બાબુ, પડોશણ અને કવિતા..!!
ABHIYAAN|July 29, 2023
“મારી પડોશણની શું વાત કરું? આહ!... સોરી ‘આહ’ નહીં, પણ ‘વાહ’ કહેવાનું મન થાય. વાહ! એક લખલખું આવી જાય સમગ્ર શરીરમાં, એક દર્દ ઊપડે હૃદયમાં.”
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
બાબુ, પડોશણ અને કવિતા..!!

‘આપની આજ’ કેવી જશે એનો આધાર જ્યોતિષ પર નહીં, બાબુના કહેવા પ્રમાણે આપણા પડોશી પર અને તેમાંય પડોશણ પર છે. મારા મિત્ર બાબુ બૉસને તમે તમારી પડોશણનાં દર્શન ફક્ત એકવાર જ કરાવી દો તો એ તમને ગૅરન્ટીપૂર્વક કહી દેશે કે તમારું ભવિષ્ય કેવું છે!

પડોશણના પ્રકારોય અનેક છે. એમાં નેક કેટલી અને અ-નેક કેટલી એ તમે એને કેવો સહકાર આપો છો એના પર આધારિત છે. કેટલીક પડોશણો પાકિસ્તાન જેવો સ્વભાવ ધરાવતી હોય છે. પોતે તો જંપીને બેસે નહીં, આપણને પણ જંપીને જીવવા ન દે. એને ક્યાંય જંપ ન વળે. જોકે દિલ તો અવારનવાર Jump માર્યા જ કરતું હોય અને એ કારણે આપણને પણ જંપ ન વળે, આખો દિવસ અ-જંપ રહ્યા કરે. કેટલીક પડોશણો ફૅશનેબલ હોય છે, પરિણામે એના જીવનની પ્રત્યેક રંગોળીમાં કેટલા રંગ પૂરાયા છે તેનો ખ્યાલ તેના પતિને નથી હોતો, તેના કરતાં આપણને વધારે હોય છે – એવો વહેમ આપણને નહીં, પણ પત્નીને વેળાસર આવી જતો હોય છે. શિયાળો હોવાના માત્ર એક કારણે અને માત્ર એ જ કારણે જો આપણે ચહેરા પર સહેજ વેસેલિન કે ક્રિમ લોશન લગાવીએ તો વાઇફ તરત જ ઇન્ક્વાયરી કરવાની જ કે, “કેમ? કેમ.. આટલી ઉંમરે આ નખરાં શરૂ કર્યાં? પેલી સોસાયટીમાં રહેતાં'તાં ત્યારે પણ શિયાળો તો આટલો જ ઠંડો આવતો’તો, આ ઘરમાં કે આ ફ્લેટમાં શિયાળો કંઈ નવાઈનો આવ્યો છે?’

– હવે આવા સવાલોના જવાબો તમે આપો તોય દુ:ખી થાવ અને ન આપો ’ને મૌન રહો તો.. તો.. ઔર દુ:ખી થાવ..! કેટલીક પડોશણો વકીલ જેવી હોય છે. પોતે જીવતાં રહેવા માટે બાજુવાળાને ‘કિલ’ કરતી રહે! અને જો ભૂલેચૂકે કોઈ શિક્ષિકા પડોશણરૂપે મળી ગઈ.. તો ખલ્લા..સ! તમારા હસવામાંય એ વ્યાકરણની ભૂલો શોધવાની. તમારા ઘરમાં કશોક અવાજ થતો રહેતો હશે તો એ એના ઘરમાંથી દોડતી આવીને તમારા ઘરનાં બારણાં પાસે ઊભા રહીને ‘સી..સ, સી..ઈ...ઈ... સ...' જેવો ઇશારો કરતી રહેશે. તમે વળી કંઈક બીજું જ સમજીને શરમાતાં શરમાતાં વગર મૂછેય મૂછમાં સેન્ટિમીટરિયું અને પાછું સેન્ટિમેન્ટલિયું સ્મિત કરતાં થઈ જવાના! તમારા એ લાગણીભીના સ્મિતને એ વળી નફટાઈમાં ખપાવશે..અને આ રીતે ‘આંધળે બહેરું ફૂટાતું જશે!’

هذه القصة مأخوذة من طبعة July 29, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 29, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 mins  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024