પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
Chitralekha Gujarati|June 10, 2024
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
અરવિંદ ગોંડલિયા (સુરત) । સમીર પાલેજા (મુંબઈ) । સુનીલ માંકડ (ભુજ) દેવેન્દ્ર જાની (રાજકોટ)
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...

૪૦ અંશ સેલ્સિયસ તાપમાનની ભઠ્ઠીમાં આખું સુરત શેકાઈ રહ્યું હતું ત્યારે એક પોલીસસ્ટેશનમાં એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ ઓછું ટેમ્પરેચર હતું. અંદર પ્રવેશ્યા ત્યારે લાગ્યું કે આ પોલીસસ્ટેશન નહીં, પણ કોઈ ગાર્ડન છે. ઘેઘૂર વૃક્ષોથી ઘેરાયેલા આ પોલીસસ્ટેશનની મુલાકાત તન-મનને શીતળતા પ્રદાન કરે એવી છે. આ છે સુરતનું કાપોદ્રા પોલીસસ્ટેશન, જેણે નાગરિકોની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાનું પણ બીડું ઝડપ્યું છે.

વરાછા રોડ પર કામરેજથી સ્ટેશન આવતા ડાબે હાથે વૃક્ષોનું ઝુંડ દેખાય તો સમજી લેવું કે એ કાપોદ્રા પોલીસસ્ટેશન છે. એમ તો અહીં વર્ષોથી લીમડા, પીપળા, આસોપાલવનાં વૃક્ષો અડીખમ જોગીની જેમ ઊભાં છે, પણ હવે સરગવો, ચંપો, કરેણ, કેળ, ટ્રાવેલર પામ, પેન્ડેન્ટ, એક્લિફા, જાસૂદ, તિલક તુલસી, સ્પાઈડર પ્લાન્ટ્સ, બોરસલ્લી સહિત વિવિધ વનરાજી જૂના જોગીને સાથ આપવા રોપવામાં આવી છે.

ખાખી પોલીસનું લીલું મિશન

સમજો કે મુખ્ય મકાનની ચારેકોર વૃક્ષોનું ઍર કન્ડિશનર રચાયું છે એટલે ગરમીમાં તાપમાન પ્રમાણમાં ઠંડુ રહે એ સ્વાભાવિક છે. પર્યાવરણપ્રેમી એમ.બી. ઔસુરાએ અહીં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ચાર્જ લીધો ત્યારથી તો પોલીસમથક વધુ હરિયાળું બની રહ્યું છે. સોનામાં સુગંધ ભળે એમ આ પોલીસ અધિકારીની મુલાકાત સુરતના ગ્રીન મૅન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે ગ્રીન મૅન વિરલ દેસા થઈ. વિરલભાઈ ભારતના ત્રણ રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત છે અને એમને પર્યાવરણ સંરક્ષણ માટે છ રાષ્ટ્રીય સમ્માન મળ્યાં છે.

વિરલભાઈ સાથેની પહેલી મુલાકાતમાં જ કાપોદ્રા પોલીસસ્ટેશનને ગ્રીન પોલીસસ્ટેશન બનાવવાનું નક્કી થયું અને એ જ સપ્તાહમાં કામ પણ ચાલુ કરી દેવાયું. નવસોથી વધુ વૃક્ષો અને છોડવા રોપવામાં આવ્યાં. એક મહિનામાં તો ખિસકોલી, પતંગિયાં, પક્ષીઓની આવન-જાવન વધી ગઈ. ચકલીને આશરો આપવા પચ્ચીસથી વધુ માળા પણ મૂક્યા છે.

આગામી એક મહિનામાં અહીં સોલાર, રેઈન વૉટર હાર્વેસ્ટિંગ તેમ જ બાયો-ડાઈવર્સિટીનાં કામ થશે. દીવાલો પર પર્યાવરણ જાગૃતિનાં મેસેજ અને પેન્ટિંગ હશે. અરે, લૉકઅપમાં પણ પર્યાવરણ શરૂ કૉકસ ધામો માય અને પ્રકૃતિ સંરક્ષણને લગતાં ચિત્રો બનાવાયાં છે.

هذه القصة مأخوذة من طبعة June 10, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 10, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
Chitralekha Gujarati

વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...

અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.

time-read
4 mins  |
July 01, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.

time-read
1 min  |
July 01, 2024
આજની ઘડી તે રળિયામણી...
Chitralekha Gujarati

આજની ઘડી તે રળિયામણી...

દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી

time-read
2 mins  |
July 01, 2024
છવાઈ ગયા બચ્ચન...
Chitralekha Gujarati

છવાઈ ગયા બચ્ચન...

દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.

time-read
2 mins  |
June 24 , 2024
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
Chitralekha Gujarati

સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.

time-read
3 mins  |
June 24 , 2024
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
Chitralekha Gujarati

અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?

પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...

time-read
3 mins  |
June 24 , 2024
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
Chitralekha Gujarati

બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...

બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.

time-read
3 mins  |
June 24 , 2024
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
Chitralekha Gujarati

ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...

ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!

time-read
2 mins  |
June 24 , 2024
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
Chitralekha Gujarati

ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?

ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.

time-read
4 mins  |
June 24 , 2024
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
Chitralekha Gujarati

અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...

‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.

time-read
3 mins  |
June 24 , 2024