બે સદી પહેલાં લેખિકા મેરી શૈલીએ ગૉથિક નવલકથા ‘ફ્રેન્કનસ્ટાઇન; ઑર, ધી મૉડર્ન પ્રોમિથિઅસ’ સર્જેલી. વિજ્ઞાનકથાની પ્રચલિત વ્યાખ્યાને આધારે ઘણાને મતે સૌથી પહેલી સાયન્સ ફિક્શન નવલકથા ગણાતી આ કૃતિ આજે પણ ક્લાસિક સાહિત્યની યાદીમાં સ્થાન પામે છે. અલગ-અલગ પાત્રોના દૃષ્ટિકોણથી કહેવાતી વાર્તામાં કેન્દ્ર સ્થાને છે વિક્ટર ફ્રેન્કનસ્ટાઇન નામક યુવા વૈજ્ઞાનિક, જે નિર્જીવ વસ્તુમાં પ્રાણ ફૂંકવાનું રહસ્ય સમજવા મથે છે. એ સમયે ગેલ્વેનિઝમ તરીકે જાણીતા પ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકો મૃત પ્રાણીના અંગમાં વીજળી પ્રસરાવી તેનાં અંગોમાં જરાક હલનચલન કરાવતા હતા. આથી ત્યારે એવી માન્યતા પ્રચલિત થઈ રહેલી કે વીજળીનો કોઈ રીતે જીવિત સજીવમાં સંચિત પ્રાણ સાથે સંબંધ હોવો જોઈએ. વિક્ટર ફ્રેન્કનસ્ટાઇન પણ આવો પ્રયોગ હાથ ધરવા માટે, સ્મશાન અને કતલખાના જેવી જગ્યાએથી મદડાંઓનાં અંગ અને હાડકાં ભેગાં કરીને એક સમગ્ર શરીર ભેગું કરી, વીજળીના પ્રયોગથી એક મનુષ્યને જીવતો તો કરી દે છે, પણ એના જુગુપ્સાજનક દેખાવથી ડરીને તે નાસી છે. આ નવસર્જિત અનામી જીવ પણ ત્યાંથી ચાલ્યો જાય છે, એક પછી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટતી રહે છે અને મનુષ્યો પ્રતિ ઘૃણા એને દુષ્ટ બનવા પ્રેરે છે. પોતાના જનક વિક્ટરને શોધી, ધમકી આપીને માગણી કરે છે કે વિક્ટર તેના માટે એક સ્ત્રી સાથીદાર બનાવે! વિક્ટર કાર્ય શરૂ કરે છે, પણ એ વિચાર તેને ડરાવી મૂકે છે કે આ બંને જીવો વંશવેલો આગળ વધારી આફત નોતરશે તો? વિક્ટર એ સ્ત્રીનું શરીર નષ્ટ કરે છે અને અનામી જીવ પોતાના જ જનક સાથે વેર બાંધી લે છે. વિક્ટરની થનારી પત્નીની હત્યાની ધમકી આપી એ જીવ ચાલ્યો જાય છે. વાર્તા હજુ આગળ ચાલે છે, પણ અહીં અટકીએ.
هذه القصة مأخوذة من طبعة December 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ