શુભેચ્છા અભિવ્યક્ત કરતાં શબ્દ માનવ જીવનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. વ્યક્તિ ભણેલો ના હોય અને ગ્રીટિંગની આપ-લે માટેનો શબ્દ જાણતો હોય તો કૉમ્યુનિકેશનની શરૂઆત થઈ શકે. સ્પેનિશમાં હોલા, ફ્રેન્ચમાં બોનજૂ, ઇટાલિયનમાં ચાઓ, ચાઇનીઝમાં નિહાઉ, ટર્કીશમાં મરહબા બોલતા સાંભળતા આવડે તો સ્માઇલ સાથે કનેક્શન બની શકે. કોઈ યુરોપિયન આપણને ‘કેમ છો?’ કહે તો આપણને ગમે. ભારતમાં નમસ્તે, વંદન, પ્રણામથી માંડી સલામ અને રામ રામ અને સત શ્રી અકાલ અને બીજાં કેટલાંય અભિવાદનકારક શબ્દ ચાલે છે. આખા વિશ્વની વાસ્તવિકતા જોઈએ તો મહત્તમ લોકો હલ્લો કે હલો કે હેલો બોલે છે. અંગ્રેજીમાં સાચો સ્પેલિંગ છે Hello, ક્યાંક Hallo વપરાય છે. પૃથ્વી પર માણસોને એકબીજાની નજીક લાવવામાં હેલોએ ઘણું કામ કર્યું છે. ફૉર્માલિટી લાગતાં આ વિદેશી તેમ જ પશ્ચિમી શિષ્ટાચારની અસર દરેક મિનિટે ભૂલોક પર પડતી હશે. ક્વૉન્ટમ ફિઝિક્સના નિયમ અનુસાર આપણા બ્રહ્માંડ સાથે બધાં બ્રહ્માંડમાં અડીઘડી હલો વર્ડ તરંગ સર્જે છે. થોડા સમયમાં આપણે એકબીજાને નૂતન વર્ષાભિનંદન કહીશું, તેવામાં આખું વર્ષ એકબીજાને જે હલ્લો કહેવાય છે તેના વિષે થોડું વિચારીએ.
કેટલાંય હિન્દી ગીતમાં હલો શબ્દ ઉપયોગમાં લેવાયો છે, દા.ત. ૧૯૬૨ની ‘બોમ્બે કા ચોર’ના ગીત ‘હલ્લો હલ્લો જી, કહો કયા જી'માં કિશોર કુમાર અભિનય સાથે મોજ કરાવે છે. ૧૯૮૪માં લાયોનલ રિચિના ‘હલો’ સોન્ગ ખૂબ ધૂમ મચાવેલી. હેલો શબ્દ સાથે કેટલાંય ટાઇટલ બન્યાં, કંપની બની. પ્રથમ નજરમાં જે શબ્દ ફક્ત એક સામાન્ય સંસારી ગ્રીટિંગ લાગે છે તે નાનકડો શબ્દ આધુનિક જગતમાં દેશ અને સંસ્કૃતિની સરહદ ઓળંગનારો અતિલોકપ્રિય શબ્દ છે. માણસનું જીવન બદલનાર શબ્દ હલો ફક્ત અભિવ્યક્તિ ન હતી, આ શબ્દ સ્ટાઇલ કે સ્ટેટમૅન્ટ તરીકે ખૂબ વપરાયો છે. ચેષ્ટા, ઇશારો, સંકેત સિવાય પ્રતીક તેમ જ ઉદ્દીપક કે ઉત્પ્રેરક તરીકે સમાજમાં દીર્ઘ જીવન જીવેલો આ શબ્દ હ્યુમને પોતાની હાજરીની જાહેરાત કરવા સાથે બીજાની ઉપસ્થિતિની નોંધ લેવા ટૂલ તરીકે વાપર્યો છે. હલો શબ્દમાં ઇન્સાન એવું કશું કહેતો નથી કે તે કોણ છે, શું કરે છે, શું સ્થિતિમાં છે. એક શબ્દ કરતાં હલોમાં ઘણું વધારે વજન હોવા છતાં, નમસ્કાર જેવા એક્સપ્રેશનમાં જેમ ચોક્કસ અર્થ રહેલો હોય છે તેમ હલો શબ્દમાં કોઈ અર્થ છુપાયેલો નથી. હા, હલો કેવી રીતે બોલવામાં આવે છે તેના પર ઘણો આધાર રાખી શકે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 26/10/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 26/10/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ