જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
Chitralekha Gujarati|July 01, 2024
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
કેતન મિસ્ત્રી
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...

દુનિયાઆખીને ઉધ્વસ્ત કરી નાખનાર જીવલેણ કોરોના વાઈરસની બીમારીએ વારાણસીમાં વસતાં જ્યોતિ પરીખના જીવન પર જાણે બ્રેક લગાવી દીધી. મૂળ વડનગરના વિશા વણિક વૈષ્ણવપરિવારમાંથી આવતાં ને આયખાના સાડા પાંચ દાયકા વટાવી ચૂકેલાં જ્યોતિબહેનના પતિ રાજીવ પરીખનો જ્ઞાનનગરી વારાણસીમાં ઈલેક્ટ્રોનિક્સનો સ્ટોર. થોડા સમય પહેલાં વેપારમાં દગો-વિશ્વાસઘાતનો ફટકો વાગતાં એમણે સરકારી ટેન્ડર પર ધ્યાન દોર્યું. માંડ થોડાં વર્ષે પરીખપરિવાર સ્થિર થયો ત્યાં આવ્યો. કોવિડ ને ૨૦૨૦ના ડિસેમ્બરમાં સાઠ વર્ષી રાજીવભાઈનું અકાળ અવસાન થયું. પરીખપરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પત્ની અને જવાન પુત્ર-પુત્રીનાં જીવન જાણે થંભી ગયાં.

૨૬ વર્ષની ગરિમા પ્રિયદર્શિનીને કહે છેઃ ‘એવું નહોતું કે પપ્પાના એકાએક જવાથી અમે રસ્તા પર આવી ગયાં. મારા ભાઈ ગર્વીતે પપ્પાનું કામકાજ સંભાળવા માંડ્યું, પણ આર્થિક સંકટ હતું ખરું. એથીય વિશેષ ચિંતા મમ્મીની હતી, કેમ કે મમ્મીનું જીવન પપ્પાની આસપાસ જ ફરતું. એનો દિવસ ઊગતો પપ્પાનાં ચા-નાસ્તાથી ને રાત પડતી ડિનર તથા નિયમિત લેવાતી એમની દવા-ગોળીથી. પપ્પા વારાણસીના સમાજમાં આગળ પડતા હતા, જાણ્યાઅજાણ્યાને, દીનદુખિયાને મદદ કરવી, સારા-નરસા પ્રસંગમાં ઊભા રહેવું, ઘરે આવનારનો આતિથ્યસત્કાર, વગેરે ચાલુ જ હોય. એ કારણે અમારે ત્યાં મહેમાનોનો આવરોજાવરો સતત રહેતો. જો કે પપ્પા અવારનવાર મમ્મીને મનગમતી પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન આપતા, પણ એ વિશે વિચારવાનો એને સમય જ મળ્યો નહોતો. પપ્પાની ઓચિંતી વિદાયથી મમ્મીને પ્રચંડ આઘાત લાગ્યો હતો. એ એકલી પડતી ને જૂની યાદોમાં ખોવાઈ જતી. એને આમાંથી બહાર કાઢવી, કશીક પ્રવૃત્તિમાં વ્યસ્ત કરવી જરૂરી હતું. ટૂંકમાં, એવું કશુંક કરવું, જેથી જીવનની અટકી ગયેલી ગાડી ફરી દોડતી થાય...’

એ અરસામાં વારાણસીમાં પરીખપરિવારની સ્નેહી એવી યુવતી શિખા શાહે હસ્તબનાવટના કારીગરો માટે સ્થાપેલી સ્ક્રેપશાલામાં એક ઈવેન્ટનું આયોજન કર્યું, જેમાં જ્યોતિબહેન-ગરિમાએ ગુજરાતી વાનગીઓનો સ્ટૉલ રાખ્યો. વાનગીઓ ખૂબ વખણાઈ એટલે મા-દીકરીએ ૨૦૨૧ના માર્ચમાં શરૂ કર્યું: ધ ગુજ્જુ ઠેલા.

هذه القصة مأخوذة من طبعة July 01, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 01, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
Chitralekha Gujarati

ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?

પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...

time-read
2 mins  |
July 01, 2024
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
Chitralekha Gujarati

દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...

પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.

time-read
3 mins  |
July 01, 2024
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
Chitralekha Gujarati

જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...

વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.

time-read
4 mins  |
July 01, 2024
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
Chitralekha Gujarati

જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...

સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.

time-read
2 mins  |
July 01, 2024
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
Chitralekha Gujarati

અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...

પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?

time-read
4 mins  |
July 01, 2024
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
Chitralekha Gujarati

વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય

યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.

time-read
2 mins  |
July 01, 2024
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati

મંગલ ગાઓ. ભાઈ..

સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.

time-read
2 mins  |
July 01, 2024
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 mins  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 mins  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 mins  |
July 01, 2024