દાળવડાંનો ઇતિહાસ લખનારા ઇતિહાસકારોનું એવું સંશોધન છે કે, ‘વડા’નું કુળ સાઉથ ઇન્ડિયા છે, પણ દેશના નાગરિકોને પોતાના જ એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જવા માટે વિઝા કે પાસપોર્ટની જરૂર પડતી નથી એમ કોઈ પણ ખાદ્યવસ્તુને કે ફૅશનની ચીજને પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આવી કોઈ જરૂર પડતી નથી. આ રીતે સાઉથ ઇન્ડિયામાંથી ફરતું ફરતું એ વડું દેશનાં અન્ય રાજ્યોમાં પણ પ્રવેશી ગયું અને ફરસાણ પ્રિય લોકોના હૃદયમાં વસી પણ ગયું. ભારત ‘વિવિધતામાં એકતા’ને ઉજાગર કરતો દેશ છે એ કંઈ અમથું થોડું કહેવાયું હશે? સાઉથ ઇન્ડિયાનું વડું જેમ ગુજરાતમાં આવી ગયું એમ ગુજરાતનાં ફાફડા – જલેબી – ગાંઠિયા પણ એટલા જ પ્રેમથી સાઉથ ઇન્ડિયામાં પ્રવેશી ગયાં અને લોકોનાં હૃદયમાં વસી ગયાં! વડાનું રાજ માત્ર ભારતમાં જ નહીં. શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સિંગાપોર જેવા દેશોમાં પણ ફેલાયું છે. ક્યાંક એને ‘વડા’ કહેવાય છે, ક્યાંક એને ‘વડે’ કહેવાય છે, ક્યાંક એને ‘વડાઈ’ કહેવાય છે, તો ક્યાંક એ ‘બારા’ તરીકે પણ ઓળખાય છે. આનો આધ્યાત્મિક અર્થ એ થયો કે “નામરૂપ જૂજવાં અંતે તો ‘એમનું એમ’ હોયે!”
જેમ અન્ય જાતિમાં હોય છે એમ ‘વડા’ની જાતિમાં પણ કેટલીક પેટાજાતિ પ્રજાતિ જોવા મળે છે. જેમ કે – મેંદુવડાં, દહીંવડાં, પાંઉવડાં, બટેટાવડાં, ટમેટાંવડાં, રસવડાં, કાંદાવડાં, મલાઈવડાં અને.. આપણાં દાળવડાં.
એક અંગ્રેજી પત્રકારના મત મુજબ મેંદુવડાંનું મૂળ વતન આજના કર્ણાટકનું શહેર ‘મડુર’ છે. દહીંવડાંનું વતન ઉત્તર ભારત છે, પાંઉવડાં કે વડાંપાંઉનું વતન મહારાષ્ટ્ર – એમાંય મુંબઈ છે. મલાઈવડાંનું વતન પશ્ચિમ બંગાળ છે. બટેટાવડાં, ટમેટાંવડાં, કાંદાવડાં કે રસવડાંનું વતન પૂરો ભારત દેશ છે, પણ.. દાળવડાંનું મૂળ વતન ગુજરાત છે. ગુજરાતે દરેક પ્રદેશના નાગરિકોને જેટલા પ્રેમથી અપનાવી લીધા છે એટલા જ પ્રેમભાવથી એણે દાળવડાં સિવાયનાં અન્ય પરપ્રાંતીય વડાંઓને પણ અપનાવી લીધાં છે.
هذه القصة مأخوذة من طبعة August 12, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 12, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.