કચ્છનો ખેડૂત પ્રગતિશીલ છે, ઓછા પાણીમાં પણ ખેતી કરી જાણે છે, કેરી, ખારેક, દાડમ, ડ્રેગન ફ્રૂટ જેવા ખેતઉત્પાદનોની મોટા પાયે નિકાસ કરે છે. આ બધી વાત સાચી પરંતુ તે સાચી છે બાગાયતી ખેતી પૂરતી. અન્ય પાકની ખેતી કરતાં ખેડૂતોની સ્થિતિ અલગ છે. તેમાં પણ કચ્છમાં બધે હજુ સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચ્યા નથી. આથી ઘણા સિંચાઈ સુવિધાવિહોણા ગામોમાં ખેતીનો મુખ્ય આધાર આકાશી મહેર જ છે. છેલ્લા બે દાયકાથી વરસાદનું પ્રમાણ વધ્યું છે, દુષ્કાળનાં વર્ષો ઘટ્યાં છે, પરંતુ મેઘમહેર ખેતીમાં જરૂરી હોય તે સમયે જ થાય તેવું હોતું નથી. એકી સાથે વરસતું પાણી ખેતીને ઉપયોગી થવાના બદલે જમીનો ધોઈ નાખે છે. વરસાદી પાણીના સંગ્રહની પૂરતી વ્યવસ્થા પણ ન હોવાથી મોટા ભાગનું પાણી સમુદ્રમાં વહી જાય છે. તેમ જ બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી વગેરે પણ ખેતીને વધુ મોંઘી બનાવી રહ્યા છે. આથી સરહદી વિસ્તારમાં ખેતીનું પ્રમાણ ધીમે ધીમે પરંતુ ચોક્કસ રીતે ઘટી રહ્યું છે. અમુક ગામોની ખેડવાલાયક જમીન અત્યારે પડતર પડી છે. નવી પેઢી ખેતી કરવા રાજી નથી. યુવાનો ગામડાં છોડી રહ્યા છે. તેવી સ્થિતિમાં લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાની ત્રિભેટે વસેલા ઉસ્તિયા ગામની કાયાપલટ કરવાનો નિશ્ચય વતનપ્રેમી પણ વતનથી દૂર રહેનારા લોકોએ લીધો છે. ખેતી પોષણક્ષમ બને, વધુ ને વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી તેમણે નવો પ્રયોગ કર્યો છે- સહકારી ખેતીનો. જેમાં ખેતર એક વ્યક્તિનું, પૈસા બીજાના અને શ્રમ ત્રીજાનો. ત્રણેનો ખેતમાંથી મળતા વળતરમાં ભાગ. આ રીતે ગરીબ શ્રમિકો કે ખેતીની ઉજ્જડ બની ગયેલી જમીન ધરાવનારાઓને તો ફાયદો છે જ, સાથેસાથે ગામ પ્રત્યે પ્રેમ અનુભવતા અને પૈસા ધીરનારા લોકોને પણ ફાયદો છે. સહિયારી ખેતીના પગલે ગામમાં પણ વિકાસકામ થતાં તેની સૂરત પણ પલટાઈ રહી છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 24/08/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 24/08/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ