બીંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 06/07/2024
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
પ્રિયંકા જોષી
બીંજ-થિંગ

તેલંગાણા સરહદ નજીક પણ કર્ણાટક રાજ્યની હદમાં પૂર્વોત્તર ખૂણે આવેલો બિદરનો કિલ્લો તેના વિશાળ અને કલાત્મક પરિસર માટે જાણીતો છે. અનેક સ્થાપત્યોથી શોભતાં આ સ્થળે રંગીન મહેલ, તખ્ત મહેલ, જામી મસ્જિદ અને સોલહ ખમ્મા મસ્જિદ મુખ્ય છે. રંગીન મહેલનો શણગાર અહીં લગાડવામાં આવેલી રંગબેરંગી સિરામિક ટાઇલ્સ છે, જેના પર કલાત્મક ભાત, ચિત્રો અને ફારસી આયાતો લખેલી છે. તખ્ત મહેલમાં રાજાનું આસન છે. સોલહ ખમ્મા મસ્જિદમાં આવેલા સોળ થાંભલાની ઉપર આકારેલી કલા આ સ્થળને અનન્ય બનાવે છે. મધ્યયુગીન પર્શિયા અને ઈરાનની કલાનો ઝળહળતો ઇતિહાસ અહીં દશ્યમાન છે. આ દશ્યને મન ભરીને જોયા પછી તેને કાયમ માટે સંઘરી લેવાનું મન ન થાય તો જ નવાઈ!

અને ખરેખર તે શક્ય પણ છે! બિદરની પ્રસિદ્ધ ધાતુ કલા ‘બિદરી આર્ટ’માં અહીંની સ્થાપત્ય કલા સીધેસીધે ઉતારી આવી છે. મહેલની દીવાલો, પ્રવેશદ્વારો અને થાંભલાઓ પર જોવા મળતી ફૂલવેલની ભાત તેના નાજુક સ્વરૂપે બિદરી કલાકૃતિઓમાં શોભે છે.

૧૪મી સદીમાં જ્યારે સુલતાન અહેમદ શાહ બહમાનીના શાસન સાથે દક્ષિણમાં ઇસ્લામિક રાજવંશનો પાયો નખાયો. બિદરના કિલ્લાનું નિર્માણ અહમદ શાહ વલી બહમાનીએ કરાવ્યું હતું. બિદર ખાતે ભવ્ય શાહી મહેલો અને દરબારોના નિર્માણ માટે ઈરાનના પ્રખ્યાત કારીગર અબ્દુલ્લા બિન કૈસરને અહી લાવવામાં આવ્યા હતા. તેમના દિશા-નિર્દેશને કારણે ફારસી અને ઈરાની કલાસંસ્કૃતિનો પ્રભાવ બિદર કિલ્લાની બાંધણી અને સુશોભનમાં જોઈ શકાય છે.

મદરેસા, મસ્જિદો, પરિસર અને પ્રવેશદ્વારો સહિત ૩૦થી વધુ સ્મારકો અહીં આવેલાં છે. સ્થાનિક ધાતુકામ કરતાં કલાકારો સાથે મળીને તેમણે કલાના નવા સ્વરૂપને જન્મ આપ્યો. બિદ૨માં જન્મેલી આ કલાને ‘બિદરી’ નામ આપવામાં આવ્યું. સુલતાનના શાસનકાળ દરમિયાન બિદર કારીગરો અને કલાકારો માટે મહત્ત્વનું કેન્દ્ર હતું. તે

સમયે આ ક્ષેત્ર બિદર હૈદરાબાદ રાજ્યનો ભાગ હતું. ૧૯૫૬ પછી તે આંધ્ર પ્રદેશ અને હાલમાં તેલંગાણા, હૈદરાબાદથી ૮૩ માઈલ દૂર સરહદે આવેલા કર્ણાટક રાજ્યનો ભાગ બની ગયો છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

ખોટી માન્યતાઓ

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ABHIYAAN

તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ

ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ફેમિલી ઝોન. બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન. બ્યુટી

લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 mins  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 mins  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 06/07/2024