થોડાં વર્ષો પહેલાં ટી.વી. જોતાં જોતાં જમનારાં બાળકોની પેઢી હતી, તો અત્યારે મોબાઇલ બતાવે ત્યારે જ નાનું બાળક જમે. ટીવી કે મોબાઇલ વગર એક કોળિયો ખાય નહીં, ઉલટાનું બૂમબરાડા કરવા લાગતું, અધીરું થઈ જાય, પરંતુ આવા ટૅક્નોલૉજીના કોઈ પ્રલોભન વગર અનેક પેઢીઓ ચકલીને જોઈને મોટી થઈ છે, એ વાત આજે અવિશ્વસનીય લાગે એવી છે. સામે ચકલી બતાવતાં ‘એક કોળિયો ચકીનો, એક કાગડાનો..', એમ કહીને નાનાં બાળકોને ફોસલાવીને માતા, દાદી કે નાની ખવડાવતી. આમ આપણે પ્રકૃતિ સાથે અજાણતાં જ જોડાઈ જતાં. આ રીતે માણસનો જે પક્ષી સાથે પરિચય થતો તે એટલે ચકલી! જ્યારે માણસ નવા ઠેકાણે વસતી કરે એટલે ત્યાં પહેલું નજીક આવનાર પક્ષી ચકલી જ હોય છે. મનુષ્યવસતી ન હોય ત્યાં ચકલી દેખાતી નથી. છેલ્લાં દસ હજારથી વધુ વર્ષોથી ચકલી મનુષ્યવસતીવાળા અધિવાસમાં રહે છે.
ચકલીનો ઉલ્લેખ વેદ, પુરાણ, આદિકાવ્ય રામાયણ અને અનેક સંસ્કૃત સાહિત્યમાં મળે છે. મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં પક્ષીઓના ઉડાનની કુલ સાત શ્રેણીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં સૌથી પ્રાથમિક અને કનિષ્ઠ પ્રકારનું ઉડાન ચકલી અને અનાજના દાણા ખાનારાં અન્ય પક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે. શિકારી બાજ પક્ષીની સામે ટચૂકડા ચકલીની તે શી વિસાત? બળવાન બાજ સાથે બાથ ભીડવાની પ્રેરણા દેનારી શીખ ગુરુ ગોવિંદસિંહની આ ઉક્તિથી તો કોઈ ડરપોકને પણ શૂરાતન ચડે.
‘ચિડિયા નાલ મૈં બાજ લડાવા, ગિદરાંનુ મૈં શેર બનાવા
સવા લાખ સે એક લડાવા, તા મૈં ગોવિન્દ સિંહ નામ કહાવાં’
પંજાબી લોકગીતોમાં અનેક વખત ચકલીનો ઉલ્લેખ આવે છે. એમાં ચકલીની સરખામણી દીકરી સાથે કરવામાં આવે છે, તે આમ-
‘સાડ્ડા ચિડિયા દા કાબા વે બાબુલા અસ્સા ઉડ જાના'
અર્થાત્ અમે તો માળામાંની ચકલી છીએ, એક દિવસે ઊડી જાશું એટલે સાસરે જતી રહેશે.
મરાઠીમાં ચકલીને ‘ચિમણી, ચિઊ, ચિઉતાઈ' કહેવાય છે. મહારાષ્ટ્રમાં પાટી સૂકવતી વખતે બાળકો બાળ કવિતામાં ચકલીને હવા નાખવાનું, કાગડાને પાણી આપવાનું કહે છે. એના બદલામાં તેને દાણા અને માળો દેવાનું વચન પણ આપે છે. કાશ્મીરી ભાષામાં ચકલીને ‘ચ’, નેપાળીમાં ‘ભંગેડી’ અને અંગ્રેજીમાં ‘હાઉસ સ્પેરો કહેવાય છે.
Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ