એક નોકરિયાત પરિવારમાંથી આવતી દીકરીએ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનના સ્નાતક તરીકે ડિગ્રી મેળવી ત્યારે કુટુંબના લોકો એને સતત કહેતા કે તું પણ પરિવારના બીજા સભ્યોની જેમ નોકરી કરીને કરિયર બનાવજે... પરંતુ આ દીકરીના મનમાં કંઈક જુદું જ રમતું હતું. એને નાનપણથી જ નૃત્ય પ્રત્યે લગાવ હોવાથી એ ડાન્સિંગમાં જ કારકિર્દી ઘડવા માગતી હતી-પ્રોફેશનલ ડાન્સર બનવા ઈચ્છતી હતી...
અને જે નિર્ધાર સુમને કર્યો હતો એ એણે સિદ્ધ પણ કર્યો. તામિલનાડુ અને કર્ણાટકમાં રહી ભરતનાટ્યમની તાલીમ લઈને આજે સુમન દક્ષિણની આ નૃત્ય સંસ્કૃતિને ગુજરાતી ટચ આપીને ગુજરાતીઓ સુધી સરળ રીતે પહોંચાડવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.
અમદાવાદમાં થોડા સમય અગાઉ યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટનાં સુમન ઉપાધ્યાયને પ્રાઈડ ઑફ ગુજરાત-ડિવાઈન ભરતનાટ્યમ ડાન્સર ઑફ ગુજરાતના ટાઈટલથી નવાજવામાં આવ્યાં ત્યારે તાળીના ગડગડાટથી હૉલ ગુંજી ઊઠ્યો. ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્ય સાથે ભાષા, કર્ણાટકી સંગીત અને વિવિધ મુદ્રાનું ખાસ મહત્ત્વ હોય છે. આ ભરતનાટ્યમ નૃત્યની આરાધના આસાન નથી.
અહીં વાત કરવી છે ભરતનાટ્યમનું મૂળ સ્વરૂપ જાળવી રાખીને આ નૃત્યને ગુજરાતી લોકો વચ્ચે સરળ રીતે પ્રસ્તુત કરવા જેમણે કમર કસી છે એવાં એક ગુજરાતી નૃત્યાંગનાની. રાજકોટનાં આ દીકરીએ પોતાની કરિયરને નૃત્ય સાથે જોડીને લાંબો સમય ચેન્નઈ અને બેંગલુરુમાં ગુરુ-શિષ્યની પરંપરાથી ભરતનાટ્યમની તાલીમ લીધી છે.
هذه القصة مأخوذة من طبعة July 22, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 22, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.