એક વિદ્યાર્થીએ ક્લાસમાં સાઈકોલૉજીના પ્રોફેસરને પૂછ્યું: સર, જીવનમાં દિલની વાત સાંભળવી જોઈએ કે દિમાગની?
પ્રોફેસરે એક વાર્તા કહી:
એક ખેડૂતના બે ઘોડા હતા. એમાંથી એક ઘોડો આંધળો હતો. બન્ને ઘોડા સાથે જ ખેતરમાં ચરવા જતા હતા, પરંતુ આંધળો ઘોડો ઘણી વાર ભૂલો પડી જતો અથવા છૂટો પડી જતો. ક્યારેક એક જ ઘોડો ઘરે આવતો અને ખેડૂતે એને શોધવા માટે ઘરે આવેલા ઘોડા પર સવાર થઈને અંધારામાં ખેતરમાં જવું પડતું. થાકેલા ઘોડાને પણ આવી રાતપાળી કરવાનો કંટાળો આવતો. ખેડૂતનો સમય બગડતો એ નફામાં!
ખેડૂતે એક કીમિયો કર્યો. એણે બીજા ઘોડાના ગળામાં ઘંટડી બાંધી અને એને થોડી થોડી વારે ગરદન હલાવીને ઘંટડી વગાડવાની અને આંધળા ઘોડાને એ અવાજની દિશામાં રહેવાની તાલીમ આપી. હવે બન્ને જ્યારે ખેતરમાં જાય ત્યારે આંધળો ઘોડો એના સાથીદારની ઘંટડીના અવાજ પ્રમાણે દોરવાતો. ઘંટડીવાળો ઘોડો પણ એવો ટેવાઈ ગયો હતો કે થોડી થોડી વારે એ ગરદન હલાવીને એના અંધ સાથીને સંકેત આપતો રહે. બન્ને ઘરે પાછા આવતા હોય ત્યારે પણ ઘંટડીવાળો ઘોડો ઊભો રહેતો અને પાછું જોઈને ગરદન હલાવતો, જેથી આંધળો ઘોડો બીજા રસ્તે જતો ના રહે. આમ, ખેડૂતની સમસ્યા ઊકલી ગઈ અને બન્ને ઘોડા સુખરૂપ એમનું જીવન જીવવા લાગ્યા. બધાની રાતપાળી બંધ થઈ ગઈ.
પ્રોફેસરે કહ્યું: ‘આપણું અંગત અને વ્યાવસાયિક જીવન પણ આ બે ઘોડા જેવું છે. એમાં ઘણી વાર આપણે આંધળા ઘોડા જેવું કરીએ છીએ અને ઘણી વાર ઘંટડીવાળા ઘોડા જેવું. આંધળો ઘોડો આપણા દિલનું પ્રતીક છે, જે અંતઃસ્ફુરણાથી વર્તતું હોય છે. ઘંટડીવાળો ઘોડો આપણા દિમાગનું પ્રતીક છે, જે સમય-સંજોગો પ્રમાણે દિલને કાબૂમાં રાખીને વ્યવહારુ નિર્ણય કરે છે.’
***
આપણે લવ ઈઝ બ્લાઈન્ડ કહીએ છીએ. એવું માનીએ છીએ કે પ્રેમમાં આપણે સારા-નરસાનો ભેદ ભૂલી જઈએ છીએ. વિચાર કરો કે જો દિમાગ આંધળું થઈ જાય તો સાચી દિશા માટે ઘંટડી કોણ વગાડશે?
هذه القصة مأخوذة من طبعة April 08, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 08, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.