પ્રકૃતિ પર માણસ કાબૂ મેળવવા મથે છે કેમ કે માણસે પોતાનું ધાર્યું કરવું છે. માણસ પોતાને વિશ્વના કેન્દ્રમાં ગણે છે, તેમ જ બાકીનું બધું માણસ ગમે ત્યારે ખોટું, ખરાબ કે નકામું ગણી શકે છે. માણસ પોતાની તેમ જ અન્યની પ્રકૃતિ રાઇટ અને રોન્ગના ભેદભાવમાં મૂકે છે. સાંખ્યશાસ્ત્ર અનુસાર પુરુષ એટલે કે આત્મા સંસારમાં સાક્ષાત્કાર કરવા યોગ્ય છે અને બાકી બધું જે જણાય છે તે પ્રકૃતિ છે. પ્રકૃતિ માતા કહેવાય છે, શક્તિ છે. તંત્રશાસ્ત્ર મુજબ દરેક જીવ કે વ્યક્તિ પોતે શક્તિનું જ સ્વરૂપ છે. તથાપિ મિથ્યા જગતની હકીકત સાબિત કરે છે કે અપવાદ છોડતા બાકી બધાંને પોતાના હું વિષે જે ખ્યાલ હોય છે તે પ્રમાણે જ જીવવામાં રસ હોય છે, કામ ક૨વા માટેની પસંદગી હોય છે. એ રીતે જીવતી બહુમતી સામાન્ય સંજોગોમાં જે છે તે નાઉ સાથે પૂર્ણ રીતે સંમત નથી થતી. એટલે થાય છે એવું કે લોકો ડિમાન્ડ અને કમ્પ્લેન કરવામાં જ રચ્યાપચ્યા રહે છે. એમાં જ્યારે ડિમાન્ડનો રોલ પ્રભાવી અથવા અસરકારક જોવા મળે છે ત્યારે તેના પાયામાં કમ્પ્લેન તો હોય જ છે.
ઠંડી પડે ત્યારે ગમે. પછી ઠંડી ના ગમે એટલે ગરમી પેદા કરવા પ્રયત્ન શરૂ થાય.ગરમી જ્યારે કુદરત આપે ત્યારે શરૂમાં ઠીક લાગે. પછી ગરમી સહન ના થાય. પછી વરસાદ પડે તો સારું એમ થાય. વરસાદ ના પડે તો ફરિયાદ, વિરોધ અને નિઃસાસા. વરસાદની ડિમાન્ડ ચાલે. વરસાદ પડે એ ગમે. પછી વરસાદ અંગે વાંધાવચકા શરૂ થાય. બધાનું પોતપોતાનું જે સેટિંગ હોય તે જળવાય એ જ ગમે, એ સેટિંગ વધુ સ્ટ્રોન્ગ અને સ્માર્ટ થાય એ ગમે. બહુ બહુ તો પોતાના સેટિંગની વ્યાખ્યા થોડી નાની-મોટી કરી મન પોતાના રહેવાસ, કામની જગ્યા અને એકદમ નજીકના અન્ય જીવો સંબંધિત સેટિંગની થોડી ઘણી ફિકર કરે. જ્યારે મામલો હ્યુમન વિરુદ્ધ નેચરનો હોય ત્યારે પણ મનુષ્ય પોતાના પ્રદેશ કે રાજ્ય સુધી વિચાર કરે, લાગણી અનુભવે. ક્યારેક દેશ સુધી. એવું નથી કે મનુષ્યને સમજ નથી કે, નેચરનો વ્યાપ આખી પૃથ્વી પર છે અને તેથી આગળ ઊંચે દૂર ક્યાંય સુધી છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 14/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 14/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ