CATEGORIES
Kategorien
સ્મૃતિ સયાજીરાવની...
લેખક નારાયણ માધુઃ સયાજીરાવ એમના જમાનાના પ્રમાણમાં ઘણા પ્રગતિશીલ હતા.
દરરોજ એકવીસ આપઘાતઃ શું કરે ગુજરાત?
નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરોના તાજા રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ગુજરાતમાં ૭૬૫૫ લોકોએ આત્મહત્યા કરી છે.
દસ દિવસમાં ગાંધી પહોંચ્યા ૭૦ દેશ!
ગાંધીજી હવે કેટલા પ્રસ્તુત તદ્દન અપ્રસ્તુત એવો આ પ્રશ્ન વારંવાર ચર્ચાતો રહે છે. સોશિયલ મિડિયા પરની પોસ્ટ, વગેરે જોતાં ક્યારેક તો લાગે કે કેટલાક લોકો એવું ઈચ્છે છે કે ભારત ગાંધીજીને ભૂલી જાય તો સારું. જો કે ગાંધીજી તો ભારતીયમાંથી ક્યારનાય વૈશ્વિક બની ગયા છે. ગાંધીજીનાં ચશ્માંની ફ્રેમ કરોડોમાં વેચાય એ તો બરાબર, પરંતુ એમની જીવનદષ્ટિ પણ અહીં અને પરદેશમાં વધારે ખીલી-ખૂલી રહી છે.
તકનો લાભ નહીં લઈએ તો...
કોરોનાને કારણે દેશના વેપાર-ઉદ્યોગને માઠી અસર પહોંચી છે અને સ્થિતિ ઝટ સુધરવાના અણસાર નથી ત્યારે કૃષિ ક્ષેત્ર તરફથી દેશવાસીઓને રાહત મળી છે. આ વર્ષે વરસાદને કારણે ખેતરો છલકાઈ ઊઠે એટલો પાક થવાની ધારણા છે ત્યારે સિંચાઈ તથા પૂરતી સંગ્રહક્ષમતા સહિતની સુવિધા પાક્કી કરવાની જરૂર છે, જેથી પાછળથી રોવાનો વારો ન આવે.
આવા પણ પોલીસવાળા હોય છે!
સુરેશ હિંગલાગિયાઃ આટલી માણસાઈ તો હોવી જોઈએ ને?
લૉકડાઉન કી પસંદ...
કોરોના લૉકડાઉને આપણને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ઘણું આપ્યું..
નથુલા-ચોલા: બળૂકા ચીની સૈન્યને જ્યારે ભારતે નમાવ્યું.
લડાખ સરહદે ભારત અને ચીનની સેના દિવસોથી સામસામે ખાંડાં ખખડાવતી ઊભી છે ત્યારે વાત સિક્કિમ સીમાડે થયેલા એવા બે જંગની, જ્યાં શરૂઆતમાં મોટી ખુવારી સહન કર્યા પછી આપણા પરાક્રમી જવાનોએ એવો તો પરચો દેખાડ્યો કે ચીને દૂમ દબાવીને શરણાગતિ સ્વીકારી લીધા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એ જંગના ‘તાજના સાક્ષી’ એવા લશ્કરી અધિકારી પાસેથી જાણીએ ઈતિહાસ જેની ખાસ નોંધ લીધી નથી એવા એક શૌર્યભર્યા પ્રકરણની.
પછેડી કરતાં લાંબી સોડ તાણવી નહીં... :તરુણ ગાલા (બિઝનેસમૅન)
મુંબઈના અનુપમ સ્ટેશનરીના એક સંચાલક તરુણ ગાલા કહે છે કે કોરોનાએ પૂરા વિશ્વને શીખવ્યું છે કે તમે ધારો છો એવું હંમેશાં થશે નહીં.
દિલ થોડું મોટું રાખો, નામદાર...
વાજબી ટીકાને ન્યાયતંત્રનું અપમાન ગણી શકાય?
શેરબજારમાં માર્જિન નામની નવી મૂંઝવણ
વરસોથી અપફ્રન્ટ માર્જિન વિના સોદા કરવા ટેવાયેલા મોટા ભાગના રોકાણકારો-ટ્રેડર્સ માટે હવે માર્જિના વિના સોદા કરવાનું બંધ થયું છે. ‘સેબી’એ લાગુ કરેલી આ નવી સિસ્ટમ પ્રત્યે ઈન્વેસ્ટર-ટ્રેડર્સમાં ક્યાંક નારાજ છે. બજારની સલામતી માટે આ પગલું જરૂરી ગણાય છે, પણ એના અમલ માટે માર્કેટ હજી સજ્જ હોવા અંગે શંકા છે.
સ્ટાર્ટ-અપની પ્રેરણા જ નહીં, આરંભ પણ કરાવ્યો...:પ્રતીક ગાંધી (નાટક-ફિલ્મઍક્ટર)
જરૂરત એ આવિષ્કારની જનની છે. આ કહેવતની ધાર કાઢી આપી કોરોનાએ.
પક્ષીઓના વનમાં માણસોને નો એન્ટ્રી
વડોદરામાં એક પ્રકૃતિપ્રેમીએ માત્ર પંખીઓ માટે મસમોટો વગડો તૈયાર કર્યો છે.
પાક્કા પીકોકપ્રેમી છે આ જમાદાર
અમદાવાદના નિવૃત્ત જમાદાર નાનુ દેસાઈ એકલપંડે કરે છે મોરબચાવ પ્રવૃત્તિ.
સુશાંતનું સત્ય બહાર આવશે કે કોથળામાંથી બિલાડું નીકળશે?
અંધારામાં તીર પર તીરનો મારો ચાલી રહ્યો છે. સવાલ એ છે કે આ કેસની તપાસનું ટાંય ટાંય ફિસ્સ તો નહીં થાય ને?
હેલો, અંદર સે બોલ રહા હૂં...
અમદાવાદ અને અમરેલી... બન્ને શહેરમાં ખાસ નોંધપાત્ર સામ્યતા નથી, પરંતુ હાલમાં અમરેલીમાં બનેલી એક ગુનાહિત ઘટનાને લીધે અમદાવાદમાં પાછલા સમયમાં બનેલી ઘટનાની યાદ તાજી થઈ. એ ઘટના છે જેલમાં ગેરકાયદે ફોન કરવાની પ્રવૃત્તિ.
પ્લીઝ, ફેમિલીને પણ આપો સમય... : ડૉ. મુફઝલ લાકડાવાલા (કોરોના વૉરિયર)
કોરોના પેશન્ટ્સની સારવાર માટે જમ્બો કોવિડ સેન્ટર બાંધવાની ભલામણ કરનારા ભારતના પહેલા ડૉક્ટર, મુંબઈના જાણીતા બેરિયાટિક સર્ધન ડૉ મુફ્ફઝલ લાકડાવાલા કહે છે: “એક ડૉક્ટર તરીકે કોરોનાએ મને શીખવ્યું કે અમારું જ્ઞાન અધૂરું છે.
મારે ટોડલે બેઠો રે મોર...
થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મોરને ચણ ખવડાવતા હોય એવા ફોટોગ્રાફ્સ અને વિડિયો વહેતા થયા.
જુગાડ કરો ભાઈ, જુગાડ...!
કોઈ પણ રીતે ઊંધું-ચતું કરીને કામ પાર પાડવાની ક્રિયા માટે આપણો જુગાડ શબ્દ જગતભરમાં એવો જાણીતો થઈ ગયો છે કે વિશ્વભરની ડિક્શનરીમાં એનો સમાવેશ કરવો પડ્યો છે.
માણસ ઓછા... મોર વધારે!
માળિયા મિયાણા તાલુકાના નાનાભેલા ગામમાં માનવવસતિ ઓછી થઈ રહી છે, પણ એ સામે મોરની સંખ્યા વધી છે. ગ્રામજનો સાથે મોરનો કોઈ અતૂટ નાતો બંધાઈ ગયો છે અહીં.
રેબનનાં ચમાં ને રેન્જરોવર રૂડી નથી એ સમજાઈ ગ્યું... : ગીતા રબારી (લોકપ્રિય લોકગાયિકા)
એક વાઈરસે પાંચ મહિનામાં માનવજીવન બદલી નાખ્યાં. હું ઈચ્છું કે આ આફતનો ઝટ અંત આવે.
કાગડાસભાનો થયો પોપટ
દોસ્તો, આપણે સમાજ માટે શુભ કાર્ય કરીએ. સમાજને આપણે નવી દિશામાં લઈ જવો છે...
અનન્યા: આ છે ખાસ વિદ્યાર્થીનોનાં ખાસ શિક્ષિકા
દિવ્યાંગ બાળકો માટેનાં ગુજરાતનાં બે શિક્ષિકાને હમણાં કેન્દ્ર ને રાજ્ય સરકારે બિરદાવ્યાં છે ત્યારે જાણીએ પ્રજ્ઞાચક્ષુ કે મૂક-બધિર બાળકોને શિક્ષણ આપવામાં આવતી અપાર અડચણ અને એ વચ્ચે પણ મળતા અનોખા આનંદ વિશે...
કિસી કા દર્દ લે સકે તો લે ઉધાર... : સોનુ સૂદ (ફિ૯મઍક્ટર)
બોલીવૂડે એને ખલનાયક બનાવ્યો, પણ કોરોના કાળમાં એની સેવાભાવી પ્રવૃત્તિ-કામગીરીથી એ નાયક બની ગયો. જો કે ૪૭ વર્ષ ઍક્ટરને આવાં છોગાં પસંદ નથી.
અહીં શ્રાદ્ધનું મહત્વ કેમ?
કંદર્પ જોશીઃ શ્રાદ્ધ ઉપરાંત બીજી કેટલીક વિધિ પણ ચાણોદમાં થાય છે.
એક સરસ સુવિચાર શીખવ્યો આ વાઈરસે...: મંદાર ચાંદવડકર (ટીવીએક્ટર)
અમારી ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી તરીકે હું રોજ બ્લેકબોર્ડ પર એક સુવિચાર લખું છું, પણ મારા જીવનનો બેસ્ટ સુવિચાર આપ્યો કોરોનાએ: પહેલાં આપણે માણસોનો ઉપયોગ કરતા ને ચીજવસ્તુની કદર કરતા.
પ્રણવ મુખરજીઃ બે ગજનું છેટું હંમેશાં રહ્યું!
ભાજપના ‘વડીલ' લાલકૃષ્ણ અડવાણી કરતાંય વધુ લાંબો સમય વડા પ્રધાનપદ માટે અપેક્ષાની કતારમાં ઊભા રહ્યા હોય એવા નેતા એટલે પ્રણવ મુખરજી. વડા પ્રધાન નહીં તો રાષ્ટ્રપતિ બનીને એમણે થોડો આત્મસંતોષ મેળવ્યો હશે. જો કે છતી થઈ ગયેલી એક મહત્ત્વાકાંક્ષા સામે અનેક વાત અવ્યા રાખીને એમણે વિદાય લીધી.
આ છે મોરનું ગામ...
સાવ સામાન્ય ગામ એવા સેંગપુરમાં કોઈ ખાસ આકર્ષણ નથી, પણ ડગલે ને પગલે જોવા મળતા મોરને કારણે આ ગામ ભર્યું ભર્યું લાગે છે.
કોઈ પણ સંઘર્ષ માટે તૈયાર રહેવાની મળી શીખ... :જિતેન્દ્ર જાદવ (વૉર્ડબૉય)
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારી મુખ્ય ડ્યુટી ઑપરેશન થિયેટરમાં છે.
અહીં તો બારેમાસ વિજ્ઞાનની ઉજવણી!
જામનગર જિલ્લાના નાના ગામ ધ્રોળમાં વિજ્ઞાનનું એક મોટું કેન્દ્ર છે. ત્રણ દાયકાથી કાર્યરત આ સાયન્સ સેન્ટરની પ્રવૃત્તિ ઘણી ઉલ્લેખનીય છે. પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન છે. શિક્ષક ન હોવા છતાં કોઈ વ્યક્તિ ધારે તો શિક્ષક જેવું શું કરી શકે એનું ઉદાહરણ અહીં જોવા મળે. આ વિજ્ઞાન કેન્દ્રમાં તો રોજ ગુંજે છે 'જય વિજ્ઞાન'નો નારો.
...અને આ વસાહત પણ એમને પ્યારી
ભરૂચમાં આવેલી જીએનએફસી (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ) એ જાણીતી કંપની છે.