‘ડમી’નું ડમડમ!
ABHIYAAN|July 01, 2023
પપ્પાએ કહ્યું, ‘ બાકી, શું વટ હતો મારો, લગ્ન પહેલાંનો! એ જમાનાના મારા મિત્રો મને આ દશામાં આજે જુએ તો આંચકો ખાઈ જાય કે ક્યાં પહેલાંનો એનો અસલી મિજાજ..'
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
‘ડમી’નું ડમડમ!

એક એવોય સમય હતો કે જ્યારે વિદ્યાર્થીએ ભણવા માટે સ્કૂલમાં જવું પડતું અને એ જ સ્કૂલમાં ભણવા માટે તગડી ફી ભરવી પડતી. આવી સિસ્ટમ ‘વન સ્ટુડન્ટ, વન સ્કૂલ’ તરીકે ઓળખાતી હતી. હવે આ સિસ્ટમ જૂની થવા માંડી એટલે આવી જૂની પરંપરામાંથી કેટલીક સ્કૂલોએ આજે VRS લઈ લીધું છે. આવી સ્કૂલો એવું માને છે કે અમારી સ્કૂલના વિદ્યાર્થીની હાજરી અમારે ત્યાં પૂરાશે, પણ એનું શિક્ષણકાર્ય અમારા જ કોચિંગ ક્લાસીસમાં કરવામાં આવશે કે જેથી કરીને શિક્ષણક્ષેત્રે બેરોજગારીના પ્રશ્નને હલ કરવામાં અમે યત્કિંચિત ફાળો આપીને અમે અમારો શૈક્ષણિક અને સામાજિક ધર્મ બજાવી શકીએ. લક્ષ્મીજી અને સરસ્વતીજી – આ બંને શક્તિનું પૂજન-અર્ચન અમે સહેજ પણ ભેદભાવ વગર કરતા આવ્યા છીએ, કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં કરતા રહીશું. એક વિદ્યાર્થી એકસાથે બબ્બે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાશે. જ્યાં ઍડમિશન ફોર્મ અને બોર્ડ ઍક્ઝામ ફોર્મ ભરે છે ત્યાં સૂક્ષ્મપણે હાજર રહેશે અને જ્યાં તગડી ફી ભરે છે ત્યાં સ્થૂળપણે હાજર રહેશે. આને કહેવાયઃ ઍડમિશન આગ્રામાં – કોચિંગ કોલકાતામાં!

હવે તો ‘ડમી’નું આવું ડમડમ ડીગા ડીગા ક્યાંક પારિવારિક કે સામાજિક સંદર્ભોમાં પણ જોવા સાંભળવા મળવા માંડ્યું છે. થોડા દિવસ પહેલાં એક હિન્દી અખબારમાં એવા સમાચાર હતા કે ઇન્દોરની એક સ્કૂલમાં વાલી મિટિંગ રાખવામાં આવેલી, ત્યારે જે વિદ્યાર્થી નાપાસ થયેલો, એ બીકનો માર્યો પોતાના ઓરિજિનલ પપ્પાને બદલે પ્રતિ કલાક ૧૨૫ રૂપિયાના ભાડાના દરે બેત્રણ કલાકના રેન્ટ પર એક બેકાર યુવાનને ડમી પપ્પા તરીકે લઈ ગયેલો.

એ તો સારું થયું કે ડમી પપ્પા બનીને ગયેલો પેલો ભાઈ, પ્રોફેશનલ ડમી પર્સન તરીકે નીવડેલો ડમી હતો. મિટિંગમાં પૂછવામાં આવેલા કેટલાક પારિવારિક પ્રશ્નોના એણે એટલા બેબાક અને તર્કબદ્ધ દલીલો સાથે ઉત્તરો આપેલા કે એ સાંભળીને પેલો વિદ્યાર્થી બે ઘડી તો પોતાના પપ્પાને રિપ્લેસ કરી નાખવાના વિચારોમાં ખોવાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે ડમી શાઇન્સ મૉર પાવરફુલ ધેન ઓરિજિનલ શાઇન્સ!

هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024