અંગ્રેજી બોલનારને અંગ્રેજીમાં ‘બોલવાનો’ જે નશો હોય છે, એના કરતાં અધિકગણો નશો, કોઈકને એ અંગ્રેજી ‘સંભળાવવાનો’ વધારે હોય છે! નશો ‘બોલવામાં’ નથી, ‘સંભળાવવામાં’ હોય છે!
હમણાં એક નિયો મૉમ (નવી નવી મા બનેલી) પોતાના ત્રણેક વર્ષના ટાબરિયાને રમાડતી જાય અને અંગ્રેજીમાં જેવું આવડે, જેટલું આવડે એવું બોલતી જાય. કોઈએ એને પૂછ્યું, ‘બહેન, તમે અંગ્રેજીમાં બોલ્યા કરો છો, પણ આ ટાબરિયું થોડું કાંઈ સમજવાનો છે?’ ત્યારે આ નિયો મૉમે કહ્યું: “અત્યારે ભલે ને એ ન સમજે, પણ મારે એને આજથી જ અંગ્રેજી સાંભળતો અને આવતીકાલથી અંગ્રેજીમાં બોલતો કરી દેવો છે. નાનપણમાં હું ભલે અંગ્રેજી મીડિયમમાં ભણી શકી નહીં, મારે એને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવવો છે, કેમ કે એ મારો ‘ડ્રીમ પ્રોજેક્ટ’ છે!’
કેટલાંક પૅરેન્ટ્સ પોતાનાં ટાબરિયાંને પોતાનો ‘ડ્રીમ પ્રોજેક્ટ’ સમજતાં હોય છે! આજે મોટા ભાગની ગુજરાતી મમ્મીઓ એમનાં ટાબરિયાંઓને બાલમંદિરમાં દાખલ કર્યા પછીના બીજા જ મહિને બાલમંદિરની શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલ મૅડમ પાસે પોતાનાં ટાબરિયાંના શૈક્ષણિક વિકાસના રિપોર્ટ કાર્ડ્ઝની ઉઘરાણી કરતી થઈ જાય છે કે, આ અમારા પિન્ટુડાને તો હજુ ‘એ, બી, સી, ડી’ યે નથી આવડતી? આમ કેમ?
ત્યારે બાલમંદિરની મોટા ભાગની યંગ ટીચર્સ પોતાનું ટેમ્પરામૅન્ટ ગુમાવી દે, પણ એ બાલમંદિરનાં પ્રૌઢ બહેન એમના અનુભવોની ભાષામાં સમજાવે, ‘ના આવડે બહેન, સારું શીખતાં વાર લાગે.’
‘પણ ઘરમાં તો એના પપ્પાની સામે એ ‘અ, આ, ઈ, એ, ઉ, આં..’ જેવું બોલતો હોય છે!’
‘એના પપ્પાની હાજરીમાંને?’
‘હા.’
‘તો તો એવું જ બોલેને! પણ તમે ચિંતા ન કરો બહેન, અમારે ત્યાંનો સ્ટાફ એટલો બધો બિહામણો નથી કે તમારો ટિંચુ ‘અ, આ, ઈ, એ, ઉ, આં’ કરવા મંડી પડે. તમે ધીરજ રાખો બહેન, તમારા પિન્ટુને છ મહિના થવા દો.. એને એવું બધું અને એટલું બધું આવડી જશે કે તમને પણ અહીં દાખલ થઈ જવાનું મન થશે!’
‘તમે છ મહિનાની વાત કરો છો, પણ મારા પિન્ટુડાને તો ગયા મહિનાની ૨૯ તારીખે બે વરસ પૂરાંય થઈ ગયાં, એ કંઈછ મહિનાનો નથી મૅડમ.’
هذه القصة مأخوذة من طبعة June 24, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 24, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ