બાયસ્ટેન્ડર ઈફેક્ટ ભીડમાં મૂક દર્શનની માનસિકતા
Chitralekha Gujarati|September 30, 2024
લોકો ભીડમાં હોય એની તુલનામાં જ્યારે એકલા હોય ત્યારે અલગ રીતે વર્તે છે. એકલો હોય ત્યારે માણસ એની પોતાની વ્યક્તિગત પસંદગી અને માન્યતાના આધારે વ્યવહાર કરે છે, પણ જ્યારે ભીડમાં હોય ત્યારે એની વર્તણૂક ભીડની સામૂહિક ઓળખથી પ્રભાવિત થાય છે.
રાજ ગોસ્વામી
બાયસ્ટેન્ડર ઈફેક્ટ ભીડમાં મૂક દર્શનની માનસિકતા

દૂધનું દૂધ અને...

રાજા અકબરને એમની પ્રજાની પ્રામાણિકતા પર ગૌરવ હતું. એક દિવસ બિરબલે કહ્યું કે લોકો અપ્રામાણિક થઈ ગયા છે. રાજા ચિંતામાં પડી ગયાઃ એવું કેવી રીતે હોય? એમણે બિરબલને કહ્યું: ‘મને પુરાવો આપ.’

બિરબલે કહ્યું: ‘જહાંપનાહ, નગરનું તળાવ ખાલી કરાવો અને આદેશ જારી કરો કે નગરનો દરેક નાગરિક રાત્રે એક-એક લોટો દૂધ તળાવમાં નાખી આવે. સવારે આખું તળાવ દૂધથી ભરાઈ જશે.’

રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને દૂધ નાખવાનો ઢંઢેરો પિટાવ્યો. લોકો તો વિચારમાં પડી ગયા. કોઈને કશું ન સમજાયું. એમણે મન મનાવ્યું કે રાજા, વાજા ને વાંદરા... મનમાં કંઈ તુક્કો આવ્યો હશે.

દરેક માણસે વિચાર્યું કે આખા નગરને આદેશ કર્યો છે એટલે બીજા બધા દૂધ નાખવા જશે. એટલા મોટા તળાવમાં હું દૂધ નહીં નાખું તો કોને ખબર પડવાની છે?

અંધારી રાત હતી અને દરેકે એવું માની લીધું કે બીજા લોકો દૂધ નાખી આવ્યા હશે.

સવારે બિરબલે રાજાને કહ્યું: ‘ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ. દૂધથી ભરેલું હશે.’

રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ ખાલી!

રાજા સમજી ગયા કે બિરબલ સાચો છે. નગરમાં લોકો અપ્રામાણિક બની ગયા છે. એમણે તરત જ લોકોને પ્રામાણિકતાના પાઠ ભણાવવાનું શરૂ કર્યું.

***

વાર્તા અસલમાં જુદી છે. એમાં હું દૂધને બદલે એક લોટો પાણી નાખીશ તો કોણ જોશે? એવી વાત છે, પરંતુ આ લેખના વિષયને લઈને આપણે વાર્તામાં થોડો ફેરફાર કર્યો છે. વિષય મધ્ય પ્રદેશની એક ઘટના પરથી છે.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાંથી એક ઘૃણાસ્પદ વિડિયો વાઈરલ થયો હતો.

ચાર રસ્તા પાસે એક માણસે કચરો વીણતી એક મહિલાને શરાબ પિવડાવીને, લોકોની અવરજવર વચ્ચે, ફૂટપાથ પર એની સાથે દુષ્કર્મ કર્યું અને નાસી ગયો. આ ઘટના ધોળે દિવસે બની હતી. પાછળથી પોલીસે આરોપીને શોધી કાઢીને એની ધરપકડ કરી, પરંતુ આ ઘટનામાં આઘાતજનક વાત એ હતી કે આવતા-જતા લોકોમાંથી દુષ્કર્મને રોકવાને બદલે એક માણસે મોબાઈલ ચાલુ કરીને એનો વિડિયો ઉતારવાનું મુનાસિબ માન્યું હતું!

هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 30, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 mins  |
October 07, 2024
સફળતાની સરગમ...
Chitralekha Gujarati

સફળતાની સરગમ...

જીવનની તડકી-છાંયડી મૅચ કરીને રચી અક સમય ગામમા ગાયા ચરાવતા અન પછા આજીવિકા રળવા અમદાવાદમાં રિક્ષા ચલાવતા ‘અલબેલા’ ગાયક કૌશિક ભરવાડના એક ગીતે હમણાં સંગીતપ્રેમીઓને એ હદે ઘેલું લગાડ્યું છે કે એની પર હજારો રીલ્સ બની રહી છે. કળાકૌશલ ને કાનુડાની કૃપાથી આજે સેલિબ્રિટી બની ગયેલા આ કલાકારની ગઈ કાલ ભારોભાર સંઘર્ષથી ભરેલી છે.

time-read
3 mins  |
October 07, 2024
વધુપડતા કામનો બોજ જીવન ટૂંકાવી નાખે ત્યારે...
Chitralekha Gujarati

વધુપડતા કામનો બોજ જીવન ટૂંકાવી નાખે ત્યારે...

વ્યક્તિનો ‘કર્મયોગ’ જીવલેણ સમસ્યા ઊભી કરી શકે છે. કમનસીબે એની માનસિક અસરથી આપણે અજાણ છીએ.

time-read
3 mins  |
October 07, 2024
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?

બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.

time-read
3 mins  |
October 07, 2024
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
Chitralekha Gujarati

આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી

જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.

time-read
3 mins  |
October 07, 2024
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
Chitralekha Gujarati

કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની

એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.

time-read
5 mins  |
October 07, 2024
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
Chitralekha Gujarati

ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?

સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.

time-read
5 mins  |
October 07, 2024
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
Chitralekha Gujarati

નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?

બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.

time-read
6 mins  |
October 07, 2024
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
Chitralekha Gujarati

વેદનાની હાઈ-ટેક વસૂલાત...

પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.

time-read
6 mins  |
October 07, 2024
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
Chitralekha Gujarati

જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?

ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.

time-read
2 mins  |
October 07, 2024