ઓપરેશન થિયેટરની બહાર નીકળીને ગ્લવ્ઝ ઉતારતાં ડૉક્ટરે દીકરી જન્મી છે એવું કહ્યું ત્યારે શાહપરિવારમાં આનંદ આનંદ છાયો. કોઈ પણ માતા-પિતાની જેમ એ પણ હરખઘેલા થયાં, પણ એમનો હરખ ઝાઝું ન ટક્યો. બીજાં બાળકો ચાલતાં શીખ્યાં ત્યારે એમની દીકરી જ્યોતિ ગુમસૂમ બેસી રહેતી. માતા-પિતા ડૉક્ટર પાસે ગયાં ત્યારે ખબર પડી કે આ બાળકી ક્યારેય નહીં ચાલી શકે. ડૉક્ટરે કહ્યુંઃ ‘તમારી દીકરી સેરિબ્રલ પાલ્સી (સ્પાસ્ટિસિટી)ની બીમારી સાથે અવતરી છે...'
આજે આ વાતને છ દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે. એ દીકરી એટલે કે અમદાવાદમાં વસતાં ૬૨ વર્ષનાં જ્યોતિબહેન શાહ પોતાના જેવા અનેક દિવ્યાંગોની સહાય અર્થે જ્યોત ફાઉન્ડેશન ચલાવી રહ્યાં છે.
અમૃતલાલ શાહ અને ચંદ્રાબહેનને છ સંતાન, જેમાં જ્યોતિ બીજા નંબરે. પિતા દેશી નામું લખે અને માતા ઘરકામની સાથે બાળકોનો ઉછેર કરે. બધાં બાળકોનાં માવતરની જેમ જ્યોતિના જન્મ સમયે પણ શાહદંપતીને આનંદ થયો, પણ થોડા સમય બાદ ડૉક્ટરે કરેલા સેરિબ્રલ પાલ્સીના નિદાન બાદ એમનો આનંદ છીનવાઈ ગયો. શરીરના સંતુલનનું કાર્ય સંભાળતા મગજના હિસ્સાને કોઈક રીતે નુકસાન થવાથી બાળવયે જ ઘણુંખરું સેરિબ્રલ પાલ્સીનાં લક્ષણ દેખા દે. સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન કે એ પછી શિશુ-અવસ્થામાં મગજને આ પ્રકારની હાનિ આ વ્યાધિ નોતરી શકે, જેમાં બાળકને હાથ-પગમાં ખોડખાંપણ આવે અને એ આપમેળે ઊભું ન રહી શકે. કોઈ કિસ્સામાં બાળક મંદબુદ્ધિ પણ હોય.
જ્યોતિબહેનની વાત કરીએ તો, એમના બન્ને પગ અને એક હાથ કામ નથી કરતા. પરિણામે શરૂઆતથી જ એમને જીવનની અનેક પરીક્ષા પાસ કરવી પડી. કોઈ પણ શાળા એમને પ્રવેશ આપવા તૈયાર નહોતી. એક શાળામાં પિતાએ વધારે ફી આપવાની શરત કબૂલી અને જ્યોતિની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ. શરીરનો સાથ ઓછો હતો, પરંતુ મનનો સાથ મક્કમ હતો. આ કસોટીમાં માતા ચંદ્રાબહેને એને જબરો સાથ આપ્યો. સતત ૧૨ વર્ષ એ દીકરીને ખભે ઊંચકીને શાળાએ મૂકવા જતાં!
પિતાની ટૂંકી આવક, છ સંતાન, એમાં એક દિવ્યાંગ... આમ છતાં શાહપરિવાર એકબીજાની હૂંફથી જિંદગી જીવી રહ્યો હતો. જો કે કુદરતને કંઈ ઔર મંજૂર હતું. જ્યોતિ આઠ વર્ષની હતી ત્યારે પિતાનું કૅન્સરથી મૃત્યુ થયું. એકમાત્ર આવકનો સ્રોત પણ બંધ થયો. હવે સ્થિતિ વધુ પડકારજનક હતી.
هذه القصة مأخوذة من طبعة January 06, 2025 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 06, 2025 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...