રણમાં ખીલ્યું કમળ
Chitralekha Gujarati|February 19, 2024
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના શુભ દિવસે નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અનેક દૃષ્ટિએ ઐતિહાસિક એવા આ મંદિરસર્જનની વણકથી વાતો.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
રણમાં ખીલ્યું કમળ

રા કલ્પના કરોઃ મધ્ય પૂર્વના દેશમાં એક હિંદુ મંદિર સર્જાય છે, જે જ માટે મુસ્લિમ રાજા જમીન દાનમાં આપે, જ્યાં લીડ આર્કિટેક્ટ ખ્રિસ્તી હોય, ફાઉન્ડેશન ડિઝાઈનર બુદ્ધિસ્ટ હોય, પ્રોજેક્ટ ડિઝાઈનર શીખ હોય, કન્સ્ટ્રક્શન કંપની પારસીમાલિકીની, પ્રોજેક્ટના ચૅરમૅન જૈન પરંપરામાંથી આવતા હોય અને... ચીફ કન્સલ્ટન્ટ તો એવા, જે ધર્મમાં જ માનતા ન હોય! દુનિયાભરની ૬૦,૦૦૦થી વધુ નાની-મોટી વ્યક્તિએ જેની ઈંટ મૂકી હોય. એક એવું મંદિર, જેને વિશ્વસમસ્ત વધાવી લે, એનો ઉત્સવ ઊજવે.

વૈશ્વિક સંવાદિતાનું આવું બેનમૂન ઉદાહરણ એટલે અબુ ધાબીમાં સર્જાયેલું બીએપીએસ હિંદુ મંદિર. ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન થશે.

વડા પ્રધાનના બે દિવસના અબુ ધાબીપ્રવાસ દરમિયાન ૧૩ ફેબ્રુઆરીની સમી સાંજે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં યોજાનારા આહલાન મોદી (નમસ્તે મોદી) કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પચાસ હજારથી વધુ ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. બીજા દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના શુભ દિવસે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા મહંત સ્વામી તથા અન્ય સદ્ગુરુ સાધુસંતોની ઉપસ્થિતિમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. માત્ર સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જ નહીં, પરંતુ ભારત અને દુનિયાના અન્ય દેશોમાં વસતા શ્રદ્ધાળુઓ આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભારત બહાર વસતા ભારતીયોમાં યુએઈ ચોથા ક્રમાંકે આવે છેઃ યુએઈમાં ૩૮ લાખથી વધુ ભારતીયો વસે છે.

૧૯૯૭માં પ્રમુખ સ્વામીએ શારજાહના રણમાં મંદિરસર્જનના કરેલા સંકલ્પથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં હિંદુ સ્થાપત્યશૈલીના ધર્મસ્થળને શાસક શેખની મંજૂરી... આમ રચાયો ઈતિહાસ.

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની યુએઈની આ સાતમી મુલાકાત હશે. હજી ૨૦૨૩ના ડિસેમ્બરમાં પર્યાવરણ જાળવણીને લગતી વૈશ્વિક પરિષદમાં હાજરી આપવા એ એક દિવસ માટે દુબઈ ગયેલા. બીજી બાજુ, ૨૦૨૪ના પ્રારંભમાં યુએઈ પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપી.

હિંદુ મંદિર તરફ પાછા ફરીએ તો, અશક્ય લાગતું આ કાર્ય કેવી રીતે શક્ય બન્યું?

هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 mins  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 mins  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 mins  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 mins  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 mins  |
January 06, 2025