નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?
Chitralekha Gujarati|September 02, 2024
‘બંદૂક કે લાઈસન્સ કે લિયે આવેદન દીજિયે ઔર કારણ લિખિયેઃ ઘર મેં બેટિયાં હૈ ઔર શહર મેં હૈ જાનવર...' કોલકાતામાં એક મહિલા તબીબ પર હૉસ્પિટલમાં જ બળાત્કાર થયો અને પછી એને કાયમ માટે ખામોશ કરી દેવામાં આવી એ ઘટનાનો કાન ફાડી નાખે એવો વિરોધ થઈ રહ્યો છે. બાર વર્ષ પછી ફરી રેપ ઍન્ડ મર્ડરની એક ઘટનાએ આખા દેશને સુષુપ્ત જ્વાળામુખીની જેમ ઢંઢોળ્યો છે. આ આગ ઠરે એ પહેલાં જરૂરી છે કે પુરુષોની એક બીમારીનો ઈલાજ શોધવાની.
હીરેન મહેતા
નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?

ર્ષો પહેલાંની વાત. સૌરાષ્ટ્રના નાનકડા શહેરની બૅન્કમાં બહારગામથી આવેલો એક યુવાન નોકરી કરે. થોડા મહિનામાં તો મોટા ભાગના ખાતેદારો સાથે પરિચય થઈ જ જાય. એક શનિવારની બપોરે એક પ્રૌઢ દરબાર બૅન્કમાં આવ્યા. એમનું કામ પત્યું એટલી વારમાં બૅન્કનો બંધ થવાનો સમય થઈ ગયો હતો. નીકળતી વખતે દરબારે પેલા યુવાનને આગ્રહ કર્યોઃ

હાલો, થોડી વાર મારી વાડીએ ચા પીવા... બહુ આઘે નથી.’ દરબાર જીપ લઈને આવ્યા હતા. યુવાન એમની સાથે ગોઠવાયો. દસેક મિનિટે પહોંચ્યા દરબારની વાડીએ. દરબારે દરવાજો ખખડાવ્યો. દરવાજો ખૂલ્યો એટલે દરબાર સાથે પેલો યુવાન પણ અંદર પ્રવેશ્યો. એને જોઈને ઘરની દીકરીઓ ઘૂંઘટ તાણવા લાગી. દરબારે તરત કહ્યું: ‘આમની લાજ કાઢવાની જરૂર નથી. આ બામણ This PDF (બ્રાહ્મણ) છે.’ દરબાર વડીલનો કહેવાનો ભાવાર્થ હતો કે બ્રાહ્મણની આંખમાં વાસના કે વિકૃતિ ન હોય એટલે મોઢું ઢાંકવાની જરૂર નથી.

આ બ્રાહ્મણ યુવાન એટલે આપણા શીર્ષસ્થ સાહિત્યકાર દિનકરભાઈ જોષી. થોડા દિવસ અગાઉ જ એક કાર્યક્રમમાં આ કિસ્સો વર્ણવતાં દિનકરભાઈએ કહ્યું હતું: ‘જીવનમાં જ્યારે પણ એવી પળ આવતી ત્યારે મને એ વડીલનું વાક્ય યાદ આવતુંઃ આની લાજ ન હોય! આ તો બામણનો દીકરો છે.’

વર્ષો અગાઉ એ વડીલને એક આખા સમાજની નજર પર જે ભરોસો હતો એ આજે કેટલા લોકો કોની પર રાખી શકતા હશે? હમણાં જ એક વિધાન ફરી સાંભળ્યું કે જ્યાં સુધી દુનિયામાં એક પુરુષ પણ જીવતો હશે ત્યાં સુધી સ્ત્રી પર બળાત્કાર થવાની શક્યતા રહેશે જ! કેમ એમ? પુરુષની નજર અચાનક બગડી છે?

هذه القصة مأخوذة من طبعة September 02, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 02, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 mins  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 mins  |
September 16, 2024
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
Chitralekha Gujarati

બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ

જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.

time-read
4 mins  |
September 16, 2024
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
Chitralekha Gujarati

સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના

પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.

time-read
3 mins  |
September 16, 2024
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
Chitralekha Gujarati

એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ

સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.

time-read
4 mins  |
September 16, 2024
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati

અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.

time-read
4 mins  |
September 16, 2024
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
Chitralekha Gujarati

પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન

વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.

time-read
4 mins  |
September 16, 2024
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati

ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.

time-read
5 mins  |
September 16, 2024