તમારા ઘરમાં બોર છે? હોય જ ને, મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય તો પણ બોર રાખવો પડે... તો હવે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ૧૦,૦૦૦ રૂપિયા ભરવા પડશેઃ આ સમાચાર વાંચ્યા અને જાણ્યા હશે, પણ ભાગ્યે જ કોઈ ગંભીરતાથી નોંધ લીધી હશે. આવા સમાચાર આવે અને તેમાં મુદત આપવામાં આવી હોય, પણ આપણે જાણીએ છીએ કે સરકારી યોજનામાં મુદતો પડી જ રહે. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બોર કર્યો હશે તે બધાએ અરજી કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ત્રણ મહિનામાં આખા દેશના બોર કે ટ્યૂબવેલ રજિસ્ટર થઈ જાય તેવું લાગતું નથી, પણ એક શરૂઆત થઈ છે.
કેન્દ્ર સરકારના જળસંપત્તિ વિભાગે આ નવો નિયમ જાહેર કર્યો છે અને સમગ્ર દેશમાં લાગુ પડશે. અત્યારે ઘણાં રાજ્યોમાં આ માટેના નિયમો છે પણ ખરા. પંચાયત કે પાલિકાની મંજૂરી પણ મેળવવાની હોય છે, પણ હવે સમગ્ર દેશમાં એકસમાન સ્થિતિ લાવવા માટેનો પ્રયાસ છે. કારણ સમગ્ર દેશમાં પાણી એક પ્રોબ્લેમ બનવાનું છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં વૉટર વૉરની સ્થિતિ ઊભી થઈ રહી છે.
બોરની મંજૂરી મળવાની છે એટલે તે સમસ્યા નથી, સમસ્યા એ છે કે હવે દર વર્ષે ૧૦,૦૦૦ રૂપિયાની ફી ભરવી પડશે. એક વાર બોર બનાવવાનો ખર્ચ કર્યો તે પછી ભૂગર્ભનું પાણી મફત, માત્ર લાઇટનું બીલ આવે. અંદાજે ૪૦૦ રૂપિયા લાઇટ બીલની સાથે હવે મહિને ૮૦૦ રૂપિયા પાણીના પણ આપવા પડશે. પાણીના હવે પૈસા આપવા પડશે. ખેતીના ટ્યૂબવેલને હાલમાં બાકાત રાખવામાં આવ્યા છે. ટ્યૂબવેલ અંગેના જુદા જુદા નિયમો રાજ્યો પ્રમાણે હોય છે. ભવિષ્યમાં ખેતી માટેના કૂવા અને ટ્યૂબવેલ માટે પણ એક સમાન નીતિ આવી શકે છે.
Diese Geschichte stammt aus der August 13, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 13, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?