બિજ-થિંગ.
ABHIYAAN|Abhiyaan Magazine 22/06/2024
મીઠાં જળનો દ્વીપ:માઝુલિ
પ્રિયંકા જોષી
બિજ-થિંગ.

બ્રહ્મપુત્રાના વિશાળ જળવિસ્તાર વચ્ચે સ્થિત ભૂરાશિ એટલે આસામ રાજ્યની સરહદમાં આવેલો માઝુલિ ટાપુ. પૂર્વમાં બ્રહ્મપુત્રા, પશ્ચિમમાં સુબાનસિરી અને ઉત્તરમાં બ્રહ્મપુત્રાની એક પ્રશાખા ખેરકુટિયા અને ઝુટીથી ઘેરાયેલ આ ભૂખંડ માજુલિ અથવા માઝુલિ તરીકે ઓળખાય છે. ચારે તરફ નદીનાં મીઠાં જળ વચ્ચે પથરાયેલો ૩૫૨ ચોરસ કિ.મી. સુધીનો વિશાળ ટાપુ વિશ્વનો સૌથી મોટો નદીનો દ્વીપ છે, પરંતુ માઝુલિ વિશે આટલો પરિચય પૂરતો નથી. અહીંનું શાંત વાતાવરણ, અનેક જનજાતિઓ અને સમુદાયો થકી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને કુદરતે છુટ્ટા હાથે વેરેલું પ્રાકૃતિક સૌંદર્યથી તે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

જાણકારોના મતે ૧૭મી સદીમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે બ્રહ્મપુત્રાનું વહેણ બદલાયું અને ભયાનક પૂરની પરિસ્થિતિ ઊભી થયેલી. તેના કારણે આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ધરમૂળથી બદલાઈ ગઈ અને એ રીતે આ ટાપુની રચના થઈ. છેલ્લાં ૨૦૦ વર્ષમાં માઝુલિના કદમાં ઘણો ઘટાડો નોંધાતો રહ્યો છે. ૧૭૯૦ના દાયકામાં જે ટાપુ ૧,૩૦૦ કિ.મી.નો વિસ્તાર હતો, તે ૨૦૧૪ સુધીમાં માત્ર ૩૫૨ ચોરસ કિલોમીટર જેટલો બચ્યો છે, છતાં આજે પણ વિશ્વના સૌથી વિશાળ નદીના દ્વીપ તરીકે તેનું સ્થાન યથાવત્ છે.

પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળતું વિશિષ્ટ નૈસર્ગિક સૌંદર્ય માઝુલિમાં અનેકગણું થઈને પ્રગટે છે. જોરહાટ શહેરથી એક કલાક ફેરીબોટની સહેલ કરતાં આ રમણીય ટાપુ પર પહોંચી શકાય છે. બ્રહ્મપુત્રાનું વહેણ ખૂબ તીવ્ર હોવાને કારણે તેમાં તરવાનું તો શક્ય નથી, પરંતુ બોટ રાઇડિંગ, હાઇકિંગ, પૅરાસેલિંગ વગેરે વૉટર એક્ટિવિટીસ કરી શકાય છે. અહીંના પ્રદૂષણમુક્ત શાંત વાતાવરણમાં ઘણાં દુર્લભ પક્ષીઓ પણ જોવા મળે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ સ્વર્ગ સમું છે.

નદીના નિતાંત આલિંગનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. તેની હૂંફમાં હરિયાળી પ્રકૃતિનાં સંતાનોએ તેમનાં ઘર બનાવ્યાં છે. ટાપુ પર આવેલાં ૧૪૪ ગામમાં મિસિંગ અને દેઓરી, કૈબર્તા અને સોનોવાલ કચારી અને કોચ, કલિત, અહોમ, સુતિયા અને જોગી જેવા બિન-આદિવાસી જનજાતિ અને આસામી હિન્દુ સમુદાયો રહે છે, જે સદીઓ પહેલાં અરુણાચલ પ્રદેશ અને આસામથી અહીં આવીને વસ્યા છે. તેથી આ ટાપુમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથે વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓનો મેળાવડો પણ જોવા મળે છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 22/06/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 22/06/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નાલંદાના પતનનું એક પ્રકરણ

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?

time-read
6 mins  |
Abhiyaan Magazine 06/07/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024