CATEGORIES
Kategorien
વ્હૉટ અ રેકૉર્ડ...
અમુક દિવસોમાં આખી દુનિયાનો પ્રવાસ કરવાની ઘેલછા ઘણા લોકો રાખતા હોય છે. કોઈ પગપાળા જાય, કોઈ સાઈકલ પર, કોઈ મોટરસાઈકલ પર તો કોઈ જાતભાતના વાહનમાં બેસીને દુનિયાની સફર ખેડે છે. યુએઈ અર્થાત્ સંયુક્ત આરબ અમીરાતનાં એક બહેન નામે ડૉ. ખલ્લા અલ રોમાહિથીએ ૩ દિવસ, ૧૪ કલાક, ૪૬ મિનિટ અને ૪૮ સેકન્ડમાં સાતેસાત ખંડમાં પગ મૂકવાનો રેકોર્ડ કર્યો છે. તાજેતરમાં ગિનેસડે પર ખલાને એમના વિક્રમનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
કોરોનાનો કોળિયો બને છે બિચારાં મિન્ક...
યુરોપ-અમેરિકામાં મોટી સંખ્યામાં જોવા મળતાં મિન્ક પશુ કોરોનાનાં વાહક બની શકે એમ હોવાથી એકસાથે લાખો મિન્કનો ખાતમો બોલાવી દેવાનો ક્રૂર નિર્ણય અનેક દેશે કર્યો છે. જો કે મિન્કઉછેર ઉદ્યોગ અને જીવદયાપ્રેમીઓ આ પ્રાણી માટે લડી લેવાના મૂડમાં છે.
ચાલો, અહીં પણ આવી ગયો છે પેટ પાર્ક
બાળકો અને મોટેરાં માટેના પાર્સ-બગીચા.. આનંદ માણવાનાં સ્થળોની તો ખોટ નથી, પણ હવે ગુજરાતમાં વધી રહેલા પેટ કલ્ચરને લીધે પાળેલાં પ્રાણીઓ માટે પણ જુદી દુકાનો-દવાખાનાંની જેમ જ પૅટ્સ પાર્ક-મનોરંજનના સ્થળની શરૂઆત થઈ ગઈ છે.
કૉમેડીનું ડ્રગ્સ સરકસ!
હેલ્લો હેલ્લો જી.... ફરી એક વાર સૌને નૂતન વર્ષના અભિનંદનઅભિવંદન. સૌએ પ્રકાશના પર્વમાં નાસ્તા ઝાપટ્યા હશે, ફટાકડા ફોડ્યા હશે ને જલસો કર્યો હશે જ.
શિકારી ખુદ યહાં શિકાર હો ગયા...
મારી તો કારકિર્દીની શરૂઆત જ આ યુદ્ધથી થઈ. હું સોળ વર્ષનો હતો. મૅટ્રિકની પરીક્ષા આપી. કોલેજમાં જવા જેવી આર્થિક સ્થિતિ નહોતી. મોટા ભાઈ કૉલેજમાં ભણતા.
દસમું નાપાસ... હવામાં ઉડાન..!
કેવડિયાથી અમદાવાદ હવાઈ સફર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનની સેવાનો આરંભ કરાવ્યો ત્યારથી આ ટચૂકડાં વિમાન દેશના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયાં છે. એ સમયે વડોદરાના એક યુવકે સી-પ્લેનનું મોડેલ તૈયાર કર્યું. એ સી-પ્લેનના મોડેલને શહેરના તળાવ ઉપર ઉડાન ભરાવી. એ પછી તળાવના પાણીમાં એ મોડેલને ઉતાર્યું. એ નિહાળી તળાવ પાસે ભેગા થયેલા લોકોને તો મોટું જોણું થયું.
સંઘર્ષ વધારો નહીં, બીજી સમસ્યા છે જ!
આર્થિક તથા રાજદ્વારી મોરચે દેશ સામે અનેક પડકાર છે ત્યારે શાસક અને વિરોધ પક્ષે રાજકીય મુદ્દાને બાજુએ રાખવાની જરૂર છે.
બહુ ચરબી ચડી છે? તો વેક્સિન પણ શું કરશે?
તબીબી નિષ્ણાતોનું માનવું છે કે આપણે ખાવા-પીવાની આદત સુધારીને વજન કન્ટ્રોલમાં નહીં રાખીએ તો ‘કોવિડ’ વેક્સિન ઝાઝી અસરકારક નહીં નીવડે...
આ પક્ષ આમ ને આમ ચાલતો રહેશે?
અમેરિકી પ્રમુખ તરીકે આઠ વર્ષના શાસનકાળમાં બે-ચાર વાર મળીને બરાક ઓબામાએ રાહુલ ગાંધીને બરાબર ઓળખી કાઢયા અને એમની અણઆવડત પારખી લીધી, પરંતુ વર્ષોથી રાહુલની આસપાસ ઘૂમતા રહીને એમની કુર્નિશ બજાવતા કોંગ્રેસી આગેવાનો હજી એ વાસ્તવિકતા સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. સેનાપતિ બનવું હોય તો નેતૃત્વશક્તિ હોવી જોઈએ. બધાને પ્રકૃતિદત્ત ક્ષમતા ન હોય તો એ કેળવવી પડે. આ ભાઈને તો ગાદી વારસામાં મળી છે તોય આગેવાની લેવાની સૂઝબૂઝનાં ફાંફાં છે.
અમદાવાદના ગલગોટાનો ગુજરાતભરમાં વાગે છે ડંકો
શુભ-અશુભ પ્રસંગોમાં વપરાતાં ગલગોટાનાં ફૂલનું અમદાવાદમાં સતત ત્રણ વર્ષથી વિક્રમજનક ઉત્પાદન થયું. પીળાં-કેસરી ગલગોટાનાં ફૂલની કુદરતી સુગંધ સાથે ખેડૂતો માટે કમાણીનો સંતોષ પણ ભળ્યો છે.
પીંજરે પુરાયેલા પોપટને નવી પાંખ આપવાનું મિશન પંખ
કવિ પ્રદીપે પાંજરામાં પુરાયેલા ગભરું પારેવાની વ્યથા પોતાના શબ્દોમાં વ્યક્ત કરેલીઃ ‘પીંજરે કે પંછી રે તેરા દરદ ન જાયે કોઈ...' જો કે ભોપાલના ધર્મેન્દ્ર શાહે પીંજરાના પંખી પોપટનું દર્દ ના માત્ર જાણ્યું, પણ એમને મુક્ત આકાશમાં ઉડાડવાને જીવનનો એક ભાગ બનાવી દીધો છે.
તન્હા તન્હા મત સોચા કર...મર જાયેગા, મત સોચા કર!
કુદરત બ્યુટિફુલ છે, સમગ્ર બ્રહ્માંડ બ્યુટિફલ છે. એ કુદરતનો, બ્રહ્માંડનો આપણે હિસ્સો છીએ એટલે આપણું જીવન, આપણું જીવવું બ્યુટિફુલ છે. આસપાસ મચેલી ગોંધન વિશે ઝાઝું વિચાર્યા કરવાની જરૂર નથી. જરૂર છે ગોંધળથી આપણે બચી શક્યા છીએ એનો પાડ માનવાની.
કચ્છી કળાની વાત નિરાળી...ભાત નિરાળી!
ભૂજની આસપાસનાં અનેક ગામડાંની ઓળખ એની પરંપરાગત કળાથી આપવામાં આવે છે. અહીં એવાં ગામ છે, જ્યાંની કળા આજે ભારતના સીમાડા ઓળંગી વિદેશ સુધી પહોંચી છે.
પધારોઃ દિલ ને દસ્તરખાન બિછાયા...દાવત-એ-ઈશ્ક હૈ!
દિવાળીના સપરમા દિવસોમાં ચાલો, કંઈ નવું બનાવીએ, કંઈ એવું સ્વાદિષ્ટ બનાવીએ કે મહેમાન આંગળાં ચાટતાં રહી જાય. રસોઈ પણ એવી, આપણાં જીવન જેવીઃ થોડી નમકીન, થોડી સ્વીટ... કે પછી પેલી હિંદી સિનેમાની પંક્તિ કહે છે એમઃ “કભી નીમ નીમ, કભી શહદ શહદ...”
નાના આકાશમાં મોટી આતશબાજી
આફતોનું તો કામ જ છે આંટાફેરા કરવાનું. એ કદી સખણી બેઠી નથી અને બેસવાની પણ નથી. નામ બદલી બદલીને આફતોનું આગમન થતું જ રહેવાનું. આપણે શીખવાનું છે એનો સામનો કરવાનું..
વાઈલ્ડલાઈફનું વિસ્મયકારીક્લિક ક્લિક...
વનવગડામાં રખડપટ્ટીના શોખ સાથે કૅમેરાની ક્લિકનો કસબ ભળ્યો ને નિર્માણ થયું એક એવી યુવા પ્રતિભાનું, જે વન્યસૃષ્ટિની અલભ્ય તસવીરો ઝડપવામાં માહેર છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધામાં ભારતની સૌથી નાની વયની મહિલા તરીકે પહેલું ઈનામ જીતનારી નવી મુંબઈની આ યુવતીની કેવીક છે સક્સેસ-સફર...
૯૦ વર્ષનો સ્વાદભર્યો,શક્તભર્યો ઈતિહાસ!
‘ભારત કા અપના બિસ્કિટ’ લોકડાઉન દરમિયાન વિવિધ કારણસર સમાચારમાં રહ્યાં. લાખો માઈગ્રન્ટ્સ માટે ચા સાથે 'પાર્લે-જી’નું પેકેટ ભોજનનો વિકલ્પ બની રહ્યું તો કંપનીએ આશરે ત્રણ કરોડ પૅકેટ્સ લૉકડાઉન દરમિયાન રાહતકાર્યમાં આપ્યાં. બ્રિટિશશાસન દરમિયાન સ્વદેશી ચળવળથી પ્રેરિત આ બિસ્કિટનો ઈતિહાસ બડો રસપ્રદ છે.
વેડિંગ ડેસ્ટિનેશનરોમાન્ટિક રમણીયતા
રાજસ્થાનની રમણીયતા નવદંપતીને કે પછી હનીમૂન કપલ્સને નવજીવનની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સ્થળો પૂરાં પાડે છે. ઘણું વૈવિધ્ય છે અહીં ભવ્ય વારસા સમા મહાલય, કિલ્લા, સુંદર બગીચા, નયનરમ્ય તળાવો, ભવ્ય પહાડો અને નજર નાખો ત્યાં સુધી ફેલાયેલાં રણ, વગેરે. આ સ્થળો પર ઈચ્છો એવા સમારંભો યોજી શકાય છે. આ જ કારણે રાજસ્થાન વિશ્વના સૌથી માનીતા વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. નવપરિણીત દંપતી આ ભવ્ય મહેલો હવેલી રિસોર્ટ્સમાંથી જે ગમે તે સ્થળ પસંદ કરીને એકમેકને જાણવાના પ્રવાસનો આરંભ કરી શકે છે.
ચાલો, નાટક કરતાં કરતાં ભણીએ...
નાટક દ્વારા શિક્ષણ અને જીવનશિક્ષણ મેળવવાની ‘થિયેટર ઈન એજ્યુકેશન’ની વિદેશી પદ્ધતિ ભારતમાં ત્રણ દાયકા પછી પણ પ્રચલિત થઈ નથી, પરંતુ એના અભ્યાસુ વાલ્ટર પીટરે શૈક્ષણિક ક્ષેત્રે એના ઉપયોગ દ્વારા પ્રતિષ્ઠા મેળવી છે. પ્રસ્તુત છે અભિનય દ્વારા ભણતર આપવાનાં પ્રયોગ અને પરિણામોની મનોરંજક સફર...
સગાંવાદ: આપણો ને એમનો!
સંવત ૨૦૭૬ના આસો માસની વદ સાતમના રોજ, વર્ષના છેલ્લા જલસાઘરમાં કયો ટોપિક લેવો એ રધુ વિચારી રહ્યો છે ત્યારે આસપાસ ફેલાયેલાં છાપાંમાં એક નાનકડા સમાચાર એનું ધ્યાન ખેંચે છે. સમાચારનો સાર એ છે કે અભિષેક બચ્ચને છાંછિયું કરતાં કહ્યું: “હું સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો બેટો છું, પણ મારા પપ્પાએ કોઈ દિવસ કોઈને ફોન કરીને મારી ભલામણ કરી કે ન મારે માટે ફિલ્મ બનાવી, બલકે મેં એમને લઈને એક ફિલ્મ (પા)નું નિર્માણ કર્યું છે... બીજા બિઝનેસની જેમ ફિલ્મ પણ એક બિઝનેસ છે. તમારી ફિલ્મ, તમે ચાલ્યા તો બધા તમને લેવા પડાપડી કરશે. ફિલ્મ ન ચાલી તો કોઈ તમારો ભાવ પણ નહીં પૂછે. પછી ભલે તમે ગમે એનાં બેટા-બેટી હો...'
બર્ડમૅન ઑફ રાજકોટ!
સુંવાળી ત્વચા અને એક ડગલામાં ત્રીસેક ફૂટનું અંતર કાપી લેવા માટે જાણીતાં મોજીલાં સસ્તન પ્રાણી કાંગારુંને નાચતાં-કૂદતાં જોવાં હોય તો ઑસ્ટ્રેલિયા જવું પડે... પરંતુ જો કોઈ એમ કહે કે એ ભારત જ નહીં, બલકે ગુજરાતમાં જ જોવા મળે છે તો?
બાળસાહિત્ય: દીવો તો પ્રજવળે છે, ઉજાસ પહોંચવો જરૂરી
બાળદિવસ ૧૪ નવેમ્બરે શા માટે ઊજવવો કે શું કામ ન ઊજવવો? એ ચર્ચા રાજકીય મંચ પર થતી રહે છે, પરંતુ બાળકોના વિકાસ માટે કોઈ એક જ દિવસ પર મદાર રાખવાની જરૂર નથી. પ્રસ્થાપિત થયેલો બાળદિન નજીક છે અને દિવાળી પણ આવી પહોંચી છે ત્યારે એ સવાલ થાય કે સોશિયલ મિડિયાના આ કળિયુગમાં આપણાં બાળસાહિત્યની હાલત શું છે? વર્ષો પહેલાં પ્રગટેલી જ્યોત તો હજીય પ્રજ્વળે છે. હા, અજવાળું પહોંચવું જોઈએ એવું પહોંચતું નથી.
ગામડાંની સિકલ બદલવા સ્વદેશાગમન
અમદાવાદમાં જન્મેલા-ઊછરેલા મૂળ કનડીગા ડૉ. સુધીન્દ્ર ટટ્ટીએ 'ટેક્સાસ યુનિવર્સિટી'માંથી ‘પીએચ.ડી.’ મેળવી... ત્યાર બાદ 'મોટોરોલા’માં તગડા પગારની નોકરી, અમેરિકાનું ગ્રીન કાર્ડ, દેશ-વિદેશના મોંઘેરા અનુભવ મેળવ્યા... પણ એક દિવસ એ બધું છોડી એ અમદાવાદ પાછા આવી ગયા. ત્યારથી એમણે ગામડાંને ટેક્નોલૉજિકલ સંશોધનથી બદલવા ધૂણી ધખાવી છે!
ક્યાં ઊજવવી છે દિવાળી?
આપણા દેશમાં ઘણાં રાજ્યોએ ફટાકડા વેચવા ને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે એમાં તમારી તનીશા ક્રોધ, રોષ, કોપ, ખીજ, આવેશ જે કહો તે, બધાથી રીતસરની સળગી રહી છે. હવે આ ગુસ્સો તો દિવાળીના ઘૂઘરા ને નાનખટાઈ પર તૂટી પડ્યા પછી જ જશે. વચમાં ભારત સામે શિંગડાં ભરાવનારા મુસ્લિમ દેશ મલયેશિયામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે, પણ ત્યાંના હિંદુઓ અને ઘણા સ્થાનિકો પણ જબરા જોશથી દિવાળી ઊજવે છે. મલયેશિયામાં દિવાળીને હરિ દિવાળી કહેવામાં આવે છે. એ દિવસે લોકો વહેલી સવારે ઓઈલ બાથ લે છે એટલે કે સુગંધી તેલનું સ્નાન કરે છે. શા માટે એની ખબર નથી) પછી તૈયાર થઈને મંદિરમાં દર્શને જાય છે. સંબંધીઓને આ દિવસે ભેટ આપવાનો રિવાજ છે.
સ્મિત પર થઈ રહ્યું છે અનોખું સંશોધન...
વડોદરાના એક ડૉક્ટર પિતા-પુત્ર લોકોના ચહેરા પરનાં વિવિધરંગી હાસ્ય પર અભ્યાસ કરી રહ્યા છે. એમણે ભેગી કરી છે અનેક દેશો દ્વારા બહાર પાડવામાં આવેલી સ્મિતવિષયક ટપાલટિકિટો. કેવું છે એમનું અચરજ પમાડતું રિસર્ચ.
અર્થતંત્રનું એન્જિન ફરી દોડતું થવામાં જ છે...
નવા વર્ષમાં શેર, સોના-ચાંદી, મ્યુચ્યુંઅલ ફંડમાં રોકાણપ્રવાહ વધવાની શક્યતા છે તો રિયલ્ટી સેક્ટરમાં પણ રિવાઈવલની આશા છે. જો કે કોવિડ જેવી અણધારી આફત સામે હવે ગાફેલા રહેવાનું પાલવે એમ નથી એટલે બચત અને રોકાણનું આયોજન કરવાનું અને પરિવારનો દરેક સભ્ય થોડીઘણી આવક રળતો થાય એ દૃષ્ટિએ વિચારવાનું જરૂરી છે.
અહીં સચવાયો છે જૈન-ઈતિહાસ
સુરતમાં ગૃહ જિનાલયો સહિત ચારસો જેટલાં દેરાસરો છે, જેમાં કળા અને સ્થાપત્યની દૃષ્ટિએ ચિંતામણિ અને ચંદ્રપ્રભુ જિનાલય બેજોડ છે. આ દેરાસરનાં ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ અદકેરાં છે.
અજાણ્યા શત્રુ સામે ચિત્ત થઈ માનવજાત
આ એક માનવસર્જિત દુર્ઘટના કે કાવતરું નહોતાં એમ માની લઈએ તો પણ કોરોના વાઈરસના ફેલાવામાં ચીન અળખામણું તો થયું જ છે. વીતેલા વર્ષનું સરવૈયું કાઢીએ તો અંદાજ આવે કે કોરોના વાઈરસની બીમારીથી જે નુકસાન થયું છે એના કરતાંય વિપરીત અસર હજી લાંબા ગાળા સુધી આપણને કનડવાની છે.
કેશુભાઈ પટેલઃ સૌરાષ્ટ્રના પોતાના જણ
ધિંગી કોઠાસૂઝ અને દૂરંદેશી ધરાવતા કેશુબાપાએ રાજ્યનાં ગામેગામ ‘જનસંઘ’નું નામ પહોંચતું કર્યું હતું... એ જમાનામાં જ્યારે ‘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ના કાર્યકર તરીકે કોઈ પાણી પણ આપતું નહોતું!
અહીં રોજ થાય છે ગાંધી-સરદારની પૂજા!
ગામના રામજી મંદિરમાં બાપુ-વલ્લભભાઈને પ્રસાદ ચઢે અને આરતી પણ ઊતરે.