સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati|July 01, 2024
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
પાર્થ સુખપરિયા (જામનગર)
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગરમાં પર કિલ્લા જેવા સ્થાપત્ય કદા માટે એક સમયે એવું કહેવાતું કે એની ટોચ પરથી જોજનો દૂરનું ભૂજ સુદ્ધાં નજરે પડે છે. ચૂનાના પથ્થરમાંથી સર્જાયેલી આ ઈમારતના સુંદર નકશીકામવાળા ઝરોખા, ફૂલપટ્ટાની કોતરણીવાળી રાંગ, આર્કેડ ગૅલરી, વગેરે ભૂજિયા કોઠાની બેજોડ રાજપૂતાના અને પર્શિયન બાંધકામશૈલીની ઓળખ આપે છે. એક સમયે અભેદ્ય એવા આ કોઠાને શસ્ત્રાગાર તથા ચોકી તરીકે વાપરવામાં આવતો.

કમનસીબે જામનગરની શાન સમી આ ઐતિહાસિક ઈમારત ૨૦૦૧ના ભૂકંપમાં સંપૂર્ણ ધ્વસ્ત થઈ હતી. હવે સારા સમાચાર એ છે કે શહેરમાં તળાવની પાળે આવેલા ખંભાળિયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરિટેજ સાંકળ સમાન ભૂજિયા કોઠાનું પુનઃ નિર્માણનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. એ પછી લાખોટા તળાવ, ખંભાળિયા દરવાજા અને ભૂજિયો કોઠો એક પ્રવાસનસ્થળ બની જશે.

આ ભૂજિયા કોઠાનું સર્જન જામનગરના રાજવી જામ રણમલ બીજાએ વર્ષ ૧૮૪૦ના દુષ્કાળ સમયે રાહતકામગીરીના ભાગ રૂપે કર્યું હતું. ૧૮૪૦થી ૧૮૫૨ સુધી ચાલેલાં બાંધકામ બાદ ગોળ બાંધણીવાળી, ભૂજિયા કોઠા તરીકે ઓળખાતી તથા અંદાજે એકસો ફટ ઊંચાઈ ધરાવતી આ કળાત્મક ઈમારત એ જમાનામાં સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઈમારત હતી. તે વખતે ભૂજિયો કોઠો તત્કાલીન નવાનગર સ્ટેટની ગઢની રાંગનો હિસ્સો જ હતો આથી એના । પુનઃ સર્જનને જામનગરનાં રજવાડાં તથા એ વખતના સૌરાષ્ટ્રનાં રજવાડાંના ઈતિહાસને સમજવા માટે અતિ મહત્ત્વનું ગણી શકાય.

આઠેક વર્ષ પહેલાં ગુજરાત સરકારે આ ઈમારતનું પુનઃ નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો અને આગવી ઓળખ કૅટેગરીની ગ્રાન્ટ મેળવી જામનગર મહાપાલિકાને આ કામ સોંપવામાં આવ્યું. ૨૦૧૬માં પુરાતત્ત્વખાતા સાથે પરસ્પર સમજૂતીના કરાર કરી ઈમારતને એનું મૂળ સ્વરૂપ આપવા રિસ્ટોરેશન શરૂ થયું. ૨૦૨૦ના જૂનમાં ડિઝાઈન સહિતની રિસ્ટોરેશનની કામગીરી શરૂ તો થઈ, પણ ઈમારતની નીચે આવેલી દુકાનોનું શું કરવું એ પ્રશ્ન ઊભો થયો. પ્રોજેક્ટની ગંભીરતા ધ્યાનમાં લઈ જે દુકાનો પાસે કોઈ પુરાવા નહોતા એને તાત્કાલિક દૂર કરવામાં આવી. અમુક દુકાનમાલિકોએ કોર્ટ કેસ કર્યા, જેનું સુખદ સમાધાન લાવી એમને વૈકલ્પિક જગ્યા આપી કામકાજ શરૂ કરવામાં આવ્યું.

هذه القصة مأخوذة من طبعة July 01, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 01, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
Chitralekha Gujarati

ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?

પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...

time-read
2 mins  |
July 01, 2024
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
Chitralekha Gujarati

દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...

પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.

time-read
3 mins  |
July 01, 2024
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
Chitralekha Gujarati

જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...

વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.

time-read
4 mins  |
July 01, 2024
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
Chitralekha Gujarati

જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...

સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.

time-read
2 mins  |
July 01, 2024
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
Chitralekha Gujarati

અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...

પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?

time-read
4 mins  |
July 01, 2024
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
Chitralekha Gujarati

વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય

યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.

time-read
2 mins  |
July 01, 2024
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati

મંગલ ગાઓ. ભાઈ..

સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.

time-read
2 mins  |
July 01, 2024
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 mins  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 mins  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 mins  |
July 01, 2024