જ્યાં પહાડો પરના રસ્તાઓ વાહનમાં બેસીને ચડવાના ન હોય અને ઊંડી ખીણોમાં નજર નાખવાની ન હોય તેવા તમામ પ્રદેશોમાં મને પ્રવાસ કરવાનું ગમે. વર્કિંગો અથવા એક્રોફોબિયાની તકલીફ. ઊંચાઈનો ડર. વાહનમાં બેઠો હોઉં અને ઊંડી ખીણ જોઉં એટલે પેટમાં વમન ઊપડે અને માથું આપોઆપ મારા ખોળા તરફ ઢળી પડે. ઘણાને સમુદ્રમાં જવાનો ડર હોય. મને સમુદ્રમાં જવાનું ગમે, પણ ભારે તોફાનનો સામનો ક્યારેય કર્યો નથી. અરબી સમુદ્ર પર તડકો હોય અને સમુદ્ર શાંત હોય ત્યારે જહાજની પાછળના અને બાજુના ભાગમાં ઊલેચાતું પાણી વાયોલેટ, બ્લ્યુ વગેરે રંગ ધારણ કરે તે જોવાની એક મજા છે. વરસ ૧૯૭૬માં વિમાનમાં પ્રથમ પ્રવાસ કર્યો તેનો પ્રથમ અનુભવ ખૂબ ખરાબ રહ્યો. લાંબો સમય ઍરપોકેટ્સ ચાલ્યાં. વિમાન અચાનક અને વારંવાર ઊંચાઈ ગુમાવી દે. તેના વ્હીલમાં પણ કંઈક ખામી સર્જાઈ હતી. ભાવનગરથી મુંબઈની ટિકિટના ત્યારે માત્ર ૧૩૦ રૂપિયા હતા. આજે વાતવાતમાં આટલું રિક્ષા ભાડું થઈ જાય. એ પછી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા, પણ ક્યાંય ઍરપોકેટ્સનો અનુભવ થયો નથી. આજે વિમાનના પ્રવાસો ખૂબ આરામદાયક અને સલામત બની ગયા છે. વીસ ત્રીસ વરસ અગાઉ લોકોને જેટલો ડર અને નવાઈ હતાં તે હવે ધીમે-ધીમે ઓછાં થઈ ગયાં છે. દિવાળીબહેન ભીલ એમનો કાર્યક્રમ આપવા પ્રથમ વખત વિદેશ અર્થાત્ લંડન જઈ રહ્યાં હતાં ત્યારે વિમાન મુંબઈથી ઊપડીને ખૂબ આગળ વધી ગયું ત્યારે કંઈક સમસ્યા પેદા થઈ હતી. પાછું વાળવું પડ્યું. પેસેન્જરોને કહેવામાં આવ્યું કે વિમાન મુંબઈ ઍરપોર્ટ પર ઊતરે ત્યારે હાથીની સૂંઢ જેવી સ્લાઇડમાં સરકીને ફટાફટ નીચે ઊતરી જવાનું. આ પ્રકારના એક્ઝિટને ઓવરવિંગ એક્ઝિટ કહે. દિવાળીબહેને પાછળથી મન એ ડરામણો અનુભવ કહ્યો હતો. આજે ભારતના હાઈવે પર પ્રવાસ કરવાનું વધુ જોખમી છે. વરસે દોઢ લાખ જણ માર્યા જાય છે.
هذه القصة مأخوذة من طبعة April 29, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 29, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ