ગુજરાતભરમાં અનેક બસ દોડે છે. લાખો લોકો બસમાં મુસાફરી કરે છે. આખા રાજ્યમાં બધે તો રેલવે પહોંચે નહીં, ત્યાં સામાન્ય લોકો માટે એસટી બસ જ વાહનવ્યવહારનું એક સાધન છે. ઘણી વાર બસની મુસાફરી મુશ્કેલભરી પણ હોય. ખાસ તો પાંચ-સાત કલાકની મુસાફરી કરવાની હોય ત્યારે મુસાફરોને અનેક સમસ્યા થાય. એમાં પણ બસ રસ્તામાં બગડે તો તો પત્યું. ખખડધજ બસ, સમયપાલનનો સદંતર અભાવ, ભરોસો ન રાખી શકાય એવી સેવા અને ક્યારેક કર્મચારીઓનું ઉદ્ધત વર્તન... તમામ રાજ્યોનાં એસટી નિગમ આને કારણે વગોવાયેલાં છે.
જો કે ગુજરાત માર્ગ પરિવહન નિગમની એક એવી પણ બસ છે, જેની સોશિયલ મિડિયા પર ચર્ચા સારાં કારણસર થઈ રહી છે. એ બસ એટલે નડીયાદથી સાળંગપુર જતી ભક્તિ બસ.
એની ચર્ચા થવા પાછળનું મુખ્ય કારણ છે બસના ૪૩ વર્ષના કન્ડક્ટર સંદીપ મહેન્દ્રભાઈ બારોટ, જે માત્ર નોકરી જ નહીં, લોકસેવા પણ કરે છે. નડિયાદ એસટી ડેપોમાંથી રોજ સવારે ભક્તિ બસ ઊપડે. એના પ્રવાસનો આરંભ થાય રાષ્ટ્રગીતથી. હા, નડિયાદ-સાળંગપુર રૂટની બસમાં રોજ રાષ્ટ્રગાન થાય. ગુજરાતની આ પ્રથમ એવી એસટી બસ છે, જેમાં નિયમિત રાષ્ટ્રગીત ગવાતું હોય. આ બસ અરણેજ (બુટ ભવાની માતાનું મંદિર), ગણપતપુરા અને સાળંગપુર એમ ત્રણ ધાર્મિક સ્થાને જતી હોવાથી એને ત્રિવેણી યાત્રાધામ દર્શન બસ તરીકે ઓળખવામાં આવે છે.
هذه القصة مأخوذة من طبعة August 05, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 05, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.