માનવજાતની ભૂલો
ABHIYAAN|June 17, 2023
ભૂલોનું મૂળ કારણ મિથ્યાદર્શન છે અને તે અનાદિથી છે. તે કોઈના શીખવવાથી થયું નથી, તેથી તેને નિસર્ગજ મિથ્યાદર્શન પણ કહે છે. ગાંધીજીનું જેમ એક લેવલ હતું તેમ સિસેરો પણ અસાધારણ વ્યક્તિ હતા. એ સમયના સફળ રાજકારણી, વકીલ ’ને લેખક એવા સિસેરોની બુદ્ધિ ઊંડું નિરીક્ષણ કરી 'ને લાંબું વિચારી શકતી હતી. લેટિન ભાષાના ઘડતરમાં તેમનો ફાળો મહત્ત્વનો. એમણે માણસજાતની છ ભૂલો જાહેર કરી હતી
ગૌરાંગ અમીન
માનવજાતની ભૂલો

દરેકનું પોતપોતાનું માનવું છે કે આને તેને ભૂલ જ કહેવાય 

સૌ એકબીજાને જોઈ શકે છે કે ભૂલ કર્યા વિના ના રહેવાય

ભૂલ એટલે ખોટું પગલું. માનવીનો સ્વભાવ છે કે એ પહેલાં બીજાની ભૂલ જુએ ’ને એ પછી પોતાની જુએ તો જુએ. પહેલાં બીજાની ભૂલ સુધારવાની નીડ જણાય ’ને એ પછી પોતાની ભૂલ સુધારવાની વૉન્ટ જન્મે તો જન્મે. જે રીતે એક માનવીની શોધ ઘણા માનવીનું જીવન સુધારી શકે છે, તેમ એકાદ માનવીની ભૂલ ઘણા માનવીનું જીવન બગાડી શકે છે. સામાજિક ’ને રાજકીય પ્રાણી એવો માનવી પોતપોતાના જૂથ પ્રમાણે ભૂલની પોતીકી વ્યાખ્યા બાંધે છે. સવાલ એ છે કે સમસ્ત માનવગણની ભૂલ કોણ ઓળખશે? જો પશુ, પક્ષી કે વનસ્પતિને માનવીની ભૂલ કાઢવાનો મોકો મળે તો માનવીને પોતાની ઘણી મર્યાદા દેખાઈ શકે. હવા, પાણી, આકાશ, પૃથ્વીથી માંડીને અદશ્ય તેમ જ નાના મોટા જીવજંતુ જેવા બિનમાનવ તત્ત્વો આપણી ભૂલ કાઢી ભૂલને સુધારવાની જીદ પકડે તો આપણું આવી બને. સારું ’ને સાચું પગલું એ કહેવાય કે માનવી પોતાની જાતિની ભૂલ જાતે શોધે ’ને તે ભૂલને સુધારવા પ્રયત્ન કરે. કઈ કઈ ભૂલો? દાખલા તરીકે સિસેરોએ દર્શાવેલી મેનકાઇન્ડની છ ભૂલો.

ગફલત, ચૂક, ખામી, કસૂર, ખોડ, ગુનો, અપરાધ, દોષ, ત્રુટિ, ક્ષતિ, ગેરસમજ જેવા ઘણા શબ્દ ભૂલ માટે છે. ભૂલ શબ્દમાં ભુલાઈ જવાની ક્રિયાનો સંદર્ભ છે એટલે તેને વિસ્મૃતિ પણ કહેવાતી હોય છે. વિસ્મરણ થવું કે અસ્મરણ થવું કે પ્રતિ સ્મરણ થવું, અંતે ફરગેટ થવું કે કરવું. ભૂલ માફ કરવી એ માટે ‘ફરગિવ એન્ડ ફરગેટ’ ઉક્તિ બોલાય છે. ફરગેટના સ્પેલિંગમાં ફોર ’ને ગેટ છે. ભૂલના અંગ્રેજી શબ્દમાં મિસ ’ને ટૅક છે. ખોટું જે લેવાઈ ગયું છે તે. મિસગવ અર્થાત્ અવિશ્વાસ કરવો, શંકા કરવી, ધબકારો ચૂકી જવો. ભૂલ શબ્દ પ્રાકૃત શબ્દ ભુલ્લ પરથી છે જે સંસ્કૃત શબ્દ ભ્રંશ પરથી છે. સંસ્કૃતમાં ભૂલને સ્ખલન, વિચિકિત્સા, પ્રમાદ, વિનિપાત, ભ્રાંતિ, વાસના પણ કહેવાય છે. ભૂલ ’ને ભૂલોક શબ્દને શબ્દશાસ્ત્ર મુજબ સંબંધ નથી. ગુજરાતીમાં ઉક્તિ છે કે ભૂલ તો બ્રહ્માની યે થાય. અંગ્રેજીમાં મિસ્ટેક શબ્દના મૂળને કોમ્યુનિકેશનના લોચા સાથે સંબંધ છે.

Diese Geschichte stammt aus der June 17, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 17, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024