CATEGORIES
Kategorien
ટેન્શન ન હોવું, એ પણ એક ટેન્શન!
આખા દેશનું ટૅન્શન માથે લઈને ફરવાનો એકમાત્ર રાજકીય શોખ હોવાને કારણે થોડા સમય પહેલાં મારી તબિયત બગડી. હૃદયના ધબકારા અચાનક જાણ્યા પછી ખબર પડી કે મારે પણ હૃદય તો વધવા માંડ્યા
રાજનીતિની ખુલ્લી હવામાં રવીન્દ્ર જયંતી!
કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર પશ્ચિમ બંગાળની જેમ ઓ પાર બાંગ્લાદેશમાં પણ આદર પામ્યા છે. બંને દેશોનાં રાષ્ટ્રગીત તેમની રચના છે. કેટલાક મુદ્દા પણ બે દેશો વચ્ચે નવો કોણ સર્જી શકે છે. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સમરસતા છે પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તડભડ શમતી નથી
ઢોકરા આર્ટ: મીણ અને માટીના ગર્ભથી જન્મેલી કલા
આજના આધુનિક યુગમાં ઉધોગજગત આટલો વિકાસ કરી ચૂક્યું છે ત્યારે પણ ઢોકરા કલા પોતાના પ્રાકૃત સ્વરૂપને જાળવી શકી છે, તે તેના કલાકારોને આભારી છે
રોગાન કલાને દેવોનાં ચિત્રો થકી જીવંત રાખવાનો પ્રયાસ
કચ્છની માત્ર બે-ચાર કુટુંબો પૂરતી જ મર્યાદિત રહેલી રોગાન કલાના માધ્યમથી પૂરતી આજીવિકા મળતી નથી. આથી આ કલા આજે મૃતપ્રાય બની રહી છે. ત્યારે ભુજ નજીકના માધાપર ગામના એક યુગલે દેવદેવીઓનાં ચિત્રો રોગાન પદ્ધતિથી દોરીને આ કલાના નમૂના સામાન્ય લોકો સુધી પહોંચે અને કારીગરને પણ પૂરતી રોજી મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યાં છે.
વ્યક્તિત્વને નિખારે છે ફેશન થેરાપી
આજની ફાસ્ટ લાઇફમાં જીવનમાં ઘણા બદલાવ આવતાં રહે છે, જેમાં ઘણા બદલાવ પોઝિટિવ એનર્જી લઈને આવે છે, તો ઘણા નેગેટિવિટીનો સંચાર કરે છે. તેમાં પણ જ્યારે વાત વ્યક્તિગત દેખાવની હોય તો લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ઑફિસમાં પહેરવાના આઉટફિટથી લઈને સામાજિક પ્રસંગ, પાર્ટી અને જુદાં-જુદાં ફંકશનમાં પહેરાતાં કપડાં, એસેસરીના કારણે પણ લોકો હતાશામાં ગરકાવ થાય છે. જેના માટે આજકાલ ફૅશન થૅરાપી ચર્ચાનો વિષય બની છે.
જેલમાં બોડીસ્કેનર હોવા છતાંય અતિક અહમદ પાસે મોબાઇલ કેવી રીતે પહોંચ્યો?
અઢી કરોડ રૂપિયાના ખર્ચે રશિયાથી બોડીસ્કેનર મશીન આવ્યું છે. સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા ૧૦ જેલ સિપાહીને આ મશીન ઓપરેટ કરવા માટે ખાસ મુંબઈમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.
અતિકનો સાબરમતી જેલવાસ અધિકારીઓ માટે લોટરી હતી
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી કહેવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ આરોપી જેલમાં જાય એટલે તે સુધરી જાય છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કારણ કે જેલમાં આરોપીઓ સુધરવાની જગ્યાએ વધુ ને વધુ ખૂંખાર બનીને બહાર આવે છે.
કિરણ પટેલ જેવા મહાઠગનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
મિસ્ટર નટવરલાલની નવ કે દસ વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે દર વખતે ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેની ભાગી છૂટવાની મોડસ ઓપરેન્ડી પણ બહુ જ રસપ્રદ હતી
મહાઠગ કિરણ પટેલ જલસાથી જેલ સુધી
અમદાવાદથી શ્રીનગર જવું હોય ત્યારે તે શ્રીનગરની ડેપ્યુટી કમિશનરની કચેરીને ફોન કરતો. પોતે વડાપ્રધાન કાર્યાલયના સ્ટાફમાં છે અને સત્તાવાર રીતે શ્રીનગરની મુલાકાતે આવી રહ્યો છે એવું જણાવતો. આ રીતે પીએમઓના નામે ફોન કરીને વીઆઈપી સિક્યૉરિટી આપવાની પણ સૂચના દેતો!
'મૈં હૂં અપરાજિતા' શોએ ૨૦૦ એપિસોડ પૂર્ણ કર્યા
પલક તિવારી એટલે ‘કસૌટી ઝિંદગી કી' સહિતની અઢળક સિરિયલો અને ‘બિગ બોસ' તથા ‘ઝલક દિખલા જા’ અને ‘નચ બલિયે' જેવા રિયલિટી શોઝ કરી ચૂકેલાં શ્વેતા તિવારીની દીકરી
ઇરફાન છેલ્લી વખત મોટા પડદે દેખાશે
અનુપસિંહ લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦૧૭માં રાજસ્થાની અને ફ્રેન્ચ ભાષામાં રિલીઝ થઈ ચૂકી છે, પરંતુ હિન્દીમાં હવે રિલીઝ થઈ રહી છે
‘રાણા નાચડુ’ની બીજી સિઝન આવશે, પણ શા માટે?
નેટફ્લિક્સ અને એમેઝોન ભારતીય દર્શકને ધ્યાનમાં રાખીને જે સિરીઝ બનાવે છે તેનું સ્તર ઊતરતું કેમ રાખે છે?
પૂર્વનિયોજિત ઇરાદાઓ ખતરનાક હોય છે?
જો તમે પહેલેથી તમારું સ્ટેટસ ચેન્જ યા એડ્જસ્ટ કરવાનો વિચાર કર્યો હોય તો એ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા હેઠળ ગુનો છે
હિપ્પી-ટ્રેલ: હિપ્પીઓ વિશે ભ્રમ અને વાસ્તવિકતા
હિપ્પી-ટ્રેલ શીખવાડે છે કે ઍડજસ્ટમૅન્ટ કરતાં વધુ એડેપ્શન કરવું. એક્વાયર કરવા કરતાં અટેન્ડ કરવું ’ને અટેન કરવું. જ્યાં પ્રવાસ કરવા જાવ ત્યાં કબજો કે કાબૂ નથી કરવાનો. સ્થાનિક લોકો નીચા કે નોકર નથી. સ્થાનિક લોકો પર આશા 'ને વિશ્વાસ રાખી જ્યારે જ્યાં હોઈએ તે આવાસમાં નિવાસ કરી ત્યાંના વાસી થઈ શકાય
નીતિશ કુમાર કોંગ્રેસથી નારાજ છે
‘તે (રાહુલ ગાંધી) તમારા રાજકુમાર હોઈ શકે, પરંતુ તે અમારા રાજકુમાર નથી': નીતિશ કુમાર
કર્ણાટક ભાજપમાં બધું બરાબર નથી
યેદીયુરપ્પાએ પક્ષના નેતાઓને એવી ચેતવણી પણ આપી હતી કે રાજ્યમાં હાલમાં ભાજપની સ્થિતિ મજબૂત નથી અને જો પસંદ કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો રાજ્યમાં ભાજપનો સફાયો થઈ જવાની શક્યતા છે
અદાણી મુદ્દે કોંગ્રેસે પવાર સાથે સંઘર્ષ ટાળ્યો
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં રાહુલ ગાંધીએ તેમનાં ભાષણોમાં ફરી એક વખત અદાણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું
વિપક્ષી એકતાનું ચક્ર એક ધરી પર ફરતું નથી
ખુદ શરદ પવારના મોઢેથી અમરાવતીમાં એવા શબ્દો સરી પડ્યા હતા કે મહારાષ્ટ્રનું મહાવિકાસ અઘાડી ગઠબંધન અત્યારે યથાવત્ છે, પરંતુ આ ગઠબંધન ભવિષ્યમાં પણ એવું જ રહેશે એમ કહી શકાય નહીં
દરેક ગુજરાતીને ગમે તેવી ફિલ્મ ‘શુભ યાત્રા'
> સંપૂર્ણ ગુજરાતી પારિવારિક ફિલ્મ ‘શુભ યાત્રા’ ૨૮મી એપ્રિલે રિલીઝ થશે > શુભ યાત્રાના ટ્રેલરને બહોળો પ્રતિસાદ મળ્યો > સાઉથ સુપરસ્ટાર વિજ્ય સેતુપથિએ કર્યું શેર અને પાઠવી શુભેચ્છા
ઊંઘતી વ્યક્તિ અહિંસક હોય!
મારે દિવસના ઉજાગરા ક્યારેય નથી કરવા પડતા, કારણ કે દિવસ દરમિયાન હું ઓફિસમાં જ હોઉં ને! પણ રાતના ઉજાગરાની વાત જ નહીં કરતા
કંગના રણૌતે યોગી આદિત્યનાથને શું કહ્યું?
કંગના રણૌતે સોશિયલ મીડિયા ઉપર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં વખાણ કર્યાં
ડોક્યુ ફિલ્મો અને ડોક્યુ સિરીઝની દુનિયા
ઑસ્કર મળ્યા બાદ ડૉક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ' નેટફ્લિક્સ ઉપર ખૂબ જોવાઈ. ૨૧મી એપ્રિલે ક્રાઇમ આધારિત ડૉક્યુ સિરીઝ ‘ડાન્સિંગ ઑન ધ ગ્રેવ' રિલીઝ થઈ રહી છે, ત્યારે ડૉક્યુમેન્ટરી ફિલ્મ અને ડૉક્યુમેન્ટરી સિરીઝ વિશે આજે વાત કરી છે.
સળગતું ફ્રાન્સ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ, અસંતુલનની એંધાણી
નિવૃત્તિની વય વધારવાના ફ્રાન્સના નિર્ણયથી એવો અર્થ પ્રગટ થાય છે કે ત્યાંના ઉંમરવાન નાગરિકે હજુ વધારે વર્ષ પ્રોડક્ટિવ બનીને દેશના વિકાસમાં યોગદાન આપવાનું છે
‘નિસર્ગ નિકેતન’ કુદરતનું ઘર, હજારો વૃક્ષોથી ઘેરાયેલું જોવા જેવું જંગલ
વૃક્ષ વાવો જીવન બચાવો, વૃક્ષ વાવો પૃથ્વી બચાવો, વૃક્ષ આપણા મિત્ર જેવાં અનેક વાક્યો આપણે સાંભળ્યાં છે અને ઘણી જગ્યાએ વૃક્ષ-વાવેતરનું અભિયાન પણ ચલાવવામાં આવે છે. જોકે કોઈ એમ કહે કે બંજર જમીનમાં હજારો વૃક્ષ વાવીને જંગલ બનાવવામાં આવ્યું છે તો, કદાચ આ વાત સાચી ન લાગે, પરંતુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ વર્ષોની તપસ્યા કરી સાત હજાર વૃક્ષની વાવણી કરી એક આખું જંગલ ઊભું કર્યું છે.
થેય્યમ: કલા અને આસ્થાનો સાંસ્કૃતિક સંગમ
થેય્યમ - તય્યમ, થેયમ કે થેય્યટ્ટમ, કેરળ અને કર્ણાટકમાં ધાર્મિક પરંપરા સાથે જોડાયેલું એક લોકપ્રિય અનુષ્ઠાન છે. થેય્યમમાં કેટલાંય વર્ષો જૂની પરંપરા, રીત-રિવાજ અને પ્રથા સામેલ છે
આ નૃત્યને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ ઊમટે છે
થેય્યમને દેવતાઓનું નૃત્ય માનવામાં આવે છે
વિલ્સન હિલ્સઃ જ્યાંથી સમુદ્ર પણ જોઈ શકાય છે
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં આ સ્થળના વિકાસ માટે ઈ.સ. ૧૯૨૮ના વર્ષમાં તત્કાલીન અંગ્રેજ ગવર્નર લેસ્લી વિલ્સનને ધરમપુરના રાજવી મહારાજા વિજયદેવજીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા માટે તેમ જ તેના ઉદ્ઘાટન માટે આમંત્ર્યા હતા
કચ્છમાં વિવિધ પ્રકારના પ્રવાસન વિકસી શકે છે
છેલ્લા બે દાયકાથી કચ્છની ગણના ગુજરાતના સૌથી વધુ ઝડપથી વિકસતા જિલ્લા તરીકે થઈ રહી છે. અન્ય ઉદ્યોગોની સાથે-સાથે અહીં પ્રવાસન પણ એક ઉદ્યોગ તરીકે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. સફેદ રણ હોય કે માંડવીનો સ્વચ્છ દરિયાકિનારો કે મહેલો, જંગલોની સાથે-સાથે એવી પણ અનેક જગ્યાઓ છે જ્યાં ઇકો, હૅન્ડિક્રાફટ, એડવેન્ચર, પુરાતત્ત્વીય, જીયો કે મરીન ટૂરિઝમ વિકસી શકે છે. વિવિધ પ્રકારના ટૂરિઝમના વિકાસની સાથે કચ્છના સ્થાનિક લોકોને મળતી રોજગારીમાં પણ વધારો થશે.
ડો. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ વંધ્યત્વથી પીડિત યુગલ માટે રાહત દરે આઈવીએફ સારવાર
૨૧ સેન્ચ્યુરી હૉસ્પિટલે એક ફંડ શરૂ કર્યું છે, કે જ્યાં આ પ્રકારનાં યુગલોની તપાસ કરવામાં આવે છે અને તે યોગ્ય પુરવાર થાય તો તેમની સારવાર ઓછામાં ઓછા રૂ.૪૫,૦૦૦માં કરવામાં આવે છે
તામિલનાડુમાં વસતા ગુજરાતીઓ કેટલા તમિળ, કેટલા ગુજરાતી?
મદુરાઈના પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરની આસપાસ તેઓની સાડીઓની દુકાનો છે. તેઓ ખાસ અંગ્રેજી ન બોલે, ગુજરાતી કે હિન્દી પણ ન જાણે, તેથી વિગતવાર વાત કરવાનું મુશ્કેલ પડે. છતાં તેમના કહેવા પ્રમાણે તેઓની ભાષા અને રીત-રિવાજોમાં હજી પણ સૌરાષ્ટ્રની અસર છે