૯ એપ્રિલ, રવિવારની એ વહેલી સવાર સુરત માટે રોજ કરતાં કંઈક જુદી જ હતી. સવારના ૬:૩૦ વાગ્યાથી શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં વિવિધ પ્રાંતની સાડીઓમાં સજ્જ થયેલી મહિલાઓનો જમાવડો થવા લાગ્યો. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવાં ૧૬ રાજ્યોની મહિલાઓ પોતાના પરંપરાગત પરિધાનમાં અઠવાલાઇન્સ વિસ્તારના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૧૫ હજાર મહિલાઓ ઉપસ્થિત થઈ. યોગ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સાંસદ સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલી બોઘાવાલા અને કમિશનર શાલિની અગ્રવાલે ફ્લેગ ઑફ કર્યું.
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલાઓ માટે ‘સુરત સાડી વૉકાથોન‘નું આયોજન થયું. ‘વૉક ફોર યોર હેલ્થ ઇન સિક્સ યાર્ડ્સ ઑફ એલિગન્સ’ થીમ પર આધારિત વૉકાથોનનો ઉદ્દેશ મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાની સાથે ટૅક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનો હતો.
20 લીલા પટોળામાં મેયર શાલિની અગ્રવાલ, જાંબલી બાંધણીમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ઇકક્ત સાડીમાં W-20ના ચેરપર્સન સંધ્યા પૂરેચા તેમ જ અન્ય મહિલાઓ
નાની બાળકીઓથી લઈને ૬૦ વર્ષ સુધીની મહિલાઓએ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ સુધી નારી શક્તિનું પ્રદર્શન કર્યું. વહેલી સવારે ઊઠીને સાડીમાં સજ્જ થયેલી મહિલાઓનો ઉત્સાહ કંઈક જુદો જ હતો. વૉકાથોનમાં શહેરની આસપાસનાં ગામડાંઓ ઉપરાંત વિદેશી મહિલાઓ પણ ભારે ઉત્સાહથી જોડાઈ. ચાલવાની સાથે-સાથે સૌએ ઢોલના તાલે નૃત્ય અને ગરબા લેવાનો ભરપૂર આનંદ માણ્યો. જેના પ્રત્યે પૃથ્વીની પ્રત્યેક મહિલાઓને અસીમ પ્રીત છે, જે ખાવાથી સ્વર્ગનું સુખ માણ્યાની અનુભૂતિ થાય છે એ પાણીપૂરી આરોગવાનો આનંદ પણ અંતે માણ્યો. પાલિકા દ્વારા સ્પેશિયલ મહિલાઓ માટે પાણીપૂરીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મહિલાઓના એક બેન્ડ દ્વારા પ્રસ્તુત થયેલા સંગીતને લીધે કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા.
પાટણના પટોળા
هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ