એ ક સમય હતો, જ્યારે રૂમઝૂમ નોરતાં શરૂ થતાં એટલે સ્ત્રીઓને સૌથી પહેલાં સાંભરતી સિલ્વર જ્વેલરી. આભલાં ભરેલાં પરંપરાગત ચણિયા-ચોળી સાથે જૂની ટ્રેડિશનલ ડિઝાઈનનાં હાર, કડાં, ઝૂમકા, કમરપટ્ટો જેવાં આભૂષણને પૉલિશ કરાવવા આપવામાં આવતાં. ગામઠી સ્ટાઈલના । કુરતા પર બુટ્ટી કે ઝૂમકી પહેરવામાં આવતી. સમય બદલાયો ને ચાંદીનાં આભૂષણો દાબડામાં બંધ થયાં. નવી ફૅશન ઑક્સિડાઈઝ્ડ જ્વેલરી આવી, જ્યાં જુઓ ત્યાં ઑક્સિડાઈઝ્ડ સેટ્સ અને માંગ-ટીકા દેખાય.
જો કે છેલ્લા થોડા સમયથી લગનગાળામાં સિલ્વર જ્વેલરીએ પાછું કાઠું કાઢવા માંડ્યું છે. અલબત્ત, નવાં રૂપ-રંગ સાથે. હૅવી સ્ટાઈલ નેકલેસથી લઈ ઈયરિંગ્સ, વીંટી, રજવાડી હાર, કુંદન સેટ, નવ-રત્નજડિત સેટ્સ, કમરપટ્ટા, હેરબેલ્ટ, ચૉકર સેટ, બાજુબંધ, દુલ્હન સેટ જેવી અનેક વરાઈટી ચાંદીમાં જોવા મળે છે. વળી, ઝાઝા ઠઠારાને બદલે એક મોટો, સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે ઓળખાતો દાગીનો પણ ચાલમાં છે.
આ વિશે ચિત્રલેખા સાથે વાત કરતાં અમદાવાદની મિસોરી સિલ્વર શૉપનાંઅલ્પા અગ્રવાલ કહે છે: ‘હાલ વેડિંગમાં સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ નીકળવાનું એક કારણ એ છે કે હવે આવી જ્વેલરીમાં અનેક પ્રકારની નવી વરાઈટી આવી છે. ખાસ કરીને ડેસ્ટિનેશન વેડિંગ માટે સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ વધુ રહે છે. લગનગાળામાં પસંદ કરવામાં આવતી સિલ્વર જ્વેલરીને હેરિટેજ જ્વેલરી અર્થાત્ પરંપરાગત ઘરેણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારની દુલ્હન પોતાનાં લગ્નમાં જરા હટકે અંદાજ પસંદ કરે છે. પરિધાનથી લઈને જ્વેલરીમાં એને જાતજાતના વિકલ્પ જોઈએ છે. અમારે ત્યાં સૌથી વધુ જુદા જુદા પ્રકારના સ્ટોન, ગોલ્ડ, સિલ્વરને મિક્સ કરીને બનતા અને ફ્યુઝન જ્વેલરી તરીકે ઓળખાતા દાગીનાની અને સિલ્વર-બેઝ કુંદન જ્વેલરીની ડિમાન્ડ છે. આ ઉપરાંત, સિલ્વર જ્વેલરીમાં ઍનિમલ અને બર્ડ્સની ડિઝાઈન પણ ખૂબ ચાલે છે. સિલ્વર જ્વેલરીનો રૉયલ લુક ખાસ કરીને જયપુરમાં તૈયાર થાય છે, જેને કારણે એમાંથી રજવાડી ઠાઠ ઝળકે છે. ગુજરાતની વાત કરીએ તો, રાજકોટમાં બનતી સિલ્વર જ્વેલરી લોકોને વધુ આકર્ષે છે.
هذه القصة مأخوذة من طبعة February 05, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 05, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.