ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
Chitralekha Gujarati|May 13, 2024
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
હેતલ રાવ
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન

દેશમાં સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. આ પર્વ એટલે લોકસભાની ચૂંટણી. હા, આપણે ત્યાં ચૂંટણી પણ તહેવારની જેમ જ ઊજવવામાં આવે છે. મહિનાઓ અગાઉ રાજકીય પક્ષોની સાથે સાથે નાની-મોટી અનેક વ્યક્તિ એની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે.

અગાઉ રાજકારણમાં બહુ ઓછી સ્ત્રી સક્રિયપણે રસ લેતી. જે મહિલા રાજકારણમાં હતી એમાંથી પણ અમુક તો પિતા કે પતિના રાજકીય ઉત્તરાધિકારી તરીકે કામ કરતી. આપમેળે રાજકારણમાં ઝંપલાવતી સ્ત્રીઓની સંખ્યા ઝાઝી નહોતી. હવે એવું રહ્યું નથી. બીજાં ક્ષેત્રની જેમ રાજકારણમાં પણ હવે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હા, એટલું ખરું કે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી હજી એની વિનેબિલિટીના એટલે કે જીતવાની ક્ષમતાના આધારે થાય છે. મની પાવર કે મસલ પાવર મૅનેજ કરવામાં પુરુષના પ્રમાણમાં સ્ત્રી પાછળ પડી જાય છે એ કારણે રાજકીય પક્ષોના ઉમેદવારોમાં સ્ત્રીની સંખ્યા ૧૫-૨૦ ટકાથી વધારે હોતી નથી.

ખેર, એક વાત તો નક્કી છે કે ચૂંટણીમાં વળી મહિલાને શી ખબર પડે? એવું હવે રહ્યું નથી. મહિલાઓમાં મતદાનની ટકાવારી પણ ઉપર જઈ રહી છે. એટલું જ નહીં, સ્ત્રીઓ હવે જુદા જુદા પક્ષોના ઉમેદવાર, ચૂંટણીમાં એમને સ્પર્શતા મુદ્દા, વગેરે વિશે ચર્ચા પણ કરે છે.

કિટી પાર્ટી એટલે પંચાત કરતી સ્ત્રીઓની મીટિંગ એવું ઘણા હજી માને છે, પણ ના, સાવ એવું નથી. કેટલાંક કિટી ગ્રુપની મેમ્બર્સ કોઈ ને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ પણ કરે છે. એવાં કેટલાંક કિટી ગ્રુપ સુદ્ધાં છે જેમાં ચૂંટણી ટાણે મતદાર જાગૃતિનું કામ થાય છે. અહીં વાત છે એવાં જ  મહિલા ગ્રુપ્સની.

લોકશાહી ઝિંદાબાદઃ અમદાવાદ હોય કે અંકલેશ્વર, કિટી ગ્રુપ હોય યા યોગ કેન્દ્ર,

લોકોની સામાન્ય વિચારશૈલી પ્રમાણે મહિલા એટલે ઘર સંભાળનારી ગૃહિણી, બાળકોનો સારો ઉછેર કરનારી માતા અને એથી પણ વધુ આજના યુગમાં પતિને ઘરવ્યવહારમાં મદદ કરવા માટે નોકરી કરતી સ્વનિર્ભર સ્ત્રી. જો કે ચૂંટણી આવે ત્યારે ઘરના વડીલ પુરુષ કહે એમ અને કહે તો જ મતદાન કરવા જતી અબોલ નારી પણ ખરી. અલબત્ત, હવે આ સ્થિતિ બદલાઈ છે. હવે તો પડદા પાછળ રહીને ઘર, ઑફિસ સંભાળતી મહિલાઓ ચૂંટણીમાં પણ પોતાની ખાસ ભૂમિકા નિભાવે છે. ટિકિટ આપવામાં રાજકીય પક્ષ ભલેને મહિલાઓ સાથે અન્યાય કરે!

هذه القصة مأخوذة من طبعة May 13, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 13, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
Chitralekha Gujarati

જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ

સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.

time-read
5 mins  |
November 25, 2024
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
Chitralekha Gujarati

સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!

હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.

time-read
2 mins  |
November 18, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.

time-read
1 min  |
November 18, 2024