પ્રાણીજગત પર માનવગ્રહણ
ABHIYAAN|August 12, 2023
જંગલી પ્રાણીઓને શહેરમાં વગર મહેનતે ખાવાનું મળી જતું. વિજ્ઞાનીઓએ જોયું કે સુરક્ષા અને વગર મહેનતનો આહાર મળતા તેમની વસતિમાં પણ નોંધપાત્ર વધારો થઈ ગયો હતો!
પ્રાણીજગત પર માનવગ્રહણ

વિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે, કેટલાંક વર્ષોથી પૃથ્વી પર માણસોની વસતિમાં અનિયંત્રિત વધારો જોવા મળ્યો છે. આમ તો પૃથ્વી પર ૮.૭ મિલિયન જેટલી પ્રજાતિઓ શ્વસે છે, પણ એક માણસ જ એવી પ્રજાતિ છે કે જેણે પૃથ્વીનો ૮૦% વિસ્તાર રોકી રાખ્યો છે. તદુપરાંત આ ધરા પરના સૌથી વધારે કુદરતી સંસાધનો અને સ્રોતોનો ઉપભોગ પણ આ પ્રજાતિ દ્વારા જ થઈ રહ્યો છે. કુદરતી ન્યાય પ્રમાણે આ પૃથ્વી પર જીવતાં પ્રત્યેક જીવનો આ તમામ સ્રોતોમાં હિસ્સો છે જ પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ‘બળિયાના બે ભાગ’ કહેવત અનુસાર માણસે બમણા જ નહીં, પણ આ વસુંધરાના અનેકગણા ભાગ પચાવી પાડ્યા છે. જે પ્રકૃતિની નજરમાં એના હકના પણ નથી!

માણસ પોતે અતિબુદ્ધિ પ્રજાતિ હોવાના કારણે તે અન્ય પ્રજાતિઓથી વિપરીત કુદરતના કોઈ નિયમની પરવા કરતો નથી જ્યારે સામે છેડે તમામ પ્રાણીઓ જૈવિક ચક્ર અને અનુકૂલનના સિદ્ધાંતોને અનુસરે છે, પરંતુ માણસ આ વ્યવસ્થાને કવિક્ષિત કરતો રહે છે. જેના ગંભીર ફેરફારો તેના સંસર્ગમાં આવેલા અન્ય પ્રજાતિઓનાં જીવનમાં તથા તેમનાં વલણમાં અને વર્તનમાં જોવા મળ્યા છે. એટલું જ નહીં, કેટલીક પ્રજાતિઓમાં તો કાયમી શારીરિક અને માનસિક ફેરફારો પણ નોંધાયા છે! 

વર્ષ ૨૦૧૯માં કોવિડની મહામારી ફેલાઈ અને સૌને પાંજરે પૂરતો માણસ પહેલીવાર ખુદ પાંજરે પુરાયો. આ એ સમય હતો જ્યારે જાહેર રસ્તા અને જાહેર સ્થળો નિર્જન બન્યાં. આ સમય દરમિયાન કેટલાક સુખદ ફેરફારો જોવા મળ્યા. જેમ કે વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું થવા લાગ્યું. નદીઓ ફરીથી ચોખ્ખી થઈ. દૂરનાં સ્થળો વધુ સ્પષ્ટ નજરે પડવા લાગ્યાં, પરંતુ આ સમય દરમિયાન વિચિત્ર ઘટનાઓ પણ બનવા લાગી. જંગલી પ્રાણીઓ શહેર તરફ આવવા લાગ્યાં અને તે ખાલી પડેલાં મકાનોમાં રહેવા લાગ્યાં અને કચરામાંથી ખોરાક મેળવવા લાગ્યાં!

થોડા સમય પહેલાં આવો જ એક વિચિત્ર કિસ્સો અમેરિકામાં નોંધાયો. અમેરિકા દેશના કેલિફોર્નિયા રાજ્યમાં એક હાઉસ અવાવરું પડેલું હતું. એમાં એક જંગલી રીંછે ધામા નાખ્યા હતા! મૂળે આ રીંછ આફ્રિકન બ્લૅક બેર હતું. તે આખો દિવસ બસ ઘરમાં પડી રહેતું હતું અને રાત પડતાં જ બહાર નીકળીને આસપાસના રહેવાસીઓનો કચરો ફેંદતું અને તેમાંથી ખાવા જોગ વસ્તુઓ મેળવી લેતું હતું. તેના વર્તનથી પ્રાણીવિદોને નવાઈ લાગી. એમને વધુ નવાઈ તો ત્યારે લાગી જ્યારે એમણે જોયું કે તે રીંછ તો હાઉસ છોડવા માગતું જ નહોતું!

هذه القصة مأخوذة من طبعة August 12, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 12, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024