જ્યોર્જ બર્નાર્ડ શો રાજકારણી નહોતા તેમ છતાં ખુદની પ્રશંસા કરવામાં એ ફુલટાઇમ સ્વાવલંબી હતા. એક દિવસ કોઈએ એમને કહ્યું કે – દુનિયાનાં શ્રેષ્ઠતમ ૧૦૦ પુસ્તકોનાં નામ કહી બતાવો, ત્યારે બર્નાર્ડ શોએ એકદમ સહજ ભાવે કહ્યું કે, મેં તો આજ સુધીમાં માત્ર ૧૭ પુસ્તકો જ પ્રગટ કર્યાં છે. આ સાંભળીને પેલાને આશ્ચર્ય થયું એટલે પૂછ્યું: આ તો તમારી ખુદની પ્રશંસા કહેવાય! તમે તમારી જ પ્રશંસા કરો એ ઠીક ન કહેવાય. બર્નાર્ડ શોએ પછી ગંભીર થઈને કહ્યુંઃ તમારી વાત સાચી છે કે એ ‘ઠીક’ ન કહેવાય, કેમ કે એ ‘શ્રેષ્ઠ’ કહેવાય! અરે ભાઈ, તમે મને એટલો અશક્ત અને પાંગળો માનો છો કે મારી પ્રશંસા માટે હું બીજા પર આધાર રાખું અને બીજાનો મોહતાજ બનું? હજી હું એટલો તો સશક્ત છું કે ખુદની પ્રશંસા હું ખુદ કરી શકું!
જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે આપણી માનસિક સ્થિતિ (જોકે માનસિક કરતાં હાર્દિક સ્થિતિ વધારે) વિચિત્ર બની જતી હોય છે. નથી તો એ પ્રશંસાનો ખુલ્લા દિલે હોંશે હોંશે ઓપન માઇન્ડેડ સ્વીકાર કરી શકાતો, કે નથી તો નિર્લેપપણાનો મૅકઅપ કરીને ગંભીર મોઢે અસ્વીકાર પણ કરી શકાતો! હવે આવી સ્થિતિમાં આપણા ચહેરા પર આપણે એક સેકન્ડનોય વિલંબ કર્યા વિના તરત જ સંકોચ, લજ્જા કે શરમાળપણાના ભાવને એવી ચતુરાઈથી રમતો મૂકી દેતા હોઈએ છીએ કે જોનાર એકદમ ભાવુક બની જાય. આટલું ઓછું હોય એમ, આછા પાતળા દાંત દેખાય એ રીતે હૈં.. હેં..હેં..'નો સાવ ભેંકાર લાગે એવો ‘હેં’કાર કરીને આપણે ધીમેથી કહેતા પણ હોઈએ છીએ કે – ‘અરે ભાઈ, હું ક્યાં આવી પ્રશંસાને લાયક છું?!’ પ્રશંસાનો આ રીતે મોઢેથી અસ્વીકાર કરીને પણ કાન વડે તો એ પ્રશંસારસને આપણે હોંશે હોંશે ગટગટાવતા જ હોઈએ છીએ.
તમે ખાસ ઑબ્ઝર્વ કરજો સાહેબ, જેની પ્રશંસા થઈ રહી હોય છે એ વ્યક્તિના ચહેરા પર કોઈ જુદા જ આકારની, કોઈ જુદા જ પ્રકારની દીનતા, દાસ્યતા અને આભારવશતાની ભાવુકતા જોવા મળશે, જેવી ભાવુકતા કોઈ ભિખારીના ચહેરા પર જોવા મળે જ્યારે આપણે એને બે-પાંચ રૂપિયાની ભીખ આપતાં હોઈએ ત્યારે જોવા મળતી હોય! પ્રશંસાની આ જ તો કમાલ છે સાહેબ!
Diese Geschichte stammt aus der July 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ