ગુજરાતીઓ જીવનપર્યંત ભારત ભ્રમણ કરતાં રહે છે તેઓને સીધી કે આડકતરી રીતે સલાહ-સૂચન આવે છે કે ભારત ભ્રમણ બહુ થયું, હવે પરદેશના પ્રવાસો શરૂ કરો, તમારે ક્યાં પૈસાનો પ્રોબ્લેમ છે.
વાત તો સાચી, પરંતુ પ્રવાસો પાછળ પૈસા ખર્ચવા એ સમસ્યા ન હોય તો પણ અનેક અસલ પ્રવાસીઓ સંપૂર્ણ જિંદગી માત્ર ભારત ભ્રમણ કરે છે, કારણ કે આપણા હિન્દુસ્તાન પાસે ખર્ચી ખર્ચીને થાકો તો પણ ખર્ચવાના શેષ રહે એટલા પ્રદેશો છે. આ પ્રદેશો પાસે સદીઓ પ્રાચીન પૌરાણિક મંદિરો, તીર્થસ્થાનો, હવા ખાવાનાં સ્થળો, પર્યટન સ્થળો, સાહસિક પ્રવૃત્તિઓથી સભર ચેલેન્જિંગ હોટ-સ્પોટ, અનન્ય કેમ્પ સાઇટ્સ અને હિમાલયન હાઇડ આઉટ્સ પણ છે, જ્યાં ઋતુ પ્રમાણે જઈ અને નિરાંતનો શ્વાસ લઈ શકાય છે. આવી લાંબી યાદીમાંનું એક છે, દેવભૂમિ ઉત્તરાખંડનું તુંગનાથ.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત આ તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. નાગર સ્થાપત્ય શૈલીમાં બંધાયેલું આ મંદિર ૧૦૦૦ વર્ષ પ્રાચીન ગણાય છે. તે કેદારનાથ, કલ્પેશ્વર, રુદ્રનાથ અને મધ્યમાહેશ્વર એવા પાંચ કેદારમાંનું તૃતીય કેદાર છે. આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા શોધાયેલું આ તુંગનાથ એટલે જે ઉત્તુંગ છે અને જ્યાં નાથ એટલે આદિ દેવ શિવ બિરાજમાન છે તે. આ ઉત્તુંગ તુંગનાથનું પૌરાણિક મહત્ત્વ મહાભારત સાથે જોડાયેલું છે. એ કથામાં વ્યાસ ઋષિ પાંડવોને કહે છે કે, તમે તમારા ભાઈઓને મારીને અપરાધભાવ અનુભવો છો. એ અપરાધભાવમાંથી તો જ મુક્તિ મળે જો આદિ દેવ શિવ તમને માફ કરે. કહે છે, એ પછી પાંડવોએ શિવની શોધ શરૂ કરી, પરંતુ ભગવાન શિવ પાંડવોની અવગણના કરતાં રહ્યા, કારણ કે તેઓએ અપરાધ તો કર્યો હતો. પાંડવો ઓળખી ન શકે એટલે શિવે વૃષભનું રૂપ ધારણ કર્યું અને ભૂગર્ભમાં છૂપાઈ ગયા.શિવનું છૂપાઈ જવાનું આ સ્થળ એટલે તુંગનાથ જ્યાં શિવના બાહુઓ જોવા મળે છે.
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ