એલોન મસ્કની સેટેલાઇટોનાં ઝૂમખાંઓ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપની ‘સ્ટારલિન્ક’ હાલમાં સારું કામ કરી રહી છે. મસ્કની સ્પેસએક્સ કંપનીના શેર્સના ભાવ વધી રહ્યા છે. મતલબ કે સ્ટારલિન્ક દ્વારા ઇન્ટરનેટ સેવા વિતરિત કરવાનું પ્રોસ્પેક્ટ ઊજળું છે. હાલમાં તે જગતના અમુક પોકેટ્સમાં કામ રહી છે, પરંતુ પૂર્ણ કક્ષાએ ચાલુ થશે પછી જગતનો કોઈ એવો ખૂણો બાકી નહીં રહે જ્યાં ઝડપી ઇન્ટરનેટ સેવા પ્રાપ્ત નહીં થતી હોય. પણ એ સાથે ઇન્ટરનેટ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા સાથે વળગી રહેવાની બીમારી વધુ ફેલાશે.
આજે જ આ વ્યસને એક મહામુસીબતનું સ્થાન લઈ લીધું છે. તન, મન અને ધન પર પણ તેની વરવી અસરો પડી રહી છે. ખાસ કરીને મગજ અને શરીર પર. ત્યાં સુધી કે તેના વળગણથી લોકોને છોડાવવા માટે અને તનમનની તંદુરસ્તી પાછી મેળવવા માટે ડિજિટલ ડિટોક્સિફિકેશન નામનો એક નવો અને જરૂરી આયામ વિશ્વભરમાં શરૂ થયો છે.
બોલવું, ઓછું ઓછું બતાવવું અથવા સોશિયલ મીડિયા પરથી લાંબો બ્રેક લેવો તેને આજકાલ મગજને શાંત પાડવા માટેનો ઉત્તમ ગણવામાં છે. તેના ફાયદાઓ દેખીતા છે. એક અભ્યાસનું તારણ કહે છે કે ઇન્ટરનેટથી માત્ર એક સપ્તાહ ઉપચાર આવે દૂર થવાથી પણ તન-મન પર ઘણી સારી અસર પડે છે. એક જૂથને એક સપ્તાહ માટે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટીક-ટૉકથી અળગું રખાયું હતું. પરિણામોમાં જણાયું કે એ જૂથાના સભ્યોમાં ડિપ્રેશનનું અને ચિંતાનું પ્રમાણ ઘટ્યું હતું અને તેઓના ઑવરઑલ આરોગ્ય પર નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
આરોગ્ય અને વ્યાયામની સાઇકોલૉજીના બેથ યુનિવર્સિટી કૉલેજના લેક્ચરર જેફરી લેમ્બર્ટ કહે છે કે, જો એક સપ્તાહમાં સારો ફરક પડ્યો તો વધુ લાંબો સમય અળગા રહીને વધુ ફાયદો મેળવી શકાય કે કેમ? તે બાબતનું સંશોધન તેઓ કરી રહ્યા છે. એક સપ્તાહ માટેનું સંશોધન પણ એમણે બેથ યુનિવર્સિટી ખાતે હાથ ધર્યું હતું. એમના કહેવા પ્રમાણે, ‘ઘણા લોકોએ માત્ર એક સપ્તાહની રજા રાખી તેમાં જ તેઓને સમજાઈ ગયું કે તેઓ કેટલી હદે ઇન્ટનેટનો દુરુપયોગ કરી રહ્યા હતા. ઘણાને રજા લીધા બાદ ખૂબ સારું લાગવા માંડ્યું અને ઇન્ટરનેટમાં જ પરોવાયેલાં રહેતાં હતાં તે બાબતનો અફસોસ પણ થયો હતો.
هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે