો છે અને દુશ્મનો ઘણા છે. આ બાબતમાં ભારતને યુરોપના દેશો અને અમેરિકાની પોલીસના અનુભવો માર્ગદર્શક બની શકે તેમ છે.

મુન્દ્રાની ઘટના બાદ પોરબંદર નજીક અરબી સમુદ્રમાં રૂ. બે હજાર કરોડની કિંમતનું ૭૫૦ કિલોગ્રામ ડ્રગ્સ એક હોડીમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દાવા મુજબ છેલ્લાં આઠ વરસમાં ત્રણ લાખ ત્રેપન હજાર કિલોગ્રામ ડ્રગ્સ સરકારી એજન્સીઓએ પકડી પાડ્યું છે.

અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને ઉઝબેકિસ્તાન માટે ગુજરાતનો સમુદ્ર કિનારો નજીક પડતો હોવાથી, તેમ જ ગુજરાતથી દક્ષિણ તરફ (જેમ કે મુંબઈ, ગોવા, મેંગલોર, કાલીકટ વગેરે) જવા માટે પણ ગુજરાત નજીકના દરિયાકાંઠેથી પસાર થવાનું રહેતું હોવાથી ગુજરાતે અને ભારતે વધુ સાવધ રહેવું પડે. વળી ડ્રગ્સના ધંધાદારીઓ પોતાના માર્ગો બદલતા રહેતા હોય છે. કોઈ લોજિક વગર પણ ભારતનાં બંદરોનો ઉપયોગ કરે, જેથી પકડાઈ જવાની શક્યતા ઓછી રહે.

هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024