કચ્છની કુલ વસતિના પ્રમાણમાં જૈનોની વસતિનો આંકડો ભલે નાનો લાગતો હોય, પરંતુ તે હિન્દુ, મુસ્લિમ પછી ત્રીજા સ્થાને છે. કચ્છનાં ૯૦૦થી વધુ ગામો પૈકી ૧૫૦ જેટલાં ગામોમાં જૈનોની વસતિ વધુ છે. આ ગામોમાં દેરાસર, ઉપાશ્રય હોય છે. જ્યાં ઉપાશ્રય હોય ત્યાં જ્ઞાનભંડાર પણ હોય. આવા જ્ઞાનભંડારોમાં અનેક વખત સેંકડો વર્ષો જૂની અપ્રાપ્ય એવી હસ્તપ્રતો, ઐતિહાસિક મૂલ્ય ધરાવતાં ગ્રંથો, પુસ્તકો પણ હોય છે. મોટા ભાગના જ્ઞાનભંડારોમાં આજના સમયના લોકો વાંચીને સમજી શકે તેવા આજે પ્રચલિત ભાષાઓમાં છપાયેલાં પુસ્તકો હોય છે, પરંતુ તેની સાથે અમુક વખતે બહુમૂલ્ય એવી હસ્તપ્રતો પણ હોય છે. હસ્તપ્રતો કે જૂના ગ્રંથો સંસ્કૃત, પાલી, અર્ધ માગધી જેવી ભાષામાં લખાયેલા હોય છે. આથી આ જ્ઞાનને સાચવવાની, તેની જાળવણી કરવાની અને તેમાં રહેલા જ્ઞાનને આજના લોકો સમજી શકે તે ભાષામાં મૂકવાની, તે વિશ્વભરના જિજ્ઞાસુઓ સુધી પહોંચી શકે તે માટે તેનું ડિજિટલાઇઝેશન કરવાની જરૂર હોય છે. આવું કામ ખૂબ જ ધૈર્ય, શ્રમ, નાણાં અને સમય માગી લેતું હોવાથી દરેક જગ્યાએ તે થઈ શકતું નથી. કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામમાં જૈન આગેવાનોએ આ માટે રીતસરનો યજ્ઞ આદર્યો છે. જેમાં કોઈ શ્રમરૂપી તો કોઈ નાણાંરૂપી તો કોઈ સમયરૂપી આહિત આપી રહ્યા છે. આ ગામમાં આજથી ૧૫૦ વર્ષો પહેલાં ચાલતી એક સંસ્થા ‘સદાગમ’ આવું કાર્ય કરતી હતી. વચ્ચેના સમયમાં સંસ્થા સુષુપ્ત થઈ ગઈ હતી, પરંતુ આજે તેનામાં ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સંસ્થાના નેજા હેઠળ અહીં જે જ્ઞાનભંડાર છે તે ઉપરાંત અન્ય ખાનગી સંગ્રાહકો પાસેથી પણ પુસ્તકો કે હસ્તપ્રતો એકઠી કરીને તેને સાચવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ઉપરાંત, અહીં એક રિસર્ચ સેન્ટર પણ ઊભું થઈ રહ્યું છે. જ્યાં જિજ્ઞાસુઓ પુરાણાં પુસ્તકોનો અભ્યાસ કરીને સંશોધન કરી શકશે.
Diese Geschichte stammt aus der May 13, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 13, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ