ચાલો, આજે ડ્રો છે. મારા દીકરાનું નામ આવી જાય તો ભગવાનનો આભાર. પછી એના ભવિષ્યની ચિંતા નહીં રહે...
અહીં કોઈ આર્થિક લાભ કે ચીજવસ્તુનો ડ્રો નથી થઈ રહ્યો. આ ડ્રો સ્કૂલ ઍડ્મિશન માટેનો છે. સામાન્ય રીતે બાળકોનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં ઍડ્મિશન ઝંખતા હોય છે, પરંતુ સુરતમાં તો કેટલીક સરકારી શાળામાં પ્રવેશ માટે રીતસર પડાપડી થાય છે. એનું કારણ એ છે કે શ્રેષ્ઠ શિક્ષણ અને અદ્યતન સુવિધામાં ખાનગી શાળાની બરોબરીમાં ઊભી રહેવા સુરતની કેટલીક સરકારી પ્રાથમિક શાળા સક્ષમ બની છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત એક જ કૅમ્પસમાં ચાલતી ત્રણ પ્રાથમિક શાળા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, પ્રમુખ સ્વામી મહારાજ અને લતા મંગેશકર શાળાની વાત કરીએ તો ગયા મહિને અહીં ઍડ્મિશન પ્રક્રિયા શરૂ થઈ ને ત્રણેક દિવસમાં પૂરી પણ થઈ ગઈ. આ ત્રણ શાળામાં કુલ ૩૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે બેથી ત્રણ હજારનું તો વેઈટિંગ લિસ્ટ હોય છે. એટલે જ અહીં વહેલા તે પહેલાના ધોરણે નહીં, પણ ડ્રો સિસ્ટમથી વિદ્યાર્થીને પ્રવેશ મળે છે. એ અગાઉ પ્રવેશ ફૉર્મ ભરવા માટે શાળામાં લાંબી લાઈન લાગે છે. ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, વેપારી અને ઉદ્યોગપતિઓનાં સંતાનો પણ અહીં અભ્યાસ કરે છે.
એવું તે શું છે આ સરકારી શાળામાં કે મધ્યમ તો છોડો, અમીર વર્ગના વાલીઓ પણ અહીં ઍડ્મિશન લેવા ઉતાવળા રહે છે?
વિજય ઝાંઝરૂકિયા
هذه القصة مأخوذة من طبعة June 24 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 24 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.