સ્ત્રી જન્મદરમાં ત્યારે જ વધારો નોંધાશે જ્યારે..
ABHIYAAN|July 08, 2023
સરકાર તો દીકરીના જન્મદરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી રહેશે, પણ જો સરકાર પ્રયત્નો ન કરે - યોજનાઓ બહાર ન પાડે તો શું માતા-પિતાએ પોતાના બાળકને જન્મ આપવાની ફરજ ન નિભાવવી જોઈએ?
હેતલ ભટ્ટ
સ્ત્રી જન્મદરમાં ત્યારે જ વધારો નોંધાશે જ્યારે..

કેગના તાજેતરના રિપોર્ટ પ્રમાણે રાજ્યના એક પણ જિલ્લામાં પુરુષો કરતાં સ્રી જન્મદર વધ્યો નથી. વર્તમાન સમયમાં ગુજરાતમાં ૧૦૦૦ દીકરાની સામે ૯૧૮ દીકરીઓનો જન્મ થાય છે. ટૂંકમાં, પુરુષ અને સ્ત્રી દરનો જે રેશિયો છે એમાં બહુ ફેરફાર નોંધાયો નથી. વર્ષ ૨૦૧૫માં બેટી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી સ્ત્રી જન્મદરમાં બહુ ઉછાળો નોંધાયો નથી. આપણને આ સમાચાર વાંચીને પ્રશ્ન થાય કે ક્યાં-શું તકલીફ છે. સરકાર તો તેની રીતના પ્રયત્નો કરી રહી છે. સમાજની માનસિકતામાં પણ પરિવર્તન આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે તો પછી શું ખૂટે છે. કયા કારણ છે જેને કારણે બાળકીઓના જન્મદ૨માં વધા૨ો નથી નોંધાઈ રહ્યો. તો વાત એમ છે કે સરકારને તો બાજુ પર મૂકી દો. બાળકને જન્મ આપવો એ માતાપિતાના હાથમાં છે, દીકરો હોય કે દીકરી. સરકાર તો દીકરીના જન્મદરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી રહેશે, પણ જો સરકાર પ્રયત્નો ન કરે - યોજનાઓ બહાર ન પાડે તો શું માતા-પિતાએ પોતાના બાળકને જન્મ આપવાની ફરજ ન નિભાવવી જોઈએ? માતા-પિતા બાળક સરકાર માટે નથી લાવતાં, પોતાના માટે લાવે છે. પોતાનો પરિવાર આગળ વધારવા, ખુશીઓને આવકારવા માટે બાળક જન્મ લે છે. હવે જો સરકાર તમારા કન્યા રત્નની જવાબદારી ન પણ લે તો તમે માતા-પિતા તરીકે તેની જવાબદારીમાંથી છટકી જવા ભ્રૂણ-હત્યા જેવો રસ્તો અખત્યાર કરો તે કેટલા અંશે વાજબી છે? હવે આખી વાતમાં સરકારને તો બાજુ પર જ મૂકી દો. આપણા બાળકનું નિર્વહન કરવાની, પાલનપોષણ કરવાની જવાબદારી આપણી હોય છે. દીકરો હોય કે દીકરી - ભેદભાવ રાખ્યા વગર પણ કેગનો રિપોર્ટ જોતાં એવું ફલિત થાય છે કે માતા-પિતાને પોતાને જ રસ ન હોય દીકરીને જન્મ આપવામાં તો હવે એમાં સરકાર પણ શું કરવાની. જે કરવાનું છે એ આપણે કરવાનું છે, પરિવાર અને સમાજની જવાબદારી નિભાવવાનું કામ.

هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024