ધડામ... એક પ્રચંડ બૉમ્બધડાકો, અગનજ્વાળામાં લપેટાયેલો પર્વત, બ્લાસ્ટથી હવામાં ફંગોળાયેલી કેટલીક બસ અને એક અદશ્ય અવાજઃ યે એક નયા રણ હૈ ઔર ઈસે જીતને કે લિયે એક નયી રણનીતિ કી જરૂરત હે... સંતોષસિંહ દિગ્દર્શિત રણનીતિઃ બાલાકોટ ઍન્ડ બિયોન્ડ નામની વેબ-સિરીઝનું એક દૃશ્ય. ચિત્રલેખાનો આ અંક આપના હાથમાં હશે ત્યારે આ સિરીઝ જિયો સિનેમા પર આવી ગઈ હશે. કલાકારો છેઃ જિમી શેરગિલ, આશુતોષ રાણા, લારા દત્તા, આશિષ વિદ્યાર્થી, વગેરે.
દિગ્દર્શક રંજન ચડેલની ધ સાબરમતી રિપોર્ટ એ ૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગ પાછળનું સત્ય શોધતા પત્રકારત્વની વાત છે. રાશિ ખન્ના અને ટ્વેલ્થ ફેઈલવાળો ફાંકડો ઍક્ટર વિક્રાંત મેસી છે. આ ફિલ્મ ત્રણ મેએ રિલીઝ થવાની હતી, પણ હવે ઓગસ્ટમાં રિલીઝ થશે.
ડિરેક્ટર એમ.કે. શિવઆકાશની એક્સિડન્ટ ઑર કન્સ્પિરસીઃ ગોધરામાં એ કમનસીબ ઘટનાની તપાસ માટે નિમાયેલા નાણાવટી શાહ મહેતા પંચના અહેવાલ પર આધારિત છે. રણવીર શૌરિ, મનોજ જોશી, હિતુ કનોડિયા અને રાજીવ સુરતી જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે સત્ય શોધવાનોઃ શું એ એક કમનસીબ અકસ્માત હતો કે પૂર્વનિયોજિત કાવતરું? ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી, પણ ગોધરાના પ્રવાસમાં હજી પહેલો પડાવ, સેન્સર સર્ટિફિકેટ જ મળ્યું નથી. હવે કદાચ ચુનાવ પછી રિલીઝ થશે.
હવે જરા આ શીર્ષક જુઓઃ ધ ડાયરી ઑફ વેસ્ટ બેંગાલ, ધ યુપી ફાઈલ્સ, જેએનયુઃ જહાંગીર નૅશનલ યુનિવર્સિટી, વગેરે વગેરે.
મુદ્દો એ કે ઈલેક્શનની પહેલાં અને પછી સત્ય રાજકીય ઘટનાઓ આધારિત ફિલ્મોની ભરમાર લાગી છે અથવા લાગવાની છેઃ જવાન (જેની ક્લાઈમેક્સમાં શાહરુખ મતદાન કેવી રીતે કરવું એની સુફિયાણી સલાહ એક સ્પીચમાં આપે છે) અને ફાઈટર ઉપરાંત વેક્સિન વૉર, ઑપરેશન વૅલેન્ટાઈન, યોદ્ધા, આર્ટિકલ ૩૭૦, બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી, સેમ બહાદુર, મેં અટલ હૂં, સ્વાતંત્ર્ય વીર સાવરકર, વગેરે.
વિશેષ તો, બાલાકોટ ઍરસ્ટ્રાઈકની ઘટનામાં સર્જકોને ઘણો રસ પડ્યો છે. ૨૦૧૯માં પુલવામા ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટુકડી પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૪૦ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે આનો પહેલો બદલો લીધો ફાઈટ૨ે. ત્યાર બાદ ઑપરેશન વૅલેન્ટાઈન, અને હવે આ નવી વેબ-સિરીઝઃ રણનીતિ...
هذه القصة مأخوذة من طبعة May 06, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 06, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...