ભુજના હીરસર આસપાસ દેવતાઓની બેઠકો
ABHIYAAN|Abhiyaan Magazine 17/08/2024
કચ્છના મુખ્યમથક ભુજનું હૃદય છે, હમીરસર તળાવ. ભુજ સહિત કચ્છવાસીઓના મનમાં જેનો મહિમા અનેરો છે, એવા આ તળાવની આસપાસ એટલાં મંદિરો અને મસ્જિદો છે કે જાણે દેવો અહીં બેઠક જમાવીને ભુજનું રખોપું કરી રહ્યા છે. અમુક મંદિરો તો સદીઓ જૂના છે, તો અમુક મસ્જિદો ભુજની સ્થાપના પહેલાંની છે. હમીરસર પાસે આવેલું નાકું આસપાસ આવેલા ભગવાન શંકરનાં મંદિરોના કારણે જ મહાદેવ નાકા તરીકે ઓળખાય છે.
સુચિતા બોઘાણી કનર
ભુજના હીરસર આસપાસ દેવતાઓની બેઠકો

ભુજ કચ્છ રાજની રાજધાનીનું શહેર રહ્યું છે. અત્યારે જિલ્લામથકનો દરજ્જો ભોગવે છે, પરંતુ લોકોના મન તો ભુજ અલબેલી નગરી છે. શાંતિપ્રિય, બધા જ ધર્મોમાં માનનારી પ્રજા અહીં હળી-મળીને રહે છે. જાણે તેનું જ પ્રતીક છે, ભુજના હમીરસર આસપાસનો વિસ્તાર. તળાવની પાળે અને તેની નજીકના વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓનાં ઘણાં મંદિરો છે, દરગાહ અને મસ્જિદો પણ અહીં છે. મહાદેવનાં મંદિરો અહીં વધુ છે. તો ભગવાન સ્વામિનારાયણે જ્યાં સ્વહસ્તે મૂર્તિની સ્થાપના કરી હતી તે પ્રસાદી મંદિર છે. ભૂકંપ પછી બનેલું સ્વામિનારાયણ મંદિર પણ હમીરસર પાસે જ છે. કબીર મંદિર, ગાયત્રી મંદિર, પુષ્ટિમાર્ગીની હવેલી (કૃષ્ણ મંદિર), સત્યનારાયણ ભગવાનનું મંદિર, સૂર્યપત્ની સૂર્યાણીનું મંદિર, બ્રહ્માજીનું મંદિર આ વિસ્તારમાં છે. ઉપરાંત મુસ્લિમ લોકોના આસ્થાના સ્થાન જીન્નત મસ્જિદ, ઇદગાહ, મહમ્મદ પન્નાહની મસ્જિદ, લધાશા પીરની દરગાહ, જીંદાપીરનો આરો વગેરે પણ હમીરસરની છાયામાં જ છે.

ભુજવાસીઓએ હરહંમેશાં – તમામ ધર્મોનો આદર કર્યો છે. સર્વધર્મ સમભાવ એ ભુજની તાસીર છે. આ શહેરમાં હિન્દુ મસ્જિદ ધર્મોના સ્થાનકો ઉપરાંત જૈન અપાસરા, પારસી લોકોનાં દેરાસર, લોકોની અગિયારી, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક ખ્રિસ્તી લોકોનાં ચર્ચ, શીખ લોકોનું ગુરુદ્વારા પણ છે. અહીં ઓશો રજનીશનું ધ્યાનકેન્દ્ર, બ્રહ્માકુમારીનું તપસ્યા ભવન, સાધુઓનાં સ્થાનકો છે.

શ્રાવણ માસમાં બધાં જ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ રહે છે. સાતમ આઠમનો મેળો હમીરસરના કાંઠે ભરાય છે, ત્યારે દૂર-દૂરથી આવતા ભાવિકો આસપાસના મંદિરોમાં ભાવપૂર્વક દર્શન કરે છે. તેવી જ રીતે દિવાળીના દિવસોમાં પણ મંગળા આરતીની આગવી પ્રથા ભુજમાં છે. લોકો ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વરસના દિવસે વહેલી પરોઢે મહાદેવ નાકે આવેલા મંદિરોમાં આરતી કરીને હમીરસરના કાંઠે આતશબાજીની મજા માણે છે. ક્યારેય મંદિરે ન જનારા લોકો પણ આ દિવસોમાં મંદિરમાં દર્શનાર્થે જાય છે. આ પ્રથા ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 17/08/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 17/08/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024