અમેરિકન રાજનીતિજ્ઞ જોસેફ નાય ૧૯૯૦માં ‘બાઉન્ડ ટુ લિડ’ નામક પુસ્તકમાં એક પરિભાષા પ્રયોજે છે, ‘સોફ્ટ પાવર’. સૈન્યબળના મામલે અમેરિકા ટૉપનું હાર્ડ પાવર સ્ટેટ છે, પણ જોસેફ નાય અમેરિકાના જબરદસ્ત સોફ્ટ પાવરનું પણ મહત્ત્વ નોંધે છે. સરળ ભાષામાં સોફ્ટ પાવર એટલે કોઈ પણ રાષ્ટ્રની બળજબરી કે જોરજુલમને બદલે સમજાવટથી કામ લઈ કે ફોસલાવીને આકર્ષવાની, પોતાનું ધાર્યું કરાવવાની ક્ષમતા. સોફ્ટ પાવર કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનમાં પ્રભુત્વ મેળવીને પ્રગટ કરાય છે. બીજા વિશ્વયુદ્ધ પછીના નવા વિશ્વમાં અમેરિકા સુપરપાવર તરીકે ઊંચે ચડવા લાગ્યું એ પહેલાંથી જ દુનિયાને આકર્ષવા સબબ ‘અમેરિકન ડ્રિમ’ જેવો વિચાર તેની પાસે હતો. ત્યાંની સ્વપ્નભૂમિ પર મનુષ્ય ગૌરવ સાથે એક ઉમદા જીવન સર્જી શકે છે એવો વાયદો કરતા ‘અમેરિકન ડ્રિમ'ના વિચારમાં સિનેમા, ટીવી, સંગીત, સાહિત્ય, વગેરે જેવા માધ્યમોમાંથી વહેતી ઋજુ શક્તિ પણ ભળવા લાગી. પરિણામે સમાજ અને સભ્યતાની દૃષ્ટિએ, માનવતાનાં ધારાધોરણો પર વિશ્વની નજરમાં એ દેશ શિરમોર બન્યો હોય એવું મેજોરિટી પોપ્યુલેશનને દેખાતું થયું.
કોઈ પણ રાષ્ટ્રને સોફ્ટ પાવરની જરૂર શા માટે પડે? દુનિયાની નજરમાં સારા દેખાવા એવો જવાબ તુરંત ઝબકે. સારા દેખાવાથી ઘણા સીધા અને આડકતરા ગોલ એચિવ થઈ શકે એની ના નહીં, પણ સોફ્ટ પાવરનો શક્તિશાળી રાષ્ટ્રો ઉપયોગ કરે છે, વિરોધી કે નક્કી કરેલી ઘરેડમાં ન ચાલવા માગતા ઓછા તાકતવર રાષ્ટ્રોને અંદરથી નબળા પાડવા, એમના નાગરિકોનું મનોબળ તોડી પોતાનો દેશ ખરાબ, પછાત અને એકંદરે નિષ્ફળ લાગે એવા આઇડિયાનું જનચેતનામાં આરોપણ કરવા. જોસેફ નાય સોફ્ટ પાવરના પ્રભાવનું એક ઉદાહરણ બર્લિન વોલનું પતન ગણાવે છે. પૂર્વ તરફ લોકોની કોમ્યુનિઝમ પર અશ્રદ્ધા વધી હતી અને એમને પશ્ચિમ તરફના લોકો મૂડીવાદની હવામાં જે મુક્ત જીવન જીવતા હતા, એ જોઈતું હતું. પશ્ચિમી જગતના સોફ્ટ પાવરની આ એક મોટી જીત હતી.
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ