શંકરસિંહ વાઘેલા... ગુજરાતના રાજકારણનું એક ટનાટન નામ. હા, વર્ષ ૧૯૯૬માં ભાજપથી છેડો ફાડીને એમણે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી એ વખતે આ ટનાટન શબ્દ એમણે ગુજરાતના જાહેરજીવનમાં રમતો મૂક્યો હતો. એમની સરકાર પણ ટનાટન સરકાર તરીકે ઓળખાતી.
આ શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુ હવે ફરીથી મેદાનમાં આવ્યા છે આ વખતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો નવો પક્ષ લઈને. બાવીસ ડિસેમ્બર, રવિવારે અમદાવાદમાં એક જાહેરસભામાં દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહની પક્ષના પ્રમુખપદે તાજપોશી કરીને બાપુએ ટનાટન રીતે ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયનો આરંભ કર્યો છે.
આમ તો, બાપુની રાજકીય રીતે આ ત્રીજી ઈનિંગ્સ છે. ૧૯૯૬માં કેશુભાઈ પટેલની સામે ખુલ્લો બળવો પોકારીને એમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની સરકાર બનાવી એ એમની પહેલી ઈનિંગ્સ. એ પછી બાપુ કોંગ્રેસમાં ગયા અને પ્રદેશપ્રમુખ બન્યા. કોંગ્રેસ છોડીને શરદ પવારની એનસીપીમાં ગયા. વચ્ચે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ મોરચો બનાવીને પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી. આ મોરચો કોઈ વિધિસરનો રાજકીય પક્ષ નહોતો, પણ સ્વતંત્ર રાજકીય સંગઠનની બાપુની એ હતી બીજી ઈનિંગ્સ. વચ્ચે થોડોક સમય એ શરદ પવારના પક્ષ એનસીપીમાં પણ જઈ આવ્યા.
પાંચ દાયકાના જાહેરજીવનમાં બાપુ પાંચ વખત લોકસભા અને એક વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. ગુજરાતના મુખ્ય મંત્રી ઉપરાંત વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહની સરકારમાં કાપડમંત્રી પણ રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય એકાંત ભોગવતા આવેલા બાપુ હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નામે ત્રીજી ઈનિંગ્સ રમવા મેદાનમાં ઊતર્યા છે. આમ તો આ પાર્ટીની રચના વર્ષ ૨૦૨૨માં ઑલરેડી થઈ ચૂકેલી, પણ એ સમયે પક્ષનું લૉન્ચિંગ ન થઈ શક્યું એટલે હવે વિધિવત્ રીતે આ પક્ષનું ઉદ્ઘાટન થયું છે.
هذه القصة مأخوذة من طبعة January 06, 2025 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 06, 2025 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...