ભારતના ચૂંટણી પંચે જ્યારથી પાંચ રાજ્યોમાં નિયમ અનુસાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે, ત્યારથી તે રાજ્યોમાં રાજકીય પક્ષોની દોડધામ સ્વાભાવિક રીતે જ વધી ગઈ છે. પાંચ વર્ષ સુધી જેઓ વીઆઈપી હતા તે રાતોરાત કોમનમેન અને કોમનમેન હતા તે બધા વીઆઈપી બની ગયા! આપણી લોકશાહીમાં ચૂંટણીનો અવસર એવો છે કે કમ સે કમ ત્યારે તો જનતાજનાર્દનને લાગે જ છે કે દેશમાં એક નાગરિક તરીકે પોતાનુંય કંઈક વજૂદ છે તો ખરું! મતદારોને આકર્ષવા માટે ચૂંટણીના મેદાનમાં નેતાઓનાં પ્રવચનોમાં ક્યાંક ઊભરાતો પ્રેમ તો ક્યાંક નફરતી ઝંઝાવાત, ક્યારેક ઉપરછલ્લા જનતાના મુદ્દા તો ક્યારેક જનતાનું ધ્યાન ભટકાવવાના મુદ્દા, વચનોની લહાણીનું તો પૂછવું જ શું? એક એકથી ચડિયાતાં પ્રલોભનો, અનેકવિધ તરકીબો, ચૂંટણી સભાઓ, રોડ શૉ, ઘરે ઘરે સંપર્ક, આટલું ઓછું હોય તેમ મીડિયાનો ૨૪ કલાક સદુપયોગ-દુરુપયોગ બધું જ..! જૂની કહેવત મુજબ પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય, હવેના સમયમાં પ્રેમ, યુદ્ધ અને ચૂંટણીમાં બધું જ યોગ્ય..બધું બધાને સ્વીકાર્ય…!
વિચાર કરો, આવા અત્યંત કોલાહલ અને ભેદભરમના વાતાવરણ વચ્ચે મતદારોએ સ્વસ્થ મને પોતાનો નિર્ણય કરવાનો કે હવે પછીનાં પાંચ વર્ષ માટે કોને શાસનધુરા સોંપવી? આ લખાઈ રહ્યું છે ત્યારે પાંચ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને મતદારોએ પોતાનો જનાદેશ મતપેટીમાં અંકિત કરી દીધો છે. સદ્નસીબે મતદાન પ્રમાણમાં વધુ થયું છે, પરંતુ પોતાની પસંદગીનો કળશ કોના માથે ઢોળ્યો છે તે જાણવા માટે આપણે ત્રીજી ડિસેમ્બર સુધી રાહ જોવાની છે. હાલ માત્ર આપણે છેલ્લા મહિનાઓ માં રાજકીય અને પ્રજાકીય સ્તરે જે વાતાવરણ જોયું, ભૂતકાળમાં જે-તે રાજ્યોની શું પરિસ્થિતિ હતી? અને હવે રાજકીય પક્ષો અને નેતાઓએ ચૂંટણી જીતવા માટે જે સારા-નરસા કે સાચા-ખોટા પ્રયત્નો કર્યા, તેમાં મતદારોનો મૂડ અંતિમ ક્ષણે કેવો રહ્યો હશે, તે સમજવા માટે નિષ્પક્ષ રહી એક તે પ્રયત્ન માત્ર કરવાનો છે.
هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે