એમ કહેવાય છે કે બાળકની પહેલી શિક્ષક મા હોય છે. ફર્સ્ટ ફ્રેન્ડ પણ મા. અરે, બાળકનું જીવન પણ મા જ હોય છે, કારણ કે જીવન દેનારી પણ મા જ હોય છે. આ અંકનાં આગલાં પૃષ્ઠો પર માતા-પુત્રીની અમુક વિલક્ષણ જોડીની વાતો વાંચી. હવે જાણીએ ને માણીએ એક એવી માતાની વાત, જેણે પોતે કાંટાળી કેડી પર ચાલી સંતાનો માટે રાજમાર્ગ તૈયાર કર્યો. એમનું નામ પ્રીતિ જેઠવા. ત્રણ સંતાનનાં માતા. પુત્રી કંપની સેક્રેટરી. એક પુત્ર, વિશાલ જાણીતો છે મર્દાની-ટુથી લઈને છેલ્લે આવેલી ટાઈગર-થ્રી જેવી ફિલ્મ તથા વેબ-સિરીઝ હ્યુમન માટે. એ એના સોશિયલ મિડિયા હૅન્ડલ પર વિશાલ નરેશ પ્રીતિ જેઠવા એમ લખવાનું પસંદ કરે છે. બીજો પુત્ર રાહુલ પણ સક્ષમ અભિનેતા. અને વન્ડર વુમન જેવાં પ્રીતિબહેન એ શું કરે છે? જો કે પ્રૉપર ક્વેશ્ચન આમ હોવો જોઈએઃ એમણે શું કર્યું છે સંતાનોને અહીં સુધી પહોંચાડવા માટે? આ સવાલના જવાબ મેળવવા ચિત્રલેખા મળે છે પ્રીતિબહેનને... ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી એ વાચકોને લઈ જાય છે દીવ.
જૈન મંદિરો, ઘોઘલાની ચોપાટી, ૧૬મી સદીનો કિલ્લો, વગેરે માટે જાણીતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દિવસો સાંભરતાં પ્રીતિબહેન કહે છેઃ
મારો જન્મ દીવમાં. અમારો આઠ જણનો પરિવાર: મા-બાપ, પાંચ બહેન ને એક ભાઈ. પિતાને ટીબીનો વ્યાધિ. કારમી ગરીબી સિવાય કંઈ જ કાયમી નહોતું. મા ઘર ઘરનાં કામ કરતી. આમાં ભણવાનું તો ક્યાંથી થાય? શાળામાં શિક્ષકો પણ એમનાં ઘરનાં કામ અમને સોંપતા, ગણિત-વિજ્ઞાનના પિરિયડ પૂરા થાય ત્યાં સુધીમાં આટલાં કામ કરી આવો, વગેરે. માંડ સાતમી ચોપડી સુધી હું ભણી શકી.’
માત્ર ૧૬-૧૭ વર્ષની વયે પ્રીતિબહેનનાં લગ્ન મૂળ દીવના, પણ મુંબઈમાં વસતા નરેશ જેઠવા સાથે થયાં. એ મુંબઈમાં મશીન એમ્બ્રોઈડરીનું નાનું-મોટું કામ કરતા. ઘરના સૌ ઉત્સાહિત હતાઃ દીકરી લગ્ન કરીને મુંબઈ જાય છે. ૧૯૮૦ના એ દાયકામાં મુંબઈનું જબરું આકર્ષણ હતું (આજેય છે). છોકરો મુંબઈમાં કરે છે શું, રહે છે ક્યાં, એ બધું ગૌણ હતું. મુંબઈ શબ્દ જ મહત્ત્વનો હતો ઉત્સાહિત થવા માટે.
هذه القصة مأخوذة من طبعة May 20, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 20, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.