ભારતમાં ચિત્તાના અસ્તિત્વના પ્રમાણ મૂળે આદિકાળથી મળે છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં નવપાષાણયુગનાં ગુફાચિત્રો એ સ્પષ્ટ કરે છે કે ચિત્તા એક સમયે સમગ્ર દેશમાં જોવા મળતા હતા. ભાષાવિદોના મત મુજબ, સ્થાનિક નામ ‘ચિત્તા’ ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં બોલાતી હિન્દુસ્તાની ઉર્દૂનો શબ્દ છે. કદાચ આ એકમાત્ર સસ્તન પ્રાણી છે જેને સમગ્ર વિશ્વમાં એક જ નામે, ચિત્તા તરીકે ઓળખાય છે. ‘ચિત્તા’ શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક ચિત્રકાયનો અપભ્રંશ છે, જેનો અર્થ ટપકાંયુક્ત એટલે કે સ્પોટેડ એવો થાય છે.
Felidae એટલે કે બિલાડી કુળની ૩૯ અન્ય પ્રજાતિઓથી (જેમાં દીપડો, વાઘ, સિંહ વગેરેનો સમાવેશ થાય છે) ચિત્તા આકારશાસ્ત્ર, શરીરરચના તેમ જ વર્તનની દૃષ્ટિએ ઘણા અલગ છે. આ પ્રજાતિની વિશેષતા એ છે કે ચિત્તા તેના પંજા બંધ કરી શકતા નથી, તેથી તેની પકડ નબળી હોવાથી ઝાડ પર ચઢી શકતા નથી, પરંતુ તે ‘પૃથ્વી પર રહેતું સૌથી ઝડપી પ્રાણી’ છે. ૧૨૦ km પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે તેમ જ તેની મહત્તમ ઝડપ ૧૩૦ કિ.મી. પ્રતિ કલાક છે.વળી, તે માત્ર ૩ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિ.મી. સુધીની ગતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, જે વિશ્વની અતિ મોંઘી લેવિશ કારના પિઅપ કરતાં પણ વધુ છે. ચિત્તા તેની મહત્તમ ઝડપથી દોડતી વખતે ૭ મીટર સુધીની છલાંગ લગાવી શકે છે. હળવું, પાતળું અને ચપળ શરીર જે એરોડાઇનેમિક્સના સિદ્ધાંતોને અનુરૂપ છે.
નાનું માથું, લાંબી પૂંછડી જે દોડતી વખતે દિશા ઝડપથી બદલવામાં અને સંતુલન જાળવવામાં મદદ કરે છે, તો મોટા નસકોરાં જે મહત્તમ ઑક્સિજન ગ્રહણ કરવામાં સહાયક છે. પ્રમાણમાં મોટું હૃદય અને ફેફસાં જે કાર્યક્ષમ રીતે ઑક્સિજનનું પરિભ્રમણ થાય એ રીતે એકસાથે કામ કરે છે. શરીર રચનાની આ બધી વિશેષતા ચિત્તાને પૃથ્વી પરનો સૌથી ઝડપી દોડવીર બનાવે છે. બંને આંખથી લઈને મોં સુધી ‘કાજલ’ જેવી કાળી પાતળી પટ્ટી, (ટીયર લાઇન) આ પ્રાણીની ઓળખ છે જે તેને, ખાસ કરીને દીપડાથી અલગ પાડવામાં મદદ કરે છે. ચિત્તાના શરીર પર લગભગ ૨,૦૦૦ જેટલા કાબરચિતરા સ્પોટ હોય છે અને દરેકમાં એક વિશિષ્ટ પેટર્ન હોય છે, જે તેને અન્ય ચિત્તાઓથી અલગ પાડે છે.
هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ