CATEGORIES
Kategorien
સર્જકતા સાથે સંવેદનાના સરવાળાથી બની છે આ શિલ્પસૃષ્ટિ
માતાને માટીનાં ચૂલા અને રમકડાં બનાવતાં જોઈને એમણે પણ મૂર્તિ ઘડવાનું શરૂ કર્યું. ઘરમાં કાગળ-કલર ન હોય તો ભેંસના શરીર પર એ ચિત્રો દોરતા. આ રીતે શરૂ થયેલી રતિલાલ કાંસોદરિયાની કળાસફર આજે તો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગઈ છે.
રસી આવી... કસોટીની ઘડી લાવી!
અસાધારણ ઝડપે તૈયાર થયેલી કોરોના વેક્સિન સામેનો રાજકીય વિરોધ ગણતરીમાં ન લઈએ તો પણ તબીબી વર્તુળમાં એની સામે જાગેલી શંકાનો ઈલાજ કરવો પડે એમ છે.
માસ્ક નહીં જ પહેરું રે લોલ...
અમદાવાદમાં પાછલા સમયમાં ક્યારેક કોઈક કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસૂલાત મુદ્દે ચડસાચડસી થઈ. કોઈક કિસ્સામાં ઝપાઝપી પણ થઈ. અમુકમાં નાગરિકો કે પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો.
શંખ પર બનાવ્યાં લક્ષ્મીજી
શંખ પર બનાવ્યાં લક્ષ્મીજી
દોઢ સદીની ગુમનામી પછી બહાર આવ્યાં ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા નવલકથાકાર!
કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળ... બ્રિટિશ કાળના લુણાવાડા સ્ટેટની સ્કૂલનાં મુખ્ય શિક્ષિકા અને સમાજ સુધારણાને લગતા ક્રાંતિકારી વિચારોને શબ્દરૂપ આપનારાં આ વિદુષી વિશેની માહિતીનો ખજાનો શોધી કાઢવામાં એક સરકારી અધિકારી કઈ રીતે નિમિત્ત બન્યા?
લે જો ગરમાગરમ ફૂલકા...
શિક્ષિકા તરીકેની સારી નોકરી છોડી એમણે રોટલી સપ્લાયનો ઘરઘરાઉ ઉદ્યોગ શરૂ કર્યો. શરૂઆતમાં મુશ્કેલી આવી, પણ એનો તોડ કાઢી કાઢીને એમણે વડોદરાનાં ઘણાં ઉદ્યોગગૃહોની કેન્ટીનમાં ‘આ રીતે’ જમાવટ કરી દીધી છે.
ડેમેજને મૅનેજ કરવાની નિષ્ઠા
૨૦૨૧ની શરૂઆતમાં ૨૦૨૦ તરફ વળતી નજર નાખી તો લીધી, હવે એ નજરમાં ઊભરતાં તથ્થો વિશે ચિંતન જરૂરી બને છે.
જીવલેણ ચાઈનીસ લોન..
જાતજાતની ચીજવસ્તુ બાદ હવે લોન પણ 'મેડ ઈના ચાઈના' આવી છે. છેલ્લા થોડા દિવસ દરમિયાન ચીનાઓની માલિકીની વિવિધ મોબાઈલ લોન-ઍપ્સ પરથી કરજ લેનારા અનેક લોકોએ આત્મહત્યા કર્યાના ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા છે.
ચાલો, સૂર્યને બાંધીએ મુઠ્ઠીમાં...
અમેરિકા-ભારત સહિત અનેક દેશો અત્યારે સૂર્ય-સૂર્યમંડળનાં રહસ્ય ઉકેલવા મથી રહ્યા છે ત્યારે મુંબઈથત ‘ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉ. જે.જે. રાવલનાં અનેક ખગોળીય અનુમાન અને થિયરી ૧૦૦ ટકા સાચાં પુરવાર થઈ રહ્યાં છે. જાણીએ એમના સંશોધનનું એક ફ્લેશ-બૅક.
કોરોના નહીં કાપી શકે ગુજરાતનો પતંગ...
સોશિયલ ડિસ્ટન્સિંગના ગમે એટલા નિયમ આવે, પણ ગુજરાતના પતંગરસિયાઓનો ઉત્સાહ મોળો પડ્યો નથી. આ કારણે પતંગ જ નહીં, એની સાથે સંકળાયેલી એક્સેસરીઝનાં વેચાણમાં પણ ઠીક ઠીક તેજી છે.
ભ્રષ્ટાચાર આ રીતે દૂર થાય?
રાજકારણમાંથી અનિષ્ટ તત્ત્વોને બહાર કાઢવાની વાત બધા કરે છે, વ્યવહારમાં એનો અમલ કોઈ કરતું નથી.
બૅન્કો માટે કોરોના સમાન બૅડ લોન્સના ઉપાય માટે બૅડ બૅન્કની સ્થાપનાનો વિચાર કેટલો ગુડ?
બૅન્કોની બૅડ લોન્સ (નૉન-પરફોર્મિંગ એસેટ્સ-એનપીએ)ના ઉકેલ અર્થે લાંબા સમયથી બૅડ બૅન્કસ્થાપવાનો વિચારસરકારી સ્તરે ચાલી રહ્યો છે. આ બૅડ બૅન્કસતત બૅડલોન્સની સમસ્યાના દબાણ હેઠળ રહેતી બૅન્કોની. એ લોન્સ ખરીદી લઈ બૅન્કોને રાહત આપી શકે અને સરકારનો ભાર પણ હળવો કરી શકે એવી આશા છે.
એએએ... ગઈ..
આખું વર્ષ બાટલીથી દૂર રહેનારા ભલભલા સંયમવીરોની ધીરજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીમાં ખૂટી જતી હોય છે.
કોનાં કાગળિયાં સાચાં... કોનાં ખોટાં?
વિવાદમાં ફસાયેલી સતીશ કૌશિક દિગ્દર્શિત કાગઝનો વિષય બડો મજેદાર છે.
કળાની મદદથી કોરોના સામે લડત!
દેશનાં બીજાં રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહામારીનો અનેક લોકો ભોગ બન્યા છે. એમાં અમુક દરદીએ -મજબૂત તન અને મક્કમ મનથી કોરોનાને માત આપી.
રાજસ્થાનનાં વણખેડાયેલાં સ્થળો
કવિ મકરંદ દવે કહે છે કે ધૂળિયે મારગ ચાલ... બહુ સાચી વાત છે, કારણ કે ઘણી વાર આ વણખેડાયેલા, અજાણ્યા રસ્તા જ આપણને છૂપા ખજાના સુધી લઈ જાય છે. કંઈક આવાં જ કળા અને સંસ્કૃતિથી ભરપૂર, છતાં મોટા ભાગના પ્રવાસી એમનાં વિશે અજાણ હોય એવાં અનેક સ્થળો રાજસ્થાનની ભૂમિ પર છે.
બંગાળમાં બામવાદની જગ્યાએ રામરાજ?
ભાજપે તો આ સપનું ઘણા સમયથી જોયું છે અને નરેન્દ્ર મોદી-અમિત શાહની બેલડી અત્યારે એ સાકાર કરવા મથી રહી છે.
સાંબેલું પણ વગાડી શકે એવો અમદાવાદી સંગીતકાર
વેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલ્સ બનાવવામાં આવી કેડી કંડારી છે અમદાવાદના અકુલ રાવલે. નકામી વસ્તુમાંથી ૧૦૩ નવતર સંગીતવાદ્ય બનાવીને એણે મ્યુઝિક ઈસ્યુમેન્ટ્સ ઈનોવેટર તરીકે ખ્યાતિ મેળવી છે.
માણવા જેવો માનવી...
માનવસેવાને સમર્પિત નાની સંસ્થાઓને આર્થિક પીઠબળ પૂરું પાડવાનો અનોખો સેવાયજ્ઞ છેલ્લાં સાત વર્ષથી ચલાવતા અમેરિકાવાસી સમાજસેવક ઈન્દ્રજિત ત્રિવેદી ખરેખર જાણવા જેવા માણસ છે.
જમ્મુ-કશ્મીરઃ બીજા વિકલ્પ પણ વિચારો...
જમ્મુ-કશ્મીરનો વિશેષ દરજજો રદ કર્યા પછી અને રાજ્યમાંથી આ સરહદી વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કર્યા પછી આખરે અહીં પહેલી ચૂંટણી સાંગોપાંગ પાર પડી. આ કેન્દ્રશાસિત પ્રદેશના વીસ જિલ્લાની ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ના સભ્યો ચૂંટવા માટે હમણાં મતદાન યોજાયું અને એનાં પરિણામ પણ જાહેર થઈ ગયાં.
જાગો સરકાર, જાગો
તમારા હક માટે જાગરૂક બનો... હમણાં ૨૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે વિવિધ અખબારોમાં છપાયેલી જાહેરાતમાં આ સ્લોગન લખ્યું હતું. જાહેરાતમાં નવા ગ્રાહક સુરક્ષા કાયદા-૨૦૧૯માં દર્શાવેલા ગ્રાહક હક અને નવી જોગવાઈઓની સંક્ષિપ્ત માહિતી હતી તથા ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઈન્સો ટોલ ફ્રી નંબર-૧૮૦૦૩૩૦૨૨૨ દર્શાવ્યો હતો. હવે અમદાવાદના એક જાગરૂક ગ્રાહક રોહિત પટેલની આપવીતી જાણો...
ફિઝિયોથેરાપિસ્ટ બનો ફ્રીમાં...
કોરોના કાળમાં ઘણા લોકોએ રોજગારી ગુમાવી છે. પગાર ઓછા થયા હોય એવા કર્મચારીઓની સંખ્યા પણ લાખોમાં હશે. અનેક લોકો એવા હશે, જેમની પાસે બાળકોની ફી ભરવાના પૈસા નથી. આવા કપરા સમયે ભૂજની ફિઝિયોથેરાપી કૉલેજના સંચાલકોએ પ્રશંસનીય કામ કર્યું છે.
સૌરાષ્ટ્રનું ગોલ્ડન ટેમ્પલ...
અરબી સમુદ્રના કિનારે શોભતું સોમનાથ મંદિર ધીમે ધીમે એનો ભૂતકાળ પુનઃ ધારણ કરી રહ્યું છે. આ મંદિરનાં શિખરોને સોને મઢવાનું કામ શરૂ થઈ રહ્યું છે. સોમનાથની આ સમૃદ્ધિથી આકર્ષાઈને તો આક્રમણખોરોએ અહીં સત્તર-સત્તર વાર ચડાઈ કરી હતી.
ઘર-ઘર નલ, ઘર-ઘર જલ...
જામનગર જિલ્લાના નાનકડા ગામ રીનારીમાં ૨૪ કલાક પાણી, ઘર-ઘર શૌચાલય તથા દરેક રસ્તે ભૂગર્ભ ગટરનો ચમત્કાર કેવી રીતે થયો?
એના ગૂગલી હવે યુટ્યૂબ પર...
શ્રી ભગવદ્ગીતાજયંતીની હાર્દિક શુભકામના બધાને. પ્રાઉડ ટુ બી ગુજરાતી... ગઈ ર૫ ડિસેમ્બરે મોક્ષદા એકાદશીના દિને પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટિવટર પર બધાને ગીતાજયંતીની શુભકામના આપી એમાં આપણો વિરાટ કોહલી જબરો ટ્રોલ થયો.
આખરે એઈમ્સ આવી રાજકોટના આંગણે...
આ રાષ્ટ્રીય સ્તરનું સ્વાથ્ય સંસ્થાન સૌરાષ્ટ્ર-ગુજરાત માટે તબીબી ક્ષેત્રે ક્રાંતિ લાવશે તો સૌરાષ્ટ્રના આર્થિક વિકાસમાં પણ મહત્ત્વનું પરિમાણ ઉમેરશે.
ક્યાં વાપર્યા પોકેટ મની?
દર મહિને મા-બાપ તરફથી પૉકેટ મની (સાદી ભાષામાં હાથખર્ચની રકમ)ની નિશ્ચિત રકમ મળતી હોવા છતાં અમુક બાળકો ક્યારેક સાચા-ખોટાં કારણ આપીને વધુ રકમ માગતાં હોય છે. જો કે મોટા ભાગનાં માતા-પિતા એમનાં સંતાનને પૉકેટ મનીનો ક્યારે અને શું ઉપયોગ કર્યો એ વિશે પૂછતાં નથી. સામે પક્ષે સંતાન કદાચ માની લેતાં હશે કે મમ્મી-પપ્પાને પૈસાનો હિસાબ શેનો આપવાનો? અમે પૈસા વેડક્યા નથી.
આ વર્ષે શેરબજારમાં તેજીનું રિપીટ ટેલિકાસ્ટ થશે?
કોરોનાનું આક્રમણ-સંક્રમણ, વેક્સિનનું આગમન, સરકારી રાહત પેકેજ, આર્થિક સુધારાને વેગ, ઈકોનોમિક રિવાઈવલના શુભ-સચોટ સંકેત, રોકાણકારોનો સતત વધેલો પ્રવાહ, વગેરે કારણ વચ્ચે ૨૦૨૦માં શેરબજારે આશ્ચર્યજનક તેજીનો તાલ બતાવ્યો એટલે હવે ૨૦૨૧ પાસે અપેક્ષા વધી ગઈ છે.
આ ખરો ભગત, હોં...
લો કડાઉનમાં કમ્યુનિટી કિચન ધમધમતું રાખીને ગરીબોનાં પેટ ઠારવાં એ ખૂબ રખડેલા એટલે એમને કોરોના થયો. હૉસ્પિટલના બિછાને તુક્કો સૂઝયો. પરિણામે કોરોનામુક્ત થતાંની સાથે જ આ ભાઈ કામે વળગી પડ્યા. એક ઠેકાણે રસોડું નાખ્યું. આંખ મીંચીને ઈડલી બનાવવા માંડ્યા.
એકે વર્સિસ એકે ૨૦૨૦નું છેલ્લું સરપ્રાઈઝ...
વિક્રમાદિત્ય મોટવાની એક અજીબ સર્જક છે. મીન્સ, ડિરેક્ટર તરીકે વાર્તાની એમની પસંદગી અજીબ છે.