ભારે વિલંબ બાદ કે મોડે મોડે મળતો ન્યાય એ ન્યાય ન મળવા બરાબર છે. ભાજપના મહાભારાડી સંસદસભ્ય અને ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જંગે ચડેલા દેશના ટોચના કુસ્તીબાજો માટે આમ જ કહી શકાય એમ છે. પૂરા બાર મહિના આ ખેલાડીઓ બ્રિજભૂષણની જોહુકમી સામે અવાજ ઉઠાવતા રહ્યા, પણ એ સમયે કેન્દ્ર સરકારને કે ભારતીય જનતા પક્ષને કાને એમનો અવાજ પડ્યો જ નહીં. હવે છેક આટલા વખતે સરકારે હમણાં ચૂંટાઈ આવેલી કુસ્તી સંઘની નવી કારોબારીને બરખાસ્ત કરી માથે ચડેલા બ્રિજભૂષણને ખાળવાનો પ્રયાસ કર્યો છે. એ પણ ઑલિમ્પિક્સ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે આ રમતમાંથી પોતાની નિવૃત્તિ ઘોષિત કરી દીધી અને રાષ્ટ્રસમૂહ ખેલના મેડલ વિજેતા બજરંગ પુનિયાએ એને મળેલો પદ્મશ્રી એવૉર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘર બહાર, સડક પર મૂકી દીધો એ પછી!
એના વળતા દિવસે ભાજપને આખા પ્રકરણની ગંભીરતા સમજાઈ હોય એમ મદમસ્ત માતંગ જેવા બ્રિજભૂષણ શરણ સિંહને ખેલ સંગઠનથી છેડો ફાડી નાખવાની સૂચના મળી. પક્ષપ્રમુખ જયપ્રકાશ નડ્ડાને મળ્યા પછી તો બ્રિજભૂષણે જાણે મોક્ષના માર્ગે નીકળ્યો હોય એવી વાત કરી.
ખરેખર તો આ કામ ગયા જાન્યુઆરી મહિનામાં કરવાની જરૂર હતી. દેશની એક-બે નહીં, પણ પૂરી ૧૯ મહિલા કુસ્તીબાજોએ કુસ્તી સંઘના તત્કાલીન પ્રમુખ બ્રિજભૂષણ સામે જાતીય સતામણીના આક્ષેપ કર્યા હતા, પરંતુ એ આક્ષેપ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા. ખેલકૂદ મંત્રાલય દ્વારા કુસ્તીબાજોના આંદોલનની સદંતર અવગણના કરવામાં આવી. બ્રિજભૂષણ સામે તપાસ યોજવાને બદલે મહિલા કુસ્તીબાજોને એમની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું. ૧૯માંથી બારેક કુસ્તીબાજોને કોઈક રીતે શાંત પાડી દેવામાં આવી. આંદોલન નબળું પડ્યું એ પછી સરકાર તરફથી બ્રિજભૂષણ સામે નક્કર પગલાંની ખાતરી મળી એટલે જંગમાં બાકી રહેલા ખેલાડીઓએ આંદોલન પાછું ખેંચી લીધું.
هذه القصة مأخوذة من طبعة January 08, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 08, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...