જુલાઈ ૨૦૧૯ ની વાત છે જ્યારે કોફી કેફે ડે (સીસીડી) જેવી મોટી કંપનીના માલિક વી. જી. સિદ્ધાર્થે બિઝનેસમાં નુકસાન અને દેવાના લીધે આત્મહત્યા કરી લીધી હતી. મીડિયામાં તેમની એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં સિદ્ધાર્થ એક પ્રોફિટેબલ બિઝનેસ મોડલ બનાવવામાં મળેલી નિષ્ફળતા માટે માફી માંગી રહ્યા હતા. આ લેટરમાં લખ્યું હતું કે તેઓ પ્રાઈવેટ ઈક્વિટી હોલ્ડર અને અન્ય લેણદારના દબાણ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની હેરાનગતિને સહન કરી શકે તેમ નહોતા, તેથી આત્મહત્યા કરી રહ્યા છે.
સિદ્ધાર્થના આ આકસ્મિક મોત પછી તેમના પત્ની માલવિકા ખૂબ હતાશ થઈ ગયા હતા. તેમની આનંદભરી દુનિયા વેરણછેરણ થઈ ગઈ હતી. એક તરફ પતિના મોતનો આઘાત બીજી તરફ કરોડોના દેવામાં ડૂબેલી કંપની. વધારામાં તેમને પોતાના બંને દીકરાના ભવિષ્યની ચિંતા હતી, પરંતુ આ ખરાબ પરિસ્થિતિમાં પણ માલવિકા હેગડે હિંમત ન હાર્યા અને પૂરા આત્મવિશ્વાસથી મોરચો સંભાળી લીધો. કંપનીની લગામ પોતાના હાથમાં લઈ લીધી અને લાગી ગયા બધું ઠીક કરવાના પ્રયાસમાં. પછી તેમની મહેનત પણ રંગ લાવી અને ૨ વર્ષમાં કંપની ફરીથી પોતાના પગ પર ઊભી થઈ ગઈ.
૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીના આંકડા અનુસાર કેફે કોફી ડે પર લગભગ રૂપિયા ૭ હજાર કરોડનું દેવું હતું, ૨૦૨૦ માં માલવિકા હેગડે કેફે કોફી ડે એન્ટરપ્રાઈઝ લિમિટેડના સીઈઓ બન્યા. જે સમયે માલવિકાએ કંપનીની લગામ સંભાળી ત્યારે તેમની સામે ૪ પડકાર હતા. પતિ વીજી સિદ્ધાર્થના મોતના આઘાતમાંથી બહાર આવવું, પરિવારને સંભાળવો, કંપનીને દેવામાંથી બહાર કાઢવી અને કામ કરતા કર્મચારીઓના રોજગારને બચાવવો. વિપરીત પરિસ્થિતિ સામે લડતા ખૂબ ઓછા સમયમાં તેમણે સફળતા અને નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું.
જે કહ્યું તે કરીને બતાવ્યું
એક રિપોર્ટ અનુસાર, માર્ચ ૨૦૨૧ સુધીમાં સીસીડી કંપની પર રૂપિયા ૧,૭૭૯ કરોડનું દેવું બાકી રહી ગયું હતું, જેમાં રૂપિયા ૧,૨૬૩ કરોડની લોંગ ટર્મ લોન અને રૂપિયા ૫,૧૬ કરોડનું શોર્ટ ટર્મ દેવું સામેલ હતું. હાલમાં સીસીડી ભારતના ૧૬૫ શહેરમાં ૫૭૨ કેફે સંચાલિત કરી રહ્યું છે. ૩૬,૩૨૬ વૅડિંગ મશીન સાથે સીસીડી દેશની સૌથી મોટી કોફી સર્વિસ બ્રાન્ડ છે. આ રીતે સ્થિતિમાં ખૂબ સુધારો આવ્યો અને તેનો શ્રેય જાય છે માલવિકાની કુશળ પ્રબંધન ક્ષમતાને અને કંપનીના હિતમાં કરવામાં આવેલા તેમના કાર્યોને.
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો