આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
Chitralekha Gujarati|August 12, 2024
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
નિતુલ ગજ્જર
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?

સામના ચરાઈદેવ જિલ્લામાં પટકાઈ પર્વતશૃંખલા આવેલી છે. આ પહાડીની તળેટીમાં સેંકડો નાની નાની ટેકરી જેવાં ઐતિહાસિક બાંધકામ નજરે પડે. પહેલી નજરે જોતાં ઈજિપ્તના પિરામિડ લાગે એવાં આ બાંધકામ અસલમાં આસામ પર આશરે ૬૦૦ વર્ષ જેમણે રાજ કર્યું એ અહોમવંશના રાજવીઓના મોઈદમ છે. મૌઈદ એ મૂળ અહોમ એટલે કે આસામી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાયઃ વિશાળ મકબરો.

હમણાં માત્ર આસામ નહીં, સમગ્ર ઈશાન ભારતની આ ઐતિહાસિક વિરાસતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનેસ્કો દ્વારા કલ્ચરલ પ્રૉપર્ટી શ્રેણીમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો. અદ્વિતીય કહી શકાય એવા કોઈ પણ માનવસર્જિત સ્થાપત્યને યુનેસ્કો દ્વારા આ સૂચિમાં સામેલ કરવામાં આવે છે. તાજમહાલ, ચાંપાનેર, ઈલોરાની . ગુફા જેવાં ભારતનાં કુલ ૪૨ ઐતિહાસિક બાંધકામ આ સૂચિમાં સામેલ છે. એમાં હવે અહોમ મોઈદમનું નામ પણ ઉમેરાયું છે.

યુનેસ્કો દ્વારા પાછલા એક દાયકામાં ભારતનાં ૧૩ સ્થાનોને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના પરિણામે ભારત અત્યારે દુનિયામાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધરાવતો છઠ્ઠો દેશ બન્યો છે. આસામમાં આવેલા માનસ અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને અગાઉ કુદરતી વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા મળી છે. જો કે અત્યાર સુધી ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોઈ પણ ઐતિહાસિક બાંધકામને આ ખાસ દરજ્જો મળ્યો હોય એવો આ પ્રથમ દાખલો છે.

નવી દિલ્હી ખાતે હમણાં યોજાયેલી ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીમાં આ ૭૦૦ વર્ષ કરતાં પણ જૂનાં, ઐતિહાસિક અને અજોડ બાંધકામને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વિસ્તારમાં આમ તો કુલ ૩૮૬ જેટલા મોઈદમ મળી આવ્યા છે, પણ એમાંથી માત્ર ૯૦નું જ સારી રીતે જતન કરવામાં આવ્યું છે.

અત્યારના નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશના સીમાડાને અડીને આવેલા આસામના આ વિસ્તારમાં તાઈ-અહોમ પ્રજાતિના ચરાઈદેવ રાજવીઓનો સૂર્ય ૬૦૦ વર્ષ સુધી ઝળહળતો રહ્યો હતો. ૧૬૭૧માં પોતાના પરાક્રમથી મુગલોને હરાવનાર સેનાપતિ ચિત બોરફુકન પણ અહોમવંશનો જ હતો. ૧૯મી સદીમાં અંગ્રેજોના આક્રમણથી અહોમ સામ્રાજ્યનો અંત આવ્યો અને એમની પ્રજાને આ વિસ્તાર જતો કરવો પડ્યો હતો. એ વખતથી રેઢી પડેલી આ વિરાસતની છેક હવે યોગ્ય નોંધ લેવામાં આવી છે.

هذه القصة مأخوذة من طبعة August 12, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 12, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024