રમત રમાડે રાવણ...
Chitralekha Gujarati|June 10, 2024
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
દેવેન્દ્ર જાની (રાજકોટ) |
રમત રમાડે રાવણ...

રાજકોટવાસી પ્રદીપસિંહ ચૌહાણની આંખોમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી છે. એ કહે છેઃ ‘મારા પરિવારના આઠ સભ્યો ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. આગની ઘટના બાદ ત્રણની ભાળ મળી, પણ મારા દીકરા સહિત હજી પાંચ લાપતા છે. હવે હું એકલો જ રહ્યો છું. જો આ અગ્નિકાંડ માટેના જવાબદારોને આકરી સજા પહેલાં જામીન મળશે તો હું એમને છોડીશ નહીં. આને ધમકી સમજો કે પછી એક બાપની વેદના... મારે સરકારની કોઈ સહાય જોઈતી નથી.’

તો શહેરની એક ખાનગી હૉસ્પિટલના દરવાજે સ્વજનોની કોઈ ભાળ મળે એની રાહ જોઈ રહેલા ચંદ્રસિંહ જાડેજા ચિત્રલેખાને કહે છે: ‘કસૂરવારો સામે કોઈ આકરાં પગલાં લેવાશે એવી આશા તો નથી.’

આવી વેદના એકલ-દોકલની નથી, રાજકોટમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બાદ આવો આક્રોશ ઠેર ઠેર સાંભળવા મળી રહ્યો છે. ૨૮ મે, મંગળવારની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ડીએનએ ટેસ્ટના આધારે ફક્ત ૧૬ મૃતકોની ઓળખ થઈ શકી છે. સત્તાવાર મરણાંક ૨૮ ગણીએ તો પણ હજી વણઓળખાયેલા મૃતદેહો પડ્યા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ત્રીસેક જણ તો હજી લાપતા હોવાનું બોલાઈ રહ્યું છે.

ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે હૈયાં હચમચાવી દેતી ઘટનાને અઠવાડિયું વીતવામાં હશે. શું બન્યું હતું એ દિવસે?

પચ્ચીસ મેનો એ ગોઝારો દિવસ...

ગયા વીકએન્ડમાં એટલે કે ૨૫ મે, શનિવારે રાજકોટવાસીઓ ફરવા નીકળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે લોકો બપોર બાદ ફરવા નીકળે. સમર વેકેશનમાં બાળકો સાથે કેટલાક રાજકોટવાસીઓ શહેરના કાલાવડ રોડ, નાના મવા નજીક એક મોટી હોટેલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગયા. ૭૦-૮૦ જેટલાં કિશોર-કિશોરી-બાળકો વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યાં હતાં. રાજકોટ ઉપરાંત ગોંડલ, ધ્રોલ અને આસપાસનાં ગામોમાંથી પણ ટીનએજર્સ આવ્યા હતા.

સાંજે પાંચેક વાગ્યે આકરા ઉનાળાની ગરમીને કારણે ગેમ ઝોનના પતરાનો શેડ તપતો હતો ત્યાં અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી. ગણતરીની સેકન્ડોમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો આખો ગેમ ઝોન ભીષણ આગમાં લપેટાઈ ગયો અને ૨૮થી વધુ આગમાં ભડથું થઈ ગયા. ગેમ ઝોન જાણે લાક્ષાગૃહમાં ફેરવાઈ ગયો.

هذه القصة مأخوذة من طبعة June 10, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 10, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati

મંગલ ગાઓ. ભાઈ..

સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.

time-read
2 mins  |
July 01, 2024
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 mins  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 mins  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 mins  |
July 01, 2024
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
Chitralekha Gujarati

વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...

અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.

time-read
4 mins  |
July 01, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.

time-read
1 min  |
July 01, 2024
આજની ઘડી તે રળિયામણી...
Chitralekha Gujarati

આજની ઘડી તે રળિયામણી...

દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી

time-read
2 mins  |
July 01, 2024
છવાઈ ગયા બચ્ચન...
Chitralekha Gujarati

છવાઈ ગયા બચ્ચન...

દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.

time-read
2 mins  |
June 24 , 2024
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
Chitralekha Gujarati

સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.

time-read
3 mins  |
June 24 , 2024
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
Chitralekha Gujarati

અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?

પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...

time-read
3 mins  |
June 24 , 2024